વાંચો અહીં...

આજે શું કરશો? નેક્સ્ટ વીકમાં શું કરશો?
શોલાપીઠ ફ્લાવર મેકિંગ
ચોક્કસ પ્રકારની વનસ્પતિના સફેદ માવામાંથી જાતજાતની ચીજો બનાવવાની શોલાપીઠ આર્ટ બંગાળની ખાસિયત છે. બિગિનર્સ માટે આ માવામાંથી સુંદર ફૂલો બનાવતાં શીખવાની વર્કશૉપ ટાઇટન તરાશા અને ક્રીએટિવ ડિગ્નિટી સંસ્થા દ્વારા થઈ રહી છે, જેમાં આર્ટિસ્ટ ગોબિન્દો હૅલ્ડર પાસેથી શોલાપીઠનાં રંગબેરંગી ફ્લાવર્સ બનાવતાં શીખવા મળશે.
ક્યારે?: ૨૨ જાન્યુઆરી
ક્યાં? : ધ વિન્ટેજ ગાર્ડન, પાટકર બંગલો, બાંદરા વેસ્ટ
સમય : ૩થી ૫
કિંમત : ૧૫૯૯ રૂપિયા (મટીરિયલ સાથે)
રજિસ્ટ્રેશન : memeraki.com
લતાશા
સૂર અને સંગીતની સમ્રાજ્ઞી ગણાતી બહેનો લતા મંગેશકર અને આશા ભોસલેએ બૉલીવુડનાં હિન્દી ગીતોને જે ગરિમા બક્ષી છે એની તોલે બીજું કોઈ આવી શકે એમ નથી. લતાજી અને આશાજીએ ગાયેલાં રેટ્રો સૉન્ગ્સ આજે પણ એટલાં જ સદાબહાર છે જેને લતાશા કાર્યક્રમ થકી આજના સિંગર્સ ફરી એક વાર જીવંત કરવાના છે.
ક્યારે?: ૨૨ જાન્યુઆરી
ક્યાં?: તાતા થિયેટર, એનસીપીએ
સમય : સાંજે ૫ વાગ્યાથી
કિંમત : ૫૦૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશન : bookmyshow
વસુંધરા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ
એન્વાયર્નમેન્ટને આપણે કેટલી હાનિ પહોંચાડી રહ્યા છીએ, પહોંચાડી ચૂક્યા છીએ અને હવે પ્રોટેક્શન માટે શું કરવું જોઈએ એની વાતો પ્રેરણાત્મક ફિલ્મ થકી જોવી હોય તો પર્યાવરણપ્રેમીઓ માટે લહાવો કહી શકાય એવો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. કિર્લોસ્કર વસુંધરા ફિલ્મ ફેસ્ટિવલ ઑનલાઇન છે એટલે તમે ગમે ત્યાંથી જૉઇન થઈ શકો છો.
ક્યારે?: ૨૨ અને ૨૩ જાન્યુઆરી
કિંમત : ફ્રી
રજિસ્ટ્રેશન : bit.ly/kviff23
ખુસરો-કબીરનો સંગમ
નૉર્થ ઇન્ડિયાના હઝરત અમીર ખુસરો અને સંત કબીર કવિ અને સંત બન્ને હોવાથી તેમની કવિતાઓમાં એક ઊંડાણ જોવા મળે છે, જે તેમને આજે સદીઓ પછી પણ અમર બનાવે છે.
નિર્ભીક અને ક્રાંતિકારી વિચારો ધરાવતા આ સંત-કવિઓની રચનાને અલગ જ સ્વરૂપે સંગીતમય રીતે માણવાનો મોકો આપ્યો છે બન્યન ટ્રી સંસ્થાએ. ક્લાસિકલ અને સેમી-ક્લાસિકલ સંગીતનો આ કાર્યક્રમ છેલ્લાં ૧૧ વર્ષથી થતો આવ્યો છે.
ક્યારે?: ૨૫ જાન્યુઆરી
સમય : સાંજે ૭ વાગ્યાથી
ક્યાં?: નેહરુ સેન્ટર, મુંબઈ
કિંમત : ૫૦૦ રૂપિયાથી
રજિસ્ટ્રેશન : bookmyshow
ઐપન આર્ટ વર્કશૉપ
ઉત્તરાખંડના કુમાઉં રીજનની ઐપન આર્ટ પવિત્ર પ્રસંગોમાં અને ફેસ્ટિવલ્સમાં કરવામાં આવે છે. શેતાન અને ખરાબ તત્ત્વોથી પ્રોટેક્શન મેળવવા માટે પણ આ આર્ટ જાણીતી છે. માત્ર ચોખાની પેસ્ટ અને ગેરુ રંગના ઉપયોગથી આ કળા તૈયાર થઈ શકે છે.
ક્યારે?: ૨૩ જાન્યુઆરી
સમય : સાંજે ૬થી ૮
કિંમત : ૩૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન : @rooftop_app
બૉલીબૂમ વિથ ગુરુ રંધાવા
સાંભળતાં જ થિરકી ઉઠાય એવાં ગીતો આપનારા બૉલીવુડના પ્લેબૅક સિંગર ગુરુ રંધાવાની બૉલીબૂમ ઇન્ડિયા ટૂર ગોવાથી શરૂ થયેલી. આ અઠવાડિયે ગુરુ રંધાવા મુંબઈને નચાવશે.
ક્યારે?: ૨૩ જાન્યુઆરી
સમય : સાંજે છ વાગ્યાથી
ક્યાં?: એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સ, બાંદરા
કિંમત : ૪૯૯ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશન : bookmyshow
ઐતિહાસિક નાટક ચાણક્ય
આ પ્રજાસત્તાક દિનની રજામાં મનોજ નવનીત જોષી અભિનીત નેશનવાઇડ અનેક રેકૉર્ડ તોડનારું ચાણક્ય નાટક જોવાનો અવસર છે. રાષ્ટ્રધર્મને સમજાવતા અને છેલ્લાં પચીસ વર્ષથી ચાલતા આ નાટકના સેંકડો શોઝ થઈ ચૂક્યા છે.
ક્યારે?: ૨૬ જાન્યુઆરી
સમય: સાંજે ૭ વાગ્યાથી
ક્યાં?: લતામંગેશકર નાટ્યગૃહ, મીરા રોડ
કિંમત: ૨૦૦ રૂપિયાથી શરૂ
બુકિંગ: bookmyshow