Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અલ્લુ અર્જુનના પર્ફોર્મન્સના કારણે ‘પુષ્પા’ના હિન્દી વર્ઝનની ડબિંગ કરવી સરળ હતી શ્રેયસ તળપડે માટે

અલ્લુ અર્જુનના પર્ફોર્મન્સના કારણે ‘પુષ્પા’ના હિન્દી વર્ઝનની ડબિંગ કરવી સરળ હતી શ્રેયસ તળપડે માટે

20 January, 2022 12:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રેયસે પુષ્પાનો રોલ કરનાર અલ્લુ અર્જુનની પણ ખૂબ પ્રશંસા કરી છે

શ્રેયસ તળપડે

શ્રેયસ તળપડે


‘પુષ્પા: ધ રાઇઝ પાર્ટ 1’ના હિન્દી વર્ઝનમાં અલ્લુ અર્જુનના રોલ માટે ડબિંગ કરવી શ્રેયસ તળપડે માટે સરળ હતું. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળી રહી છે. શ્રેયસે પુષ્પાનો રોલ કરનાર અલ્લુ અર્જુનની પણ ખૂબ પ્રશંસા કરી છે. ફિલ્મને લઈને શ્રેયસે કહ્યું કે ‘ફિલ્મને જે રિસ્પોન્સ મળી રહ્યો છે એનાથી હું ખુશ છું. દરેક કલાકારના કામની પ્રશંસા કરવામાં આવે તો એ ખૂબ મોટી વાત છે. એને લઈને હું નસીબદાર છું. હું સતત ડબિંગ નથી કરતો. ‘પુષ્પા’ અગાઉ મેં ‘ધ લાયન કિંગ’ની ડબિંગ કરી હતી. એણે પણ બૉક્સ-ઑફિસ પર ખૂબ ધમાલ મચાવી હતી. હવે ‘પૂષ્પા’ પણ બૉક્સ-ઑફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. અલ્લુ અર્જુન જીએ આપેલા પ્રશંસનિય પર્ફોર્મન્સને હું શ્રેય આપુ છે, જેણે મારુ કામ સરળ બનાવી દીધુ હતું. દરેક ઍક્ટરનુ સપનુ હોય છે આવા પ્રોજેક્ટમાં જોડાવાનુ અને તેના જેવી લાઇન્સ બોલવાનું. એક ઍક્ટર તરીકે મારે એ પાત્ર ભજવવાની તક નથી મળી. જોકે મને એ વાતની ખુશી છે કે હું મારા અવાજ દ્વારા લોકો સુધી પહોંચી રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2022 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK