Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 55 Days to Pathaan: શાહરૂખ ખાને નવા પોસ્ટર સાથે શરૂ કર્યું કાઉન્ટડાઉન

55 Days to Pathaan: શાહરૂખ ખાને નવા પોસ્ટર સાથે શરૂ કર્યું કાઉન્ટડાઉન

01 December, 2022 11:55 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શાહરુખ ખાને ફિલ્મ રિલીઝની તારીખની ગણતરી કરીને `પઠાણ` પ્રત્યેનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે

પઠાણનું પોસ્ટર

પઠાણનું પોસ્ટર


સુપરસ્ટાર શાહરુખ ખાન (Shah Rukh Khan)ની આગામી ફિલ્મ `પઠાણ` (Pathaan) બૉલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ સાથે અભિનેતા ચાર વર્ષ બાદ ફરી મોટા પડદા પર જોવા મળશે. નિર્માતાઓ ખાનને સ્ક્રીન પર લાર્જર ધેન લાઈફ અવતારમાં રજૂ કરવા ઈચ્છે છે. શાહરુખ, પણ દર્શકો સમક્ષ ફિલ્મ રજૂ કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. તે તેની તાજેતરની પોસ્ટ પરથી દેખાય છે.

શાહરુખ ખાને ફિલ્મની રિલીઝ તારીખની ગણતરી કરીને `પઠાણ` પ્રત્યેનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. અભિનેતાએ હિન્દી, તમિલ, તેલુગુ અને અંગ્રેજીમાં ફિલ્મના નવા પોસ્ટર શૅર કર્યા છે. પોસ્ટરમાં, શાહરુખ ખાન એક નવા અવતારમાં જોઈ શકાય છે. તેની સાથે દીપિકા અને જ્હોન પણ છે. આ ત્રિપુટી હથિયારો સાથે પોઝ આપતી જોવા મળે છે.




પોસ્ટર્સ શૅર કરતાં શાહરુખે લખ્યું, “પેટી બાંધ લી હૈ..? તો ચલેં!!! #55DaysToPathaan #YRF50 સાથે #Pathaan 25મી જાન્યુઆરી, 2023ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં આવશે. હિન્દી, તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે.”


દરમિયાન, 2 નવેમ્બરના રોજ ખાનના જન્મદિવસ પર રિલીઝ થયેલા `પઠાણ`ના ટીઝરથી ફિલ્મ પ્રત્યેનું ચાહકોનું આકર્ષણ વધી ગયું છે. નિર્માતાઓએ ટ્રેલરનું રિલીઝ કરતાં પહેલાં ફિલ્મના ગીતો બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું ટ્રેલર જાન્યુઆરીમાં જ રિલીઝ થશે.

આ પણ વાંચો: શું પ્રેગ્નેન્ટ છે મલાઈકા અરોરા? વાયરલ ચર્ચા પર ભડક્યો અર્જુન, જાણો શું કહ્યું..

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2022 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK