° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


4 મહીનાથી અબુધાબી ફસાયેલી મૌની રોય શૂટિંગ માટે લંડન ગઇ, કોરોનાનો ડર છે

17 July, 2020 02:24 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

4 મહીનાથી અબુધાબી ફસાયેલી મૌની રોય શૂટિંગ માટે લંડન ગઇ, કોરોનાનો ડર છે

મૌની રોયની લંડનની તસવીર

મૌની રોયની લંડનની તસવીર

નાગીન સિરીયલથી ફેમસ થયેલી અને ત્યાર બાદ બૉલીવુડમાં ઝળકેલી અભિનેત્રી મૌની રોય (Mouni Roy) ચાર મહિનાથી યુએઇ – અબુધાબીમાં ફસાયેલી હતી અને હવે  તે ત્યાંથી લંડન ચાલી ગઇ છે. લંડન તે પોતાની ફિલ્મના શૂટ માટે ગઇ છે અને તેણે ત્યાંના લેટેસ્ટ ફોટા પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તે કહે છે કે તેને કોરોના વાઇરસનો બહુ ડર લાગે છે. મૌનીએ એક મીડિયા હાઉસને ઇન્ટરવ્યુ આપતા કહ્યું કે, “ભલે આ ડર હવે જાણે ન્યૂ નોર્મલ બની ગયો હોય પણ હવે કામ કરવામાં પહેલા જેવી મજા નથી રહી. પહેલા તો હું લાંબી ફ્લાઇટ્સની જર્ની માણતી જેમાં હું વાંચતી, ફિલ્મો જોતી અને થોડાં ઝોકાં પણ ખાઇ લેતી પણ આ વખતે ટ્રાવેલિંગમાં પહેલા જેવો અનુભવ ન રહ્યો. આ વખતે એરપોર્ટ પર રાહ જોવું પણ નિરર્થક લાગ્યું અને મને થાય છે કે હવે આ જ બધાની ટેવ પાડવી પડશે કારણકે લૉકડાઉન પછીની આ મારી પહેલી મુસાફરી હતી.”

 
 
 
View this post on Instagram

Tata ✈️

A post shared by mon (@imouniroy) onJul 13, 2020 at 2:17am PDT

મૌની રોયને કોરોના વાઇરસના હોબાળા વચ્ચે શૂટ પર જવાનું પણ નથી ગમતું અને તેણે કહ્યું કે તે બહુ નર્વસ રહે છે કારણકે સેટ પર માસ્ક અને ગ્લવ્ઝ ન પહેરતા હોય તેવા તો માત્ર એક્ટર્સ જ હોય છે. તેણે ઉમેર્યું કે, “હું કામ કરવા માંગુ છું અને માટે જ આ નવા નોર્મલ સાથે ગોઠવાઇ રહી છું, આ મારે માટે પણ પહેલો અનુભવ છે અને શું થાય છે એ તો શૂટિંગમાં જ મને ખબર પડશે. મને કહેવાયું છે કે સેટ પર અને શૂટિંગમા સોશ્યલ ડિસ્ટન્સિંગ અને અન્ય તમામ સાવચેતી રખાશે.” તેણે લંડનની તસવીરો શેર કરી હતી.

 
 
 
View this post on Instagram

हवा के साथ साथ, घटा के संग संग, ओ साथी चल.... ?

A post shared by mon (@imouniroy) onJul 16, 2020 at 1:57am PDT

 
 
 
View this post on Instagram

☕️ + ? + ? + ?? = ♥️?

A post shared by mon (@imouniroy) onJul 14, 2020 at 3:49am PDT

મૌની રોય આ પહેલાં યુએઇ હતી અને ચાર મહિના ત્યાં જ ફસાઇ ગઇ હતી. તે સોમવારે ત્યાંથી નીકળી અને સીધી લંડન ગઇ હતી, તેણે ફ્લાઇટનાં ફોટોઝ પણ શેર કર્યા હતા. મૌની રોય અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાશે.

17 July, 2020 02:24 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

તાપસી પન્નુની ફિલ્મ `હસીન દિલરુબા` નું પહેલુ ગીત રિલીઝ

તાપસી પન્નુની ફિલ્મ `હસીન દિલરુબા` નું પહેલુ ગીત આજે રિલીઝ થયું છે.

15 June, 2021 07:40 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

અક્ષય કુમારની ફિલ્મ `બેલબૉટમ` આ તારીખે થશે રિલીઝ

અક્ષય કુમારની ફિલ્મ `બેલબૉટમ` ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. સત્ય ઘટના પર આધારીત આ ફિલ્મ 27 જુલાઈના રોજ રિલીઝ છે.

15 June, 2021 05:43 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

Sonuને જોઇને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો કેન્સર પીડિત,ભાવુક અભિનેતાએ કહ્યું આ...

હવે તો એ સ્થિતિ છે કે લોકો મદદની અપીલ લઈને તેમના ઘરે આવે છે, જેમની મુશ્કેલીઓેને દિગ્ગજ અભિનેતા પોતે સાંભળે છે.

15 June, 2021 02:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK