Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જે સિસ્ટમ તમને વાઇરસથી બચાવે છે એને બચાવવા માટે તમે શું કરો છો બોલો?

જે સિસ્ટમ તમને વાઇરસથી બચાવે છે એને બચાવવા માટે તમે શું કરો છો બોલો?

07 December, 2022 02:18 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરના કચરાને ફિલ્ટર કરવાનું મહત્ત્વપૂર્ણ કામ કરતી શરીરની બહુ જ મહત્ત્વપૂર્ણ લિમ્ફેટિક સિસ્ટમ શું છે અને લિમ્ફેટિક સિસ્ટમમાં ફાચર પડે તો શું થઈ શકે અને યોગ એના મેઇન્ટેનન્સમાં તમને કઈ રીતે મદદ કરી શકે એ જાણી લો આજે

જે સિસ્ટમ તમને વાઇરસથી બચાવે છે એને બચાવવા માટે તમે શું કરો છો બોલો? રોજેરોજ યોગ

જે સિસ્ટમ તમને વાઇરસથી બચાવે છે એને બચાવવા માટે તમે શું કરો છો બોલો?


જો આપણી લિમ્ફેટિક સિસ્ટમ સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું ચોવીસથી અડતાલીસ કલાકમાં રામ નામ સત્ય હૈ થઈ શકે છે.

આ બે પ્રૅક્ટિસ બેસ્ટ છે!
ડાયફ્રૅગ્મૅટિક અથવા તો ઍબ્ડોમિનલ બ્રીધિંગ : પેટથી શ્વાસ લેવા. શ્વાસ અંદર જાય ત્યારે પેટ બહાર અને શ્વાસ બહાર આવે ત્યારે પેટ અંદર. ફુગ્ગાની જેમ હવા અંદર જાય એમ પેટ ફુલાય અને હવા બહાર નીકળતાં પેટનું અંદરની બાજુ સંકુચન થાય. આ અભ્યાસ પણ તમારી લિમ્ફેટિક સિસ્ટમમાં બહુ જ અદ્ભુત પરિણામ આપે છે. પેટની આ મૂવમેન્ટ સાથે તમારા પેટ અને છાતી વચ્ચે રહેલા ડાયફ્રામ મસલ્સમાં હલનચલન થાય છે અને એ તમારા લિમ્ફેટિક ફ્લોને સ્મૂધ કરવામાં મદદરૂપ બને છે. અહીં ડાયાફ્રામ નામનો સ્નાયુ એક પમ્પની જેમ કામ કરે છે. 



બાકી બધું જ: મસલ્સને ટેન્સ કરો અને રિલીઝ કરો. આ પ્રકારનો અભ્યાસ શરીરમાં રક્તપરિભ્રમણ વધારશે એટલે કે લિમ્ફેટિક ફ્લુઇડનું સર્ક્યુલેશન પણ સુધરશે જ એનાથી. અશ્વિની મુદ્રા, મૂલબંધ, આખા શરીરનું સ્ટ્રેચિંગ થાય એવું યષ્ટિકાસન, ઉષ્ટ્રાસન, અધોમુખ શ્વનાસન, સશાંકાસન જેવાં લગભગ બધાં જ આસનો અને સૂક્ષ્મ વ્યાયામ, ભસ્ત્રિકા અને કપાલભાતિ જેવા અભ્યાસો અને નર્વસ સિસ્ટમથી લઈને શરીરની નર્વ્સ અને કપિલરીઝને રિલૅક્સ કરતા ભ્રામરી અને નાડીશુદ્ધિ પ્રાણાયામ પણ તમારી લિમ્ફેટિક સિસ્ટમ માટે ફાયદાકારક છે.


Diaphragmatic Breathing

વિપરીત કરણી અને સર્વાંગાસન: તમારા પગ નેવુંના ઍન્ગલ પર ઉપરની તરફ રહે અને માથું નીચે રહે એનાથી ગુરુત્વાકર્ષણ બળની સહાયથી બ્લડ ફ્લો મસ્તિષ્ક તરફ વધતો હોય છે, જેનાથી તમારી લિમ્ફેટિક નર્વ્સમાં રહેલા સફેદ પ્રવાહીની ગતિમાં ઝડપ ઉમેરાવાથી કોઈ પણ નડતર હોય તો એ ફોર્સને કારણે દૂર થઈ જાય છે. દીવાલના સપોર્ટથી પણ પગ ઉપર અને માથું નીચે રહે અને તમે જમીન અથવા બેડ પર દીવાલના સહારે સૂઈ રહો એ પોઝિશનમાં રોજ દસ મિનિટ પણ રહેવાથી ઘણી સમસ્યાઓ પર કાબૂ આવવા માંડશે. 


આપણા શરીરને ટકાવી રાખવાનું કામ શરીરની જુદી-જુદી સિસ્ટમ જુદી-જુદી રીતે કરે છે. જેમ કે આપણું પાચનતંત્ર ખોરાકને પચાવવાનું અને પચેલા ખોરાકને ઍબ્સૉર્બ કરવાનું કામ કરે, કા‌ર્ડિયો વૅસ્ક્યુલર સિસ્ટમ હૃદયથી લોહી શરીરના જુદા-જુદા હિસ્સામાં અને અશુદ્ધ લોહીને શરીરના જુદા-જુદા હિસ્સાથી હૃદય તરફ લાવે છે. એવી જ રીતે બહુ જ મહત્ત્વની અને ભાગ્યે જ જેની ચર્ચા થતી હોય છે એવી એક સિસ્ટમ આપણા શરીરમાં છે, જેનું નામ છે લિમ્ફેટિક સિસ્ટમ. આખા શરીરમાં એનું નેટવર્ક ફેલાયેલું છે અને શરીરમાં ચયાપચયની ક્રિયા દરમ્યાન અને અન્ય ઍક્ટિવિટી દરમ્યાન જે કચરો પેદા થાય, શરીરમાં કોઈ વાઇરસ પેસી જાય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની નકામી ચીજ શરીરમાં એન્ટ્રી મારે તો એને પતલી ગલીથી બહાર કાઢવાનું કામ આ લિમ્ફેટિક સિસ્ટમ કરે છે. આવડા મોટા શરીરમાં પ્રસરેલા ડિસ્ટ્રિબ્યુશન અને ફિલ્ટરેશન નેટવર્કમાં ફાચર પડે કે એના ફંક્શનિંગમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ઊભો થાય તો એની ઇન્સ્ટન્ટ અસર ઇન્ફેક્શન્સ અને શરીરમાં સોજાના રૂપે દેખાતી હોય છે. બહુ જ સાઇલન્ટ્લી પોતાનું કામ કરતી આપણી લિમ્ફેટિક સિસ્ટમ શું છે અને એની જાળવણી માટે યોગનો ઉપયોગ કેમ કરવો એ વિશે જાણીએ આજે. 

Dr. Mrutyunjay Rathore

એક્ઝૅક્ટ્લી શું છે?
લિમ્ફેટિક સિસ્ટમના બંધારણ વિશે ઑલ ઇન્ડિયા ‌ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના અનાટમીના પ્રોફેસર ડૉ. મૃત્યુંજય રાઠોર કહે છે, ‘લિમ્ફેટિક સિસ્ટમ લિમ્ફ, લિમ્ફ નોડ્સ, લિમ્ફેટિક વેસલ્સ અને કનેક્ટિંગ ડક્ટ જેવી બાબતોથી બનેલી છે. એમાં લિમ્ફ એટલે કે એક પ્રકારનું સફેદ ફ્લુઇડ (જે સફેદ રક્ત કણો ઉપરાંત બૅક્ટેરિયા, વાઇરસ, પ્રોટીન, ફૅટ, મિનરલ્સ, ડૅમેજ્ડ સેલ્સ, ડેડ સેલ્સ, કૅન્સરના કોષો વગેરેથી બનેલું હોય), લિમ્ફ નોડ્સ એટલે કે રાજમાના આકારવાળી એક ગ્રંથિ;‌ જે ફિલ્ટરેશનનું કામ કરે, લિમ્ફેટિક વેસલ્સ એટલે કે આ સફેદ પ્રવાહી જેમાં ટ્રાવેલ કરે એ નળીઓ અને આ નળીઓ જ્યાં પોતાના પાસે રહેલું લિમ્ફ લિક્વિડ ખાલી કરે એ પાર્ટ એટલે કનેક્ટિંગ ડક્ટ - આ બધાથી આપણી લિમ્ફેટિક સિસ્ટમ બનેલી છે. આ સિસ્ટમ મહત્ત્વની છે, કારણ કે તમારા શરીરને બીમારીથી બચાવવાથી માંડીને શરીરમાં ફ્લુઇડ લેવલ જાળવી રાખવાનું, આંતરડામાં ચરબીનું પાચન કરાવીને એનાં પોષક તત્ત્વો ઍબ્સૉર્બ કરવામાં અને સેલ્યુલર વેઇસ્ટને દૂર કરવામાં એનો રોલ મહત્ત્વનો છે. શરીરના કચરાનું ફિલ્ટર કરતી લગભગ ૭૦૦ જેટલી લિમ્ફ નોડ્સ શરીરના જુદા-જુદા હિસ્સામાં છે, જેમાં મુખ્ય લિમ્ફ નોડ્સ ગણાવવી હોય તો તમારી બગલના ભાગમાં, ગરદનના ભાગમાં, તમારા ટૉન્સિલ્સ પણ લિમ્ફેટિક સિસ્ટમનો ભાગ છે. અત્યાર સુધી જેને યુઝલેસ ગણીને ઉતારી પાડવામાં આવતું હતું એ નાના અને મોટા આંતરડા વચ્ચે આવેલું ઍપેન્ડિક્સ પણ લિમ્ફેટિક સિસ્ટમનો ભાગ છે. તમારી સાથળના જૉઇન્ટ્સ, ગ્રોઇન એરિયામાં, સ્પ્લીન, બોન મૅરો વગેરે લિમ્ફેટિક નોડ્સ છે. શરીરમાં સફેદ પ્રવાહીને ફિલ્ટર કરીને એને ફરી બ્લડને સોંપી દેવાનું કામ કરતી આ સિસ્ટમમાં જ્યારે ગરબડ ઊભી થાય ત્યારે બીમારીઓ સામે લડવાની આપણી ક્ષમતા નબળી પડતી હોય છે. શરીરમાં સોજા આવતા હોય છે. કૅન્સરના સેલ એક ભાગમાંથી બીજા ભાગમાં ફેલાવા માટે પણ આ સિસ્ટમનો સહારો લેતા હોય છે. શરીરમાં ટૉક્સિન્સ વધવાથી ધીમે-ધીમે ઑર્ગન્સ ડૅમેજ થતાં હોય છે. જો આપણી લિમ્ફેટિક સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું ચોવીસથી અડતાલીસ કલાકમાં રામ નામ સત્ય હૈ થઈ શકે છે. એ પણ જાણવું મહત્ત્વનું છે કે શરીરમાં અન્ય સિસ્ટમને મદદ કરવા માટે વ્યવસ્થા છે, પરંતુ લિમ્ફેટિક સિસ્ટમ આપબળે જ કામ કરે છે.  જેમ કે સર્ક્યુલેટરી સિસ્ટમની વાત કરીએ તો એ વ્યવસ્થિત કામ કરી શકે એ માટે હાર્ટ પમ્પિંગનું કામ કરે છે, પરંતુ લિમ્ફેટિક સિસ્ટમ પાસે આવો કોઈ હેલ્પિંગ હૅન્ડ નથી. બેશક કસરત, સ્ટ્રેચિંગ અને પ્રૉપર આહાર-વિહાર દ્વારા લિમ્ફેટિક સિસ્ટમને મદદ મળે છે અને યોગના કેટલાક અભ્યાસ તો શરીરના ફ્લુઇડને નિ:સંકટ કામ કરવામાં બહુ જ ઉપયોગી સાબિત થાય છે.’ 

Shuddhikaran

શુદ્ધીકરણનો સવાલ
માથાથી લઈને પગના અંગૂઠા સુધી લિમ્ફેટિક સિસ્ટમનું નેટવર્ક ફેલાયેલું છે અને એટલે જ જ્યારે લિમ્ફ નોડ જે ભાગમાં ફિલ્ટરેશન ન કરે ત્યાં કચરાનો ભરાવો થવાથી સોજા આવવાનું શરૂ થાય એ એની પહેલી નિશાની છે. ડૉ. મૃત્યુંજર રાઠોર કહે છે, ‘લિમ્ફ વેસલ્સ તમારા સ્નાયુઓ અને હાડકાંની વચ્ચેથી પસાર થાય છે અને જ્યારે-જ્યારે તમે સંકુચન અને પ્રસરણ એટલે કે કૉન્ટ્રૅક્શન અને રિલૅક્સેશન કરો, જ્યારે-જ્યારે તમે સ્ટ્રેચિંગ કરો ત્યારે એની સીધી અસર તમારા લિમ્ફ નોડ્સ પર જ પડતી હોય છે. ધારો કે પાઇપમાં કચરો ભરાયેલો છે અને ત્યાં તમે સહેજ પ્રેશર આવે એવી રીતે ફ્લો વધારો અને ઘટાડો તો ધીમે-ધીમે એ કચરો ખસવા માંડશેને? આ જ અસર થતી હોય છે શરીર પર યોગની. આખા શરીરમાં સ્ટ્રેચિંગથી લિમ્ફેટિક સિસ્ટમમાં આ લાભ થતો હોય છે. તમે સૂક્ષ્મ વ્યાયામ કરો, વિશેષ પ્રકારનાં આસન કરો, માથું નીચે અને પગ ઉપર રહે એવાં ઇન્વર્ઝનવાળાં આસનો કરો તો એ તમારી લિમ્ફેટિક સિસ્ટમ માટે ખૂબ જ જોરદાર પરિણામ આપી શકે છે. એ સિવાય સારી માત્રામાં પાણી પીવું, પોષક તત્ત્વોવાળો આહાર કરવો અને ઍક્ટિવ રહેવું એટલું જ કરવાથી લિમ્ફેટિક સિસ્ટમની ઓવરઑલ હેલ્થ જળવાયેલી રહેશે. યોગ કરવાથી ચહેરા પર તેજ અને હળવાશ અનુભવાય છે એનું કારણ પણ આ જ છે કે તમારા શરીરની ગંદકી સાફ કરનારી લિમ્ફેટિક સિસ્ટમ સારી રીતે કામ કરવા માંડી છે.’

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2022 02:18 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK