° °

આજનું ઇ-પેપર
Sunday, 19 September, 2021


અર્જુન કપૂરે પોસ્ટ કર્યો શર્ટલેસ ફોટો, મલાઈકાએ કરી આ કમેન્ટ

13 June, 2019 02:15 PM IST |

અર્જુન કપૂરે પોસ્ટ કર્યો શર્ટલેસ ફોટો, મલાઈકાએ કરી આ કમેન્ટ

 અર્જુન કપૂર અને મલાઈક અરોરા

અર્જુન કપૂર અને મલાઈક અરોરા

અર્જુન કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જિમમાં વર્કઆઉટ કરતો ફોટો પોસ્ટ કર્યો છે. આ બન્ને તસવીરોમાંથી એકમાં અર્જુન શર્ટલેસ છે. ત્યારે બીજી તસવીરમાં મસલ્સ દેખાડી રહ્યો છે. અર્જુનની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાએ પણ એ તસવીરો પર તરત પ્રતિક્રિયા આપતા કમેન્ટમાં ઘણી બાઈસેપ્સની ઈમોજી મોકલી છે.

arjun_kapoor

વૉરિયર મોડ ઑન હેશટેગ પાનીપત

અર્જુને આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, વૉરિયર મોડ ઑન હેશટેગ પાનીપત હકીકતમાં અર્જુન કપૂર આ સમયે આશુતોષ ગોવારિકરની ફિલ્મ પાનીપતની શૂટિંગમાં વ્યસ્ત છે, જે એક પીરિયડ ડ્રામા છે. આ પાનીપતની ત્રીજી લડાઈ પર આધારિત છે. અર્જુન આ ફિલ્મમાં એક વીર યુવક સદાશિવ રાવ ભાઉની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં ક્રિતી સેનન અને સંજય દત્ત પણ છે. ક્રિતી પાર્વતી બાઈ અને સંજય દત્ત અહમદ શાહનું પાત્ર ભજવી રહ્યા છે. પાનીપતમાં પદ્મિની કોલ્હાપુરી અને મોહનીશ બહેલ પણ છે.

 
 
 
View this post on Instagram

Warrior mode on !!! #panipat

A post shared by Arjun Kapoor (@arjunkapoor) onJun 12, 2019 at 3:46am PDT

 

આ પણ વાંચો : '83'ના સેટ પર દીપિકાએ રણવીરને ધીબેડી નાખ્યો, જુઓ વીડિયો

રિતેશ દેશમુખે કમેન્ટ કરી, ભાઉ એકદમ કડક

અર્જુનની આ પોસ્ટ પર 2.5 લાખથી વધારે લાઈક્સ અને 1300થી વધારે કમેન્ટ્સ આવી ચૂકી છે. રિતેશ દેશમુખે આ ફોટા પર કમેન્ટ કરી છે, ભાઉ એકદમ કડક. અનન્યા પાન્ડેએ પણ કમેન્ટ બોક્સમાં લખ્યું છે, ફોરએવર 21. રોહિત શેટ્ટીએ લખ્યું, બહુત અચ્છે અર્જુન. ઘણા ફેન્સે એવું પણ કહ્યું કે અર્જુન કપૂર પોતાની ગર્લફ્રેન્ડથી પ્રબાવિત થઈ ગયા છે કારણકે મલાઈકા પણ જિમ અને ફિટનેસ માટે ઘણી ક્રેઝી છે.

13 June, 2019 02:15 PM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

વિશાલ ભારદ્વાજ અને વસન બાલાને લીધે મારું ફાઉન્ડેશન સ્ટ્રૉન્ગ બન્યું:રાધિકા મદન

ક્રાફ્ટ શું છે એની મને માહિતી મળી છે. મારા માટે એ ખૂબ અગત્યનું છે અને એને હું મારા અંતિમ શ્વાસ સુધી જાળવી રાખવા માગું છું.’

19 September, 2021 09:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

હિન્દુ યુનિવર્સિટી ઑફ અમેરિકા ડૉક્ટરેટથી સન્માનિત કરશે અનુપમ ખેરને

અનુપમ ખેરે ૫૦૦થી વધુ ફિલ્મોમાં અને ૧૦૦થી વધુ નાટકોમાં કામ કર્યું છે. તેમને બે નૅશનલ અવૉર્ડ, પદ્મ શ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

19 September, 2021 09:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

તાપસી પન્નુ અને શાહરુખ દેખાશે સાથે?

આ ફિલ્મની સ્ટોરી ‘ડોન્કી ફ્લાઇટ’ની આસપાસ ફરશે. થોડા સમય અગાઉ તાપસીને પૂછવામાં આવ્યું હતું કે તું શું શાહરુખ સાથે કામ કરી રહી છે?

19 September, 2021 09:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK