° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

હસબન્ડ અને વાઇફની પસંદગી અંગત જીવનમાં સાવ જ અલગ પડતી હોય તો શું કરવું?

05 March, 2021 01:34 PM IST | Mumbai | Dr. Ravi Kothari

હસબન્ડ અને વાઇફની પસંદગી અંગત જીવનમાં સાવ જ અલગ પડતી હોય તો શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

સવાલ: લગ્નજીવનનું ગાડું ત્યારે જ બરાબર ચાલે જ્યારે ગાડાનાં બન્ને પૈડાં એક સાથે કદમથી કદમ મિલાવીને ચાલે. પણ જ્યારે હસબન્ડ અને વાઇફની પસંદગી અંગત જીવનમાં સાવ જ અલગ પડતી હોય તો શું કરવું? અમારી સમાગમ બાબતે પસંદગીઓ જુદી પડે છે. ઉદાહરણ તરીકે મને પાછળથી સમાગમ કરવાનું ખૂબ ગમે છે. જ્યારે મારી વાઇફનું કહેવું છે કે માનસિક વિકૃતિ ધરાવતા લોકો જ આમ સમાગમ કરે. લગ્નને હજી એક વર્ષ થયું છે એટલે નવા એક્સપરિમેન્ટ માટે તૈયાર થતી નથી. મારી વાઇફને આમનેસામને મોં રાખીને જ સમાગમ કરવામાં તેને આનંદ આવે છે. મને એમ કરવામાં વાંધો નથી, પણ પાછળથી સમાગમ કરવામાં મને વધુ ઉત્તેજના અનુભવાય છે. શું મારી માગણી એબ્નૉર્મલ છે? આ પોઝિશનમાં જો વીર્યસ્ખલન અંદર થઈ જાય તો પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ ખરી? અમારે હમણાં બાળક નથી જોઈતું.

જવાબ: વાત્સ્યાયન ઋષિએ લખેલા કામસૂત્રમાં સંભોગને મહત્ત્વ અપાયું છે. સંભોગનો મતલબ છે સમ ભોગ. મતલબ કે સરખો ભોગ. બન્ને પાર્ટનર્સને જે ક્રિયા ભોગવવામાં સરખો આનંદ આવે એવી ક્રિયા. જ્યારે પણ પસંદગીઓ બાબતે મતભેદ પડે ત્યારે જિદ કરવાને બદલે બન્નેના ગમા-અણગમા કેમ આવા છે એ સમજવું પડે. સૌથી પહેલાં તો તેમને આ પોઝિશન કેમ નથી પસંદ એ સમજવું રહે. માત્ર પોતાની પસંદ બીજા પર થોપવાથી સંવાદિતા નહીં, પણ મતભેદ જ સર્જાતા હોય છે.

માનવજાતિમાં સેક્સક્રીડાનાં વૈવિધ્ય માણવા માટે સ્ત્રી-પુરુષો તેમને ગમતાં વિવિધ આસનો અપનાવે છે. પુરુષોને ડૉગી પોઝિશન વધારે પસંદ હોય છે, કારણ કે એમાં પુરુષને બન્ને હાથે સ્ત્રીનું સ્તનમર્દન કરવામાં અને યોનિમાર્ગને પંપાળવામાં વધુ સરળતા રહે છે. પુરુષના લિંગ અને સ્ત્રીની યોનિની પકડ પણ આમાં વધુ મજબૂત બનતી હોય છે. કદાચ તમારી વાઇફને આ બાબતે કોઈ શરમ કે સંકોચ નડતો હોય તો એ માટે ફોર્સ કરવાની જરૂર નથી. જો તમારી વાઇફને પાછળથી યોનિપ્રવેશ કરવાની પોઝિશનમાં કમ્ફર્ટ ન અનુભવાતી હોય અને તમને એ આસન ખૂબ ગમતું હોય તો વચલો રસ્તો કાઢવો રહે. સમાગમ દરમ્યાન તમે થોડીક તમને ગમતી ક્રિયાઓ કરો ને થોડીક તેમને ગમતી ક્રિયાઓ કરો. હંમેશાં નહીં તો ત્રણ-ચાર વખતે એકાદ વાર આ પોઝિશન માટે પ્રેમથી સમજાવો.

આ પોઝિશનમાં પણ જો તમે વીર્યસ્ખલન યોનિમાર્ગમાં જ કરતા હો તો પ્રેગ્નન્સીના ચાન્સ પૂરા છે.

05 March, 2021 01:34 PM IST | Mumbai | Dr. Ravi Kothari

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK