° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


પ્રિયંકાએ સોશિયલ મીડિયામાંથી હટાવી જોનાસ સરનેમ, બાદમાં નિક જોનાસના વીડિયો પર કહ્યું...

23 November, 2021 11:46 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

સોમવારે પ્રિંયકાએ સોશિયલ મીડિયામાંથી જોનાસ સરનેમ હટાવ્યા બાદ ફેન્સને આઘાત લાગ્યો હતો. આની વચ્ચે પ્રિયંકાએ નિક જોનાસની વીડિયો પર કોમેન્ટ કરી શું કહ્યું જાણો.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

સોમવારે પ્રિંયકા ચોપરાએ પોતાના તમામ સોશિયલ મીડિયા હેન્ડલમાંથી જોનાસ સરનેમ હટાવી દીધી છે. જોનાસ સરનેમ હટાવ્યા બાદ ફેન્સ ચિંતામાં મુકાયા છે. ફેન્સને નિક અને પ્રિંયકાના સંબંધને લઈ શંકા થઈ રહી છે. આની વચ્ચે પ્રિંયકાએ નિકના એક વીડિયો પર કોમેન્ટ કરતાં ચિત્ર સ્પષ્ટ થયું છે.

પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે જ સમયે, તે પતિ નિક જોનાસ સાથે તેની ઘણી તસવીરો શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં પ્રિયંકા ચોપરાના આ પગલાથી લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. હાલમાં, પ્રિયંકા ચોપરા અથવા તેની ટીમ તરફથી તેના નામમાંથી જોનાસ સરનેમ હટાવવા અંગે કોઈ  કોમેન્ટ અથવા સત્તાવાર નિવેદન આવ્યું નથી.

અભિનેત્રીએ ગઈ કાલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી `જોનાસ` હટાવ્યા પછી પ્રિયંકાની માતા મધુ ચોપરાએ નિક અને પ્રિયંકાના લગ્નમાં મુશ્કેલીની તમામ અફવાઓને નકારી કાઢી હતી. તેણે અફવાઓનું ખંડન કર્યું.

આ દરમિયાન પતિ નિક જોનાસના વર્કઆઉટ વીડિયો પર પ્રિયંકા ચોપરાની કોમેન્ટ ફેન્સને રાહત આપે છે. કોમેન્ટ પરથી લાગે છે કે બંને વચ્ચે બધું બરાબર છે. અમેરિકન ગાયકે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેનો વર્કઆઉટનો એક વીડિયો શેર કર્યો છે, જેના કેપ્શનમાં લખેલુ છે કે, `મન્ડે મોટિવેશનલ, ચાલો તેને મેળવીએ.`

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nick Jonas (@nickjonas)

પ્રિયંકએ નિકની પોસ્ટ પર સૌપ્રથમ કોમેન્ટ હતી. પ્રિયંકાએ લખ્યું કે, `અરે! હું તમારી બાહોમાં જ મરી ગઈ.` તાજેતરમાં જ પ્રિયંકા અને નિક તેમના નવા લોસ એન્જલસના ઘરે શિફ્ટ થયા છે. બંનેએ તેમની પહેલી દિવાળી પણ તેમના પહેલા ઘરમાં સાથે મનાવી હતી. અને કપલ હંમેશની જેમ ખુશ દેખાતું હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nick Jonas (@nickjonas)

23 November, 2021 11:46 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મલાઈકાએ અર્જુન સાથે પૂલની અંદર કર્યુ વર્કઆઉટ, ફેન્સ બોલ્યા તમે અર્જુન ભાઈને....

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહ્યા છે.

05 December, 2021 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

લગ્ન પહેલાંની ભાગદોડ

કૅટરિના કૈફ ગઈ કાલે બાંદરામાં આવેલા તેના ઘરની બહાર જોવા મળી હતી

05 December, 2021 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

જાદુ કી ઝપ્પી

એ ફોટો તેમની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સેટ પરનો છે

05 December, 2021 03:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK