Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફિટનેસ આવો ને આવો ને, મળી છે મનની ઇચ્છાઓ...

ફિટનેસ આવો ને આવો ને, મળી છે મનની ઇચ્છાઓ...

12 April, 2021 03:18 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘વાલમ આવોને...’ ગીતથી ગુજરાતી ફિલ્મના મ્યુઝિકને નવી ઊંચાઈ પર લઈ જનારા સુપરહિટ સિંગર જિગરદાન ગઢવી સુપરસ્ટાર બન્યો ત્યારે તેનું વેઇટ ૯૪ કિલો હતું

જિગરદાન ગઢવી

જિગરદાન ગઢવી


બૉડી ફિટનેસ ખૂબ જ જરૂરી છે અને આ વાત મારાથી વધારે સારી રીતે કોઈ સમજાવી ન શકે. એનું સૌથી અગત્યનું કારણ એ કે આપણે વત્તાઓછા અંશે એકસરખું જ જીવીએ છીએ. આપણે હવે પહેલાં જેટલી ઍક્ટિવિટી નથી કરતા. શારીરિક શ્રમ આપણે રહ્યો નથી અને સૌથી અગત્યની વાત આપણો ખોરાક પણ બદલાઈ ગયો છે. હેલ્ધી ફૂડના બદલે આપણે ફાસ્ટ ફૂડ કે પછી રેડીમેડ ફૂડ તરફ વળી ગયા છીએ.

મને યાદ છે ત્રણ વર્ષ પહેલાં જ્યારે ‘લવની ભવાઈ’નું મારું સૉન્ગ ‘વાલમ આવોને...’ સુપરહિટ થયું અને હું રાતોરાત સ્ટાર બની ગયો ત્યારે એટલા સ્ટેજ શો, પબ્લિક અપિયરન્સ આવ્યા કે વાત ન પૂછો. એ સમયે મારું વજન ૯૪ કિલો હતું. શરૂઆતમાં તો મને ખ્યાલ ન આવ્યો કે એનર્જેટિક પર્ફોર્મન્સ માટે બૉડીમાં એટલી જ એનર્જી પણ જોઈએ પણ ધીરે-ધીરે એવું લાગવા માંડ્યું કે મારી બૉડી એનર્જીલેસ થવા માંડ્યું છે. સતત ત્રણચાર કલાક સ્ટેજ પર માત્ર ઊભા રહેવું પણ અઘરું છે અને એમાં મારું કામ તો સાથે ગાવાનું પણ. હું થાકી જાઉં, રીતસર મને લાગે કે હું હવે ઊભો નહીં રહી શકું. એ પછી મેં એમાંથી બહાર આવવા માટે એક્સરસાઇઝ ચાલુ કરી. શરૂઆતમાં મારી બૉડી-વેઇટ ટ્રેઇનિંગ થઈ. એ સમયે મને સમજાયું કે બૉડીનું વજન ઉપાડવું એ પણ બૉડી માટે એક ટાસ્ક છે અને એ ટાસ્ક માટે પણ બૉડીને પ્રૉપર શેપ આપવો પડે.



આજે ઘણા લોકોને આખો દિવસ લેગ-ક્રૅમ્પની કમ્પ્લેઇન્ટ રહે છે એની પાછળનાં કારણોમાંનું એક કારણ આ જ છે કે બૉડી-વેઇટ ટ્રેઇનિંગ છૂટી ગઈ છે.


જીના યહાં, મરના યહાં...

રોજ એક કલાક જિમમાં એક્સરસાઇઝ કરવાની જ કરવાની. દુનિયા ઉપરથી નીચે પડે તો પણ કરવાની. એક્સરસાઇઝ દરમ્યાન ખબર પડે કે આપણી બૉડી સાચે જ કેવી મહેનત માટે બની છે પણ એને ખરાબ રીતે કાટ લગાવી દીધો છે. એક્સરસાઇઝ તમારા એકેએક જૉઇન્ટ્સ ઓપન કરે છે. પુશઅપ્સમાં શરૂઆતમાં તમારે બૉડીને વધારે ને વધારે ઉપર લાવવા તાકાત લગાવવી પડે. આ તાકાત લગાડવાનું કારણ આપણી બૉડીની ફૅટ. આપણે એટલી એક્સ્ટ્રા ફૅટ બૉડી કૉર્નરમાં ભરી રાખી છે જેને લીધે એ ફૅટ બૉડીને ઉપર આવવામાં અવરોધ ઊભો કરે છે.


ફિટનેસનું એવું છે કે તમને એની આદત પડી જાય પછી એ આદત છૂટે નહીં. ત્રણ વર્ષ પહેલાં મેં એક્સરસાઇઝ ચાલુ કરી ત્યારે એમ હતું કે ચાર-છ મહિના પછી હું છોડી દઈશ. પણ ના, એ આજે પણ ચાલુ છે. લૉકડાઉન દરમિયાન પણ હું ટ્રેનરને ફોન કરીને મારું વર્કઆઉટ શેડ્યુલ કન્ફર્મ કરી રોજ ઘરે એક કલાક વર્કઆઉટ કરી લઉં. જો તમને એમ હોય કે જિમમાં જઈને જ ફિીટ થઈ શકાય તો એ ખોટું છે. જિમ તમને એન્વાયર્નમેન્ટ આપે. બાકી વિલપાવર મજબૂત હોય તો જિમ વિના પણ ઘરે એક્સરસાઇઝ કરી શકો. આપણા ગુજરાતીઓની એક ખાસિયત મેં નોટિસ કરી છે. એ શરમાય બહુ, ખાસ કરીને એક્સરસાઇઝમાં. પોતાના જ ઘરનાઓ તેની સામે જુએ તો પણ તેને એક્સરસાઇઝ કરવામાં શરમ આવે. આ શરમ છોડી દેવી જોઈએ. કોઈ પણ જાતના સાધનો વગર પણ તમે ઘરે પુશઅપ્સ, પુલઅપ્સ, પ્લૅન્ક્સ જેવી એક્સરસાઇઝ કરી શકો છો. એક્સરસાઇઝનો સૌથી મોટો બેનિફિટ એ કે એને લીધે બીમારીમાંથી પણ ઝડપથી બહાર આવી જવાય છે.

એક ગર્મ ચાઇ કી પ્યાલી હો...

એક્સરસાઇઝથી ડાયટ ચાર્ટ પણ આપોઆપ કન્ટ્રોલવાળો થઈ જાય છે. હું જરૂરી હોય એ જ ખાવાનું રાખું છું. બહારમાં મોસ્ટ્લી દાળ-ભાત કે પછી દહીં-ભાત જ ખાધાં હોય. અવેલબેલ હોય તો બ્રાઉન રાઇસ લઉં. દાળ થોડી થિક જોઈએ અને એની ક્વૉન્ટિટી વધારે હોય. ફૂડ ન મળે તો બૉઇલ્ડ વેજિટેબલ્સ કે પછી ફ્રૂટ્સથી ચલાવી લઉં. સાંજે સાત પછી ખાવાનું નહીં એ પણ મારો નિયમ છે અને તીખું, તળેલું કે પછી આઇસક્રીમ જેવી વરાઇટી તો સિંગર હોવાના કારણે પણ હું અવૉઇડ કરતો હોઉં છું. મને યાદ નથી કે મેં ખાંડ પણ છેલ્લે ક્યારેય ખાધી હશે. ચાની મને આદત ખરી, પણ મારી ચામાં જૅગરી પાઉડર (ગોળ) હોય.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2021 03:18 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK