Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રિસ્ક લેવામાં એક્સપર્ટ એવું દુબઈ હજી સુધી કેમ કોઈ જોખમ લેતું નથી?

રિસ્ક લેવામાં એક્સપર્ટ એવું દુબઈ હજી સુધી કેમ કોઈ જોખમ લેતું નથી?

27 July, 2021 10:43 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

ગોલ્ડન વિઝા ધરાવતા કે પછી દુબઈમાં ૩૦ વર્ષથી પણ લાંબા સમયથી રહેતા હોય, પણ સરહદે લગાવેલા લૉકડાઉન સમયે એ લોકો બહાર હોય તો તેમને લાવવા માટે તમામ પ્રકારનાં પગલાં લેવામાં આવ્યાં, પણ દેશ ખોલવામાં ન જ આવ્યો તે ન જ આવ્યો, છેક આજ સુધી.

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


હા, આમ જુઓ તો યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને એમાં પણ ખાસ કરીને દુબઈ રિસ્ક લેવામાં સૌથી આગળ હોય છે અને ભૂતકાળમાં એણે અઢળક રિસ્ક લીધાં પણ છે, પરંતુ કોવિડના આ સમયમાં દુબઈ કોઈ હિસાબે જોખમ ઉઠાવવા માગતું નથી અને એ લઈ પણ નથી રહ્યું. સેકન્ડ વેવ જેવો આકરો થયો કે દુબઈએ ફરીથી પોતાના દરવાજા બંધ કરી દીધા અને દેશને સલામત કરવાના હેતુથી ફરી સરહદ પર લૉકડાઉન અનાઉન્સ કરી દીધું. ગોલ્ડન વિઝા ધરાવતા કે પછી દુબઈમાં ૩૦ વર્ષથી પણ લાંબા સમયથી રહેતા હોય, પણ સરહદે લગાવેલા લૉકડાઉન સમયે એ લોકો બહાર હોય તો તેમને લાવવા માટે તમામ પ્રકારનાં પગલાં લેવામાં આવ્યાં, પણ દેશ ખોલવામાં ન જ આવ્યો તે ન જ આવ્યો, છેક આજ સુધી. અત્યારે પણ દેશની સીમાઓ બંધ જ છે. ખાસ તો એવા સમયે જે સમયે દુબઈમાં દુબઈ એક્સ્પો શરૂ થવાને હવે દોઢ-બે મહિના જ રહી ગયા છે. દુબઈમાં જ આઇપીએલ રમાઈ હતી એ તમને યાદ હશે. આ વર્ષે પણ આઇપીએલ હવે દુબઈમાં જ રમાવાની છે, પણ એમ છતાં દુબઈ સરહદ નથી ખોલી રહ્યું એનું એક કારણ એ પણ છે કે જે દેશો જોખમ વચ્ચે જીવતા થઈ ગયા છે એમની સાથે આ દુબઈને કોઈ જાતનો સંબંધ રાખવો નથી અને ભલા માણસ, રાખે પણ શું કામ? તમને જો તમારા જ જીવની નથી પડી તો અમને તો જરા પણ તમારામાં રસ નથી. દુબઈમાં આંતરિક વહીવટ ચાલુ છે અને એનું કારણ પણ છે. દુબઈએ વૅક્સિનેશનની બાબતમાં ઝડપ રાખી છે. દુબઈના કાયદાઓ કડક હોવાને લીધે સ્થાનિક લોકો કોઈ જાતનો વિરોધ પણ કરી શકતા નથી અને એ વિરોધ દુબઈમાં કોઈને સાંભળવો પણ નથી. પ્રશાસનની એક જ વાત છે - મહામારી છે, અત્યારે તમારું ડહાપણ ન ચાલે. દુબઈમાં વાજબી રીતે જીવનનિર્વાહ ચાલે છે છતાં એ ભૂલવું ન જોઈએ કે દુબઈ પણ ટૂરિસ્ટ પર આધારિત રહેનારું શહેર છે. દુબઈ જ નહીં, દુબઈને કારણે યુનાઇટેડ આરબ એમિરેટ્સનાં અનેક શહેરોમાં ટૂરિસ્ટ ચલણ વધ્યું છે, પણ એમ છતાં દુબઈ અને એ દેશોએ ચીવટના ભાગરૂપે સરહદ બંધ રાખી છે. અમુક દેશો માટે એ સરહદ ખોલવાનું શરૂ થયું છે, પણ એ અમુક દેશોમાં ઇન્ડિયા ક્યાંય નથી અને એવું લાગતું પણ નથી કે આવતાં એકાદ મહિનામાં ઇન્ડિયાનો નંબર સરહદ ખૂલવામાં લાગે પણ ખરો.  કારણ છે ઇન્ડિયાની બેદરકારી. આજે એવી પરિસ્થિતિ છે કે એક સમયે જે રીતે દુનિયાભરમાં અમેરિકા, બ્રાઝિલ, ઇટલી જેવા દેશોથી બધાને ડર લાગતો હતો એવું અત્યારે ઇન્ડિયાનું થઈ ગયું છે. વૅક્સિનેશન ધીમું ચાલે છે એ બહુ બેઝિક કારણ છે, પણ ઇન્ડિયાના લોકો જેટલી બેદરકારી દાખવે છે એ જોતાં લોકોને એનાથી ડર લાગવાનો ચાલુ થઈ ગયો છે. આ ડર દૂર કરવાની જવાબદારી આપણે સૌએ લેવી પડશે અને આપણે એ બાબતમાં ગંભીરતા પણ દાખવવી પડશે. સમજવું પડશે, સમજણ આપવી પડશે અને સમજદારી સાથે વર્તવું પડશે. મહામારીને રમતવાતની જેમ લેવાને બદલે આપણે એની ગંભીરતાને પ્રાથમિકતા આપવી પડશે. બાકી જે ભારતીય પ્રવાસીઓ પર આધારિત છે એવા થાઇલૅન્ડ અને દુબઈ જેવા દેશો પણ તમારે માટે દરવાજા નહીં ખોલે એ નક્કી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2021 10:43 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK