° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


14.11 કરોડનું ઓપનિંગ ‘ભૂલભુલૈયા 2’નું

22 May, 2022 09:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર્તિકની અત્યાર સુધીની ​ફિલ્મોમાં પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની

કાર્તિક આર્યનની અત્યાર સુધીની ​રિલીઝ થયેલી ફિલ્મોમાં ‘ભૂલભુલૈયા 2’ પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની છે

કાર્તિક આર્યનની અત્યાર સુધીની ​રિલીઝ થયેલી ફિલ્મોમાં ‘ભૂલભુલૈયા 2’ પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની છે

કાર્તિક આર્યનની અત્યાર સુધીની ​રિલીઝ થયેલી ફિલ્મોમાં ‘ભૂલભુલૈયા 2’ પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની છે. શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મનો પહેલા દિવસે ૧૪.૧૧ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. ૨૦૦૭માં આવેલી ‘ભૂલભુલૈયા’ની આ સીક્વલ છે. ‘ભૂલભુલૈયા 2’માં કાર્તિક સાથે કિયારા અડવાણી, તબુ અને રાજપાલ યાદવ લીડ રોલમાં છે. આ ફિલ્મને ટી-સિરીઝ, મુરાદ ખેતાની, અંજુમ ખેતાની અને ક્રિષન કુમારે સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. કાર્તિકની અગાઉની ફિલ્મોના પહેલા દિવસના કલેક્શનની વાત કરીએ તો ૨૦૧૧માં આવેલી તેની પહેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’એ પહેલા દિવસે ૯૨ લાખનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ ૨૦૧૫માં આવેલી ‘પ્યાર કા પંચનામા 2’એ પહેલા દિવસે ૬.૮૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. એ જ રીતે ૨૦૧૮માં આવેલી ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’એ પહેલા દિવસે ૬.૪૨ કરોડ, ૨૦૧૯માં આવેલી ‘પતિ, પત્ની ઔર વોહ’એ ૯.૧૦ કરોડ, ૨૦૧૯માં આવેલી ‘લુકા છુપી’એ ૮.૦૧ કરોડ અને ૨૦૨૦માં આવેલી ‘લવ આજ કલ’એ ૧૨.૪૦ કરોડનું કલેક્શન કર્યું હતું, એથી કાર્તિકની અત્યાર સુધીની ફિલ્મોના પહેલા દિવસના કલેક્શનની સરખામણીમાં ‘ભૂલભુલૈયા 2’નો પહેલા દિવસનો બિઝનેસ ઘણો સારો છે. વીક-એન્ડમાં પણ આ ફિલ્મ સારો બિઝનેસ કરે એવી આશા છે.

22 May, 2022 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

અનીસ બઝ્મીઃ આજે પ્રોફેશનલિઝમ વધ્યું પણ આઉટડોર શૂટ્સ પર પરિવાર જેવી ફીલિંગ નથી

કૉમેડી ફિલ્મો બનાવવામાં અનીસ બઝ્મીને કોઇ ન પહોંચી વળે. કૉમેડી કોઇની નેચરલ ટેલેન્ટ હોય અથવા તો તે વ્યક્તિએ જીવનમાં એટલી પીડા જોઇ હોય કે એક વખત પછી કૉમેડીનો આશરો લેવું સ્વભાવિક બની જાય

27 June, 2022 06:32 IST | Mumbai | Chirantana Bhatt
બૉલિવૂડ સમાચાર

નવી સ્પોર્ટ‍્સ કાર ગિફ્ટમાં મળતાં હવે પ્રાઇવેટ જેટની ડિમાન્ડ કરી છે કાર્તિકે

મેહનત કા ફલ મીઠા હોતા હૈ સુના થા, ઇતના બડા હોગા યે નહીં પતા થા. ભારતની પહેલી McLaren GT. અગલા ગિફ્ટ પ્રાઇવેટ જેટ સર. આભાર.’

25 June, 2022 04:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ફૅન્સ પાસે શાની સલાહ માગી કાર્તિક આર્યને ?

કાર્તિક આર્યને તેના ફૅન્સ પાસે એક અગત્યની સલાહ માગી છે. તેની ‘ભૂલભુલૈયા 2’ લોકોને ખૂબ ગમી છે.

23 June, 2022 06:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK