° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


આજે શું કરશો? નેક્સ્ટ વીકમાં શું કરશો?

18 September, 2022 02:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાંચો અહીં....

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

આજે શું કરશો?

વીગન કી પાઠશાલા 

વીગન બનવા માગતા લોકોના મનમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન કે સવાલો હોય તો એને દૂર કરવા માટે મુંબઈની વર્લ્ડ વીગન વિઝન શાખા દ્વારા એક ખાસ સેશન યોજવામાં આવ્યું છે. જે લોકો ઑલરેડી વીગન છે અને ન્યુટ્રિશન બાબતે કોઈ મૂંઝવણ હોય અથવા તો પછી વીગન બનવા માગતા લોકોને વીગન લાઇફસ્ટાઇલમાં શું ધ્યાન રાખવું જોઈએ એ જાણવું હોય તો આ પાઠશાલા ઉત્તમ છે. 
ક્યારે?: ૧૮ સપ્ટેમ્બર
સમયઃ સાંજે ૪થી ૭
કિંમતઃ ફ્રી
ક્યાં?: શિવાજી હૉલ, કામા લેન, ઘાટકોપર-ઈસ્ટ
રજિસ્ટ્રેશનઃ allevents.in

 

રશિયન સ્કલ્પ્ચર પેઇન્ટિંગ 

એવું પેઇન્ટિંગ જેને દૂરથી જુઓ તો જાણે સ્કલ્પ્ચર હોય એવું લાગે એ રશિયન સ્કલ્પ્ચર પેઇન્ટિંગની ખાસિયત છે. ક્રીએશિયો સંસ્થા દ્વારા ખુશાલી શાહની આ વર્કશૉપમાં સ્ક્લ્પ્ચરની પેસ્ટમાંથી કઈ રીતે ફ્લાવર અને બીજી ચીજો ઊપસાવી શકાય એ શીખવા મળશે. આ આર્ટમાં નૅચરલ ઑબ્જેક્ટ્સની થ્રી-ડી ઇફેક્ટ ઊભી કરવામાં આવે છે. 
ક્યારે?: ૧૮ સપ્ટેમ્બર
સમયઃ ૧૨.૩૦થી ૪
કિંમતઃ ૩૯૯૯ રૂપિયા (મટીરિયલ અને રિફ્રેશમેન્ટ સાથે)
ક્યાં?: ડૂલલ્લી ટૅપરૂમ, અંધેરી
રજિસ્ટ્રેશનઃ insider.in

 

ટેરરિયમ ગાર્ડનિંગથી ગ્રીન હૉબી કેળવો

પર્સનલાઇઝ્ડ ગ્રીન ગિફ્ટ કોઈને આપવી હોય તો ટેરરિયમ બેસ્ટ ઑપ્શન છે. એને તૈયાર કરવાની જે આર્ટ છે એ પોતે થેરપી જેવું કામ આપે છે. ગ્રીનરી સાથેનો ઘરોબો બંધાય અને એમાં મુકાયેલી ચીજોના લેયર્સની જેમ વિચારોની પણ સ્પષ્ટતા આવે એ માટે ખાસ પ્રક્રિયા દ્વારા ટેરરિયમ ગોઠવવામાં આવે છે. 
ક્યારે?: ૧૮ સપ્ટેમ્બર
સમયઃ બપોરે ૨થી ૩.૩૦
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
કિંમતઃ ૫૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ insider.in

 

મહારાષ્ટ્ર આર્ટ ફેર 

દીપકલા ફાઉન્ડેશન દ્વારા ચૅરિટી માટે એક ખાસ કળાનો મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં વકીલો, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, ફૅશન ડિઝાઇનર્સ, બૅન્કર્સ જેવા ૨૫ પ્રોફેશનલ્સ દ્વારા તૈયાર થયેલા આર્ટવર્કનું એક્ઝિબિશન છે. એમાં ફોટોગ્રાફી, પેઇન્ટિંગ અને સ્કલ્પ્ચર જેવી કૃતિઓ જોવા મળશે. 
ક્યારે?: ૧૯ સપ્ટેમ્બર સુધી 
સમયઃ ૧૧થી ૭
ક્યાં?: નેહરુ સેન્ટર આર્ટ ગૅલરી, વરલી

 

નેક્સ્ટ વીકમાં શું કરશો?

બૉડી-વૉશ અને શાવર જેલ 

તમારી ત્વચાને કેવું બૉડી-વૉશ અનુકૂળ આવશે એ સમજીને 
તમે તમારા માટે સ્પેશ્યલ બૉડી-વૉશ બનાવી શકો છો. ચાહો 
તો આ વિજ્ઞાન શીખીને ગૃહઉદ્યોગ પણ શરૂ કરી શકો 
છો. ઇન્સ્ટ્રક્ટર ગુંજન દ્વારા 
તમને તમામ સીઝનમાં કામ આવે એવાં અલગ-અલગ પ્રકારનાં બૉડી-વૉશ ડેવલપ કરતાં શીખવા મળશે. 
ક્યારે?: ૧૯ સપ્ટેમ્બર
સમયઃ ૧.૪૫થી ૩.૩૦
કિંમતઃ ૪૪૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow

 

ઓડિસી ઍટ એનસીપીએ

સુજાતા મોહાપાત્રા ઓડિસી નૃત્યના વિશ્વમાં બહુ વિશ્વસનીય નામ છે. તેમના પર્ફોર્મન્સે ગ્લોબલ સ્ટેજ પર ઓડિસીને ગૌરવ અપાવવાનું કામ કરનારાં કલાકાર પાસેથી બારીકીઓ સમજવાનો મોકો એનસીપીએ આપી રહ્યું છે. તેમની પાસેથી ઓડિસીની ઍડ્વાન્સ્ડ આંટીઘૂંટીઓ શીખવા મળવાની હોવાથી નૃત્યનો પ્રાથમિક અનુભવ હોવો જરૂરી છે.
ક્યાં?: ૨૨થી ૨૪ સપ્ટેમ્બર
સમયઃ બપોરે ૩થી ૫ (ત્રણ બૅચ)
કિંમતઃ ૩૦૦૦ રૂપિયાથી શરૂ 
ક્યાં?: જમશેદ ભાભા થિયેટર, એનસીપીએ
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com

 

બેલી ડાન્સનું બેસિક

કમર લચકાવવાની કળા કંઈ સહેલી નથી. એ માટે બૉડીના ચોક્કસ સ્નાયુઓને સેપરેટલી મૂવમેન્ટ કરાવતાં શીખવું પડે છે. બેલી ડાન્સનાં બેસિક મૂવ્સ શીખવાં હોય એટલે કે જસ્ટ લેવલ વનથી તમે સ્ટાર્ટ કરવા માગતા હો તો આ વર્કશૉપ તમારા માટે છે. ઘરની પ્રાઇવસીમાં બેસીને તમે બેસિક પાઠ લઈ શકશો અને સમજી શકશો કે બેલી ડાન્સ તમારા બસની વાત છે કે નહીં!
ક્યારે?: ૨૦ સપ્ટેમ્બરથી (આઠ સેશન્સ)
સમયઃ ૭.૩૦થી ૮.૩૦ 
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
કિંમતઃ ૨૫૮૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow

 

પેન્ડ્યુલમ દ્વારા માઇન્ડ રીડિંગ

શું તમારા મનમાં જે ચાલી રહ્યું છે એ બાબતે અસ્પષ્ટ છો? ફ્યુચર માટે બહુ ઍન્ગ્ઝાયટી ફીલ કરો છો? તમારો રસ ક્યાં છે એ જ તમને સમજાતું નથી? તમારા વિશેના ખૂબ મૂળભૂત સવાલોના જવાબો મેળવવા માગતા હો તો પેન્ડ્યુલમ ડાઉઝિંગ મદદરૂપ છે. એમાં પેન્ડ્યુલમની મૂવમેન્ટ પરથી વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એનું રીડિંગ થઈ શકે છે. એમાં સતત હલતા રહેતા લોલક સામે જોતા રહેવાનું હોય છે. લોલકની ગતિ તમારા વિચારોથી પ્રભાવિત થતી હોવાની માન્યતા આ પદ્ધતિમાં છુપાયેલી છે. 
ક્યારે?: ૧૯ સપ્ટેમ્બર
સમયઃ સાંજે ૬થી ૮
કિંમતઃ ફ્રી
રજિસ્ટ્રેશનઃ bookmyshow

18 September, 2022 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાતી રંગભૂમિ પર ભાભુ વધી ગયાં હતાં એટલે મેં એ વિષય હાથ પર લીધો

ભારતીય વિદ્યાભવનની કૉમ્પિટિશન માટે કરેલું નાટક ‘ભાભુ રિટાયર થાય છે’ હળવાશ સાથે પ્રવર્તમાન રંગભૂમિની વ્યથા વિશે વાત કરતું હતું

26 September, 2022 05:05 IST | Mumbai | Sanjay Goradia

ઍબ્સ જિમમાં નહીં, હંમેશાં કિચનમાં બને છે

સેઝાન કહે છે, ‘જો ફિટનેસની બાબતમાં લેથાર્જિક હોત તો ચોવીસ કલાક હાર્નેસ પર ટીંગાઈને રહેવાનો આ રોલ હું ક્યારેય કરી શક્યો ન હોત’

26 September, 2022 04:46 IST | Mumbai | Rashmin Shah

લોન-લૂંટના ચક્રવ્યૂહમાં ક્યાંક તમે અભિમન્યુ નથી બન્યાને?

ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજી આધારિત બનતી અને સર્વિસિસ આપતાં સ્ટાર્ટઅપ્સની બોલબાલા છે.

26 September, 2022 04:00 IST | Mumbai | Jayesh Chitalia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK