Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Mouni Roy Wedding Photos: સૂરજ અને મૌનીના લગ્ન સંપન્ન, જુઓ તસવીરો

Mouni Roy Wedding Photos: સૂરજ અને મૌનીના લગ્ન સંપન્ન, જુઓ તસવીરો

27 January, 2022 03:40 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મૌની રોય (Mouni Roy) અને સૂરજ નામ્બિયારે (Suraj Nambiar) લગ્ન કર્યા છે. તેમના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે

મૌની રોય સૂરજ નાંબિયાર - ઇન્સ્ટાગ્રામ

મૌની રોય સૂરજ નાંબિયાર - ઇન્સ્ટાગ્રામ


મૌની રોય (Mouni Roy) અને સૂરજ નામ્બિયારે (Suraj Nambiar) લગ્ન કર્યા છે. તેમના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે. બંનેએ મલયાલી અને બંગાળી રીતિ-રિવાજો સાથે ગોવામાં સાત ફેરા લીધા. મૌની અને સૂરજના લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. દુલ્હન બનેલી મૌની ટ્રેડિશનલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.



મૌની અને સૂરજના લગ્નની તસવીરો વાયરલ થઈ ગઈ છે. ચાહકો તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ મૌની રોય અને સૂરજના દક્ષિણ ભારતીય લગ્ન છે. સૂરજ દક્ષિણ ભારતીય હોવાથી બંનેના લગ્ન મલયાલી અને બંગાળી વિધિ પ્રમાણે થયા છે.


મૌનીએ ગોલ્ડન જ્વેલરી સાથે તેનો બ્રાઇડ લુક કમ્પ્લીટ કર્યો છે, જ્યારે સૂરજે ગોલ્ડન કલરનો કુર્તો પહેર્યો છે.


અગાઉના દિવસે મૌની રોયની મહેંદી અને હલ્દી સેરેમની થઈ હતી. મૌની ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે, જ્યારે સૂરજ આ બધાથી દૂર ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. મૌની રોય સોમવારે ગોવા જવા રવાના થઈ હતી, જેના માટે તે મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી. અહેવાલો અનુસાર, કોરોનાના વધતા જતા કેસોને જોતા, મૌની અને સૂરજના લગ્નમાં માત્ર 100 લોકોએ હાજરી આપી છે.

Whatsapp-channel Whatsapp-channel

27 January, 2022 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK