Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૭)

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૭)

03 December, 2022 10:22 PM IST | Mumbai
Aashu Patel | feedbackgmd@mid-day.com

‘પૃથ્વીરાજ સિંહ શેખાવત હૉલીવુડની ફિલ્મ માટે ત્રણસો કરોડ રૂપિયા ચાર્જ કરવાનો છે. વેઇટ ઍન્ડ વૉચ, ડિયર,’ પૃથ્વીરાજે અહંકારભર્યા સ્વરે કહ્યું

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૭)

નવલકથા

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૭)


‘હમણાં ને હમણાં તો નહીં નીકળી શકું, જાન. મારે એક સોશ્યલ કમિટમેન્ટ છે એટલે ત્યાં પાંચ-સાત મિનિટ હાજરી આપીને નીકળી શકીશ અને આમ પણ તારી ફિલ્મનું શૂટિંગ ચાલુ છે’

‘પૃથ્વી, ડોન્ટ ફરગેટ પ્લીઝ. આઇ વૉન્ટ ટુ ગિવ અ સરપ્રાઇઝ ટુ માય આન્ટી. શી ઇઝ યૉર બિગેસ્ટ ફૅન!’
પાયલ મિશ્રા તેની માસીની બર્થ-ડે પાર્ટીમાં આવવા માટે પૃથ્વીને ફોન પર આમંત્રણ આપી રહી હતી.
‘યસ, ડાર્લિંગ. આઇ વિલ બી ધેર. બટ વિલ કમ ફૉર અ ફ્યુ મિનટ્સ ઓન્લી. મારે તરત જ નીકળી જવું પડશે. રાતે હૉલીવુડના એક ડિરેક્ટર સાથે મારી મીટિંગ છે,’ પૃથ્વીએ કહ્યું.
‘વાઓ! ધૅટ્સ ગ્રેટ, બેબી!’ પાયલે ઉત્તેજિત અવાજે કહ્યું. જોકે બીજી જ સેકન્ડે તેના અવાજમાં ફરિયાદનો સૂર ભળી ગયો, ‘તું મને આટલી મોટી વાત કહેતો પણ નથી! હું તારી સાથે બોલવાનું જ બંધ કરી દઈશ!’
પૃથ્વી હસી પડ્યો. તેણે કહ્યું, ‘અરે, ડિયર! આ તને કહ્યું જને!’
‘અત્યારે છેક? આ મીટિંગ આજે જ તો પ્લાન નહીં થઈ હોયને!’ પાયલના અવાજમાં અકળામણ હતી.  
‘આઇ સ્વેર, મારી મૅનેજર સીમા સિવાય કોઈને આ મીટિંગ વિશે ખબર નથી. ઍક્ચ્યુઅલી આઇ  વૉન્ટેડ ટુ ગિવ યુ અ સરપ્રાઇઝ,’ પૃથ્વીએ બચાવ કર્યો. અને પછી તેને યાદ આવ્યું કે આક્રમણ એ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર છે એટલે તેણે સામી ફરિયાદ કરી, ‘તારા પૃથ્વીને હૉલીવુડવાળા સામેથી ઇન્વાઇટ કરી રહ્યા છે એ વાતથી રાજી થવાને બદલે તું નારાજ થઈ રહી છે કે મેં તને આ વાત કહી નહીં! આઇ ઍમ હર્ટ!’
‘નો, નો બેબી! ડોન્ટ થિન્ક લાઇક ધૅટ! આય’મ સૉરી, બેબી,’ સ્માર્ટ પાયલે તરત જ પીછેહઠ કરી લીધી.
‘ઇટ્સ ઓકે. બટ ડોન્ટ ડૂ સચ થિંગ અગેઇન,’ પૃથ્વીએ તેની સામે બેઠેલા બી ગ્રેડ ઍક્ટર અને તેના સંઘર્ષના સમયના દોસ્ત અરુણકુમાર સામે આંખ મિચકારતાં કહ્યું. 
અરુણકુમારે લુચ્ચું સ્મિત કર્યું.
‘સૉરી, બેબી,’ પાયલે કહ્યું અને પછી વાત બીજી દિશામાં વાળતાં કહ્યું, ‘તેં મવૂર રાસ્તોગીની નવી ફિલ્મ માટે એકસો ચાલીસ કરોડ રૂપિયા ફી લીધી એવા સમાચાર આજે ‘બૉલીવુડ ટાઇમ્સ’માં વાંચ્યા. આય’મ સો હૅપી ફૉર યુ!’          
પૃથ્વી ખડખડાટ હસી પડ્યો.
‘કેમ હસવું આવ્યું તને?’ પાયલે સહેજ મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું.
‘પૃથ્વીરાજ સિંહ શેખાવત હૉલીવુડની ફિલ્મ માટે ત્રણસો કરોડ રૂપિયા ચાર્જ કરવાનો છે. વેઇટ ઍન્ડ વૉચ, ડિયર,’ પૃથ્વીરાજે અહંકારભર્યા સ્વરે કહ્યું.
પાયલ હસી પડી.  
‘પ્રાઉડ ઑફ યુ, બેબી,’ તેણે કહ્યું અને પછી મુદ્દાની વાત કહી દીધી, ‘પૃથ્વી, હૉલીવુડની ફિલ્મમાં અભિનય કરવાનું મારું પણ સપનું છે.‘
‘આઇ નો ડિયર. હું આ ફિલ્મ સાઇન કરીશ તો એમાં તારો ઇમ્પોર્ટન્ટ રોલ હશે જ. પ્રૉમિસ.’
‘થૅન્ક યુ બેબી ફૉર ઑલ યૉર લવ ઍન્ડ કૅર ફૉર મી. લવ યુ.’ પાયલે અવાજમાં શક્ય એટલી મીઠાશ ઉમેરતાં અત્યંત માદક અવાજે કહ્યું.
‘આઇ લવ યુ ટૂ, સ્વીટુ. સી યુ ઍટ નાઇટ,’ પૃથ્વીએ વાત ટૂંકાવતાં કહ્યું.
‘સી યુ, ડિયર,’ પાયલે ફોન પર ટીનેજરની જેમ કિસનો અવાજ કરતાં કહ્યું. 
પૃથ્વીએ કૉલ ડિસ્કનેક્ટ કર્યો એ સાથે અરુણકુમારે કહ્યું ઊભા થતાં-થતાં કહ્યું, ‘તું મરવાનો છે એક વાર છોકરીઓના ચક્કરમાં!’
‘એક વાર તો બધાએ મરવાનું જ છેને યાર! તો પછી જલસા કરીને કેમ ન મરવું?’ બોલતાં-બોલતાં પૃથ્વી હસી પડ્યો.
‘તું તારે કર જલસા! હું ભાગું છું ઍરપોર્ટ તરફ. હું ઑલરેડી લેટ છું. બાય!’ અરુણકુમારે કહ્યું.
‘ચાલ, મારે પણ સોફિયાને લઈને લોનાવલા ફાર્મહાઉસ જવાનું છે! બાય!’   
lll



આ પણ વાંચો : સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ 6)


‘પૃથ્વી, તારો પર્સનલ નંબર ક્યારનો કેમ બિઝી આવે છે?‘
પૃથ્વીની ગર્લફ્રેન્ડ સોફિયા ફરિયાદના સૂરમાં પૂછી રહી હતી.
‘સૉરી, બેબી. એક ઇમ્પોર્ટન્ટ કૉલ આવી ગયો હતો નહીં તો તારાથી વધુ ઇમ્પોર્ટન્ટ કૉલ મારા માટે કોનો હોઈ શકે?’ પૃથ્વીએ બચાવના સૂરમાં કહ્યું.  
‘કમ ઑન, પૃથ્વી. પોલીસે તારો કૉલ રેકૉર્ડિંગમાં નાખ્યો હશે તો વળી અન્ડરવર્લ્ડ ડૉન હૈદરની જેમ તારી ઑડિયો ક્લિપ પણ મીડિયા સુધી પહોંચી જશે અને લોકો ટીખળ કરશે કે ડૉન દાઉદની જેમ બૉલીવુડનો સુપરસ્ટાર પૃથ્વીરાજ પણ તેની મિસ ઇન્ડિયા ગર્લફ્રેન્ડની ચમચાગીરી કરતો હોય છે!’ સોફિયા હસી પડી.
‘આ દેશમાં હજી તો એવો કોઈ પોલીસવાળો પાક્યો નથી કે જે પૃથ્વીરાજનો ફોન-નંબર રેકૉર્ડિંગમાં નાખવાની હિંમત કરી શકે!’ પૃથ્વીરાજે ઘમંડથી છલકાતા સ્વરે કહ્યું.
‘અરે! કમ ઑન, યાર! તું તો સિરિયસ થઈ ગયો! આઇ વૉઝ જસ્ટ કિડિંગ. આઇ નો કે મારા પૃથ્વીનો પાવર શું છે!’ સોફિયાએ વાત વાળી લેતાં કહ્યું અને પછી પૂછ્યું, ‘કેવી રહી તારી મીટિંગ હૉલીવુડના ડિરેક્ટર સાથે?’
‘ફૅન્ટેસ્ટિક. આ મહિનાના અંત સુધીમાં મારી શરતો પ્રમાણે ઍગ્રીમેન્ટ બનીને આવી જશે.’
‘વાઓ! કૉન્ગ્રેચ્યુલેશન્સ, માય લવ. સોઓઓઓ પ્રાઉડ ઑફ યુ!’ સોફિયા ઊછળી પડી.
‘કૉન્ગ્રેચ્યુલેશન્સ ટુ અસ, બેબી! એ મલ્ટિસ્ટારર મૂવીમાં મારી સામે હિરોઇન તરીકે તું હોઈશ!’
‘વાઓ..! આય’મ સ્પીચલેસ, બેબી! લવ યુ સોઓઓઓઓ મચ!’ સોફિયા જાણે સાતમા આસમાનમાં વિહરવા લાગી!
‘લવ યુ, જાન. લેટ્સ સેલિબ્રેટ ટુનાઇટ ઍટ માય લોનાવલા ફાર્મહાઉસ.’
‘યસ, બેબી. આય’મ સોઓઓઓ એક્સાઇટેડ! લેટ્સ ગો રાઇટ નાઓ!’ સોફિયાએ થનગનાટભર્યા સ્વરે કહ્યું.
‘હમણાં ને હમણાં તો નહીં નીકળી શકું, જાન. મારે એક સોશ્યલ કમિટમેન્ટ છે એટલે ત્યાં પાંચ-સાત મિનટ હાજરી આપીને નીકળી શકીશ અને આમ પણ તારી ફિલ્મનું શૂટિંગ ચાલુ છે.’
‘યસ, પણ મારું શૂટિંગ પનવેલમાં જ ચાલી રહ્યું છે!’
‘મને ખબર છે, જાન. એટલે જ લોનાવલાનું કહ્યું! આઇ વિલ પિક યુ અપ એટ અરાઉન્ડ ઇલેવન.’
‘યુ આર સો કૅરિંગ, બેબીઇઇઇ. લવ યુઉઉઉઉ.’
‘લવ યુ, જાન.‘   
lll
 ‘વાઘમારે, અન્ડરવર્લ્ડ કી તરહ બૉલીવુડ મેં ગૅન્ગવૉર શુરુ હો જાએગી ઐસા લગ રહા હૈ. પૃથ્વીરાજ ઔર શાહનવાઝ ઔર વો દોનોં કે કરીબી લોગોં પે નઝર રખના. ઔર યાદ રખના, કિસી કો ભી એન્કાઉન્ટર મેં ઉડાના નહીં હૈ!’
મુંબઈના પોલીસ-કમિશનર સલીમ શેખ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ તરીકે જાણીતા, ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટના સિનિયર ઇન્સ્પેક્ટર દતાત્રેય વાઘમારેને કહી રહ્યા હતા.
‘જી, સર,’ વાઘમારેએ કહ્યું.  
lll
‘વો રાત કો લોનાવલા કે જાને કે લિએ નિકલેગા,’
શાહનવાઝને કોઈ ફોન પર માહિતી આપી રહ્યું હતું.
‘પક્કી ખબર હૈ?’
‘હાં, ભાઈ,’ કૉલ કરનારી વ્યક્તિએ કહ્યું.
‘ઠીક હૈ,’ શાહનવાઝે કહ્યું અને કૉલ ડિસ્કનેક્ટ કર્યો.
એ પછી પોતાની વૅનિટી વૅનના અરીસા સામે જોઈને અટ્ટહાસ્ય કરતાં તે બોલી ઊઠ્યો,   
‘પૃથ્વી, તૂ લોનાવલા જાને કે લિએ નિકલેગા ઝરૂર લેકિન પહૂંચેગા નહીં! અબ તૂ સીધા જહન્નુમ મેં પહૂંચેગા!’
‘સર..’
શાહનવાઝ અરીસા સામે જોતાં-જોતાં સ્વગત બોલી રહ્યો હતો એ જ વખતે તેના કાને કોઈનો અવાજ પડ્યો અને તે ચોંકી ઊઠ્યો!
 lll
 ‘ફરીદ...’
ડૉન હૈદર તેના ખાસ માણસને આદેશ આપી રહ્યો હતો.
‘જી, ભાઈ,’ ફરીદે કહ્યું.
‘અપને લોગ કો કામ પે લગા દે. ઔર સૂન...’ હૈદરે આગળ કહ્યું.
‘લેકિન પુલિસ...‘ હૈદરે વાત પૂરી કરી એટલે ફરીદ કશુંક બોલવા ગયો.
‘મૈં બોલ રહા હૂં ઇતના કર તૂ... ‘ હૈદરે તેને આગળ બોલતો અટકાવીને ધારદાર અવાજે કહ્યું. 
lll

આ પણ વાંચો : સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ 5)


‘આ સાલો પૃથ્વી મહા ચાલુ ચીજ છે!’
મુંબઈ પોલીસના ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટના સિનિયર ઇન્સ્પેક્ટર દતાત્રેય વાઘમારેના અંગત દોસ્ત એવા સબ ઇન્સ્પેક્ટર રશ્મિન શાહે ખડખડાટ હસતાં કહ્યું.
સુપરસ્ટાર પૃથ્વીરાજે થોડી મિનિટ દરમિયાન જ નંબર વન હિરોઇન પાયલ મિશ્રા અને પછી નવોદિત ઍક્ટ્રેસ સોફિયા શરણ સાથે ફોન પર જે વાત કરી હતી એ તે બન્ને સાંભળી રહ્યા હતા. એમાંય પૃથ્વીરાજ જે રીતે પાયલ અને સોફિયા સાથે વાત કરી રહ્યો હતો એ સાંભળીને વાઘમારે પણ હસવું ખાળી શક્યા નહોતા.
સબ ઇન્સ્પેક્ટર રશ્મિને કહ્યું, ‘અમારા પ્રખ્યાત ગુજરાતી કવિ ડૉક્ટર મુકુલ ચોકસી મને યાદ આવી ગયા.’
વાઘમારેએ પૂછ્યું, ‘કેમ?’
રશ્મિને કહ્યું, ‘મુકુલ ચોકસીનો એક શેર છે : ‘છે કશિશ એવી કાયા કસુંબલમાં સજનવા, જાન સામેથી લૂંટાવા ચાલી ચંબલમાં સજનવા!’ આ પૃથ્વી સોફિયા શરણની કસુંબલ કાયાને કારણે લૂંટાવા તૈયાર થયો છે!’   
વાઘમારે હસી પડ્યા. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે તું પોલીસ-અધિકારી બનવાને બદલે સાહિત્યકાર બન્યો હોત તો વધુ સારું થાત!’
રશ્મિને પૂછ્યું, ‘આવું શા માટે કહો છો, સર? મારે તો પત્રકારત્વમાં જ જવું હતું, પણ તમે મને પરાણે પોલીસ-અધિકારી બનાવ્યો. તમે જ તો કહ્યું હતું કે પત્રકારો પાસે વર્ચ્યુઅલ પાવર હોય છે જ્યારે પોલીસ-અધિકારી પાસે ઍક્ચ્યુઅલ પાવર હોય છે. તમે જ મને પરાણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં લાવ્યા અને હવે તમે જ મને કહો છો કે હું સાહિત્યક્ષેત્રે ગયો હોત તો સારું થાત!’
વાઘમારે મજાકના મૂડમાં હતા. તેમણે કહ્યું, ‘તારી બૉડી, હાઇટ અને પર્સનાલિટીને કારણે તને પોલીસ-અધિકારી બનવાનું સૂચન મેં કર્યું હતું, પણ તારી વાતે-વાતે શેરો-શાયરીઓ કહેવાની આદતને કારણે મને લાગે છે કે તારે સાહિત્યકાર બનવાની જરૂર હતી! તું સાહિત્યક્ષેત્રે ગયો હોત તો સાહિત્યના ક્ષેત્રને ફાયદો થયો હોત કે નહીં એ વિષે તો મને ખાતરી નથી, પણ મને ચોક્કસ ફાયદો થયો હોત! આ તો સારું છે કે હું મુંબઈના ગુજરાતી વિસ્તારમાં ગુજરાતીઓની વચ્ચે મોટો થયો છું એટલે ગુજરાતી સમજું છું નહીં તો તું આ  શેરો-શાયરીઓથી મને રોજ ટૉર્ચર કરતો હોત!’
રશ્મિન હસી પડ્યો. તેણે કહ્યું, ‘સર, હું તમારા પૉલ્ટ્રી ફાર્મનું જ ઈંડું છું.’
વાઘમારેએ કહ્યું, ‘હવે તું મારા પોલ્ટ્રી ફાર્મના ઈંડા જેવો નથી રહ્યો. હવે તો તું પોતે જ આખા પૉલ્ટ્રી ફાર્મ સમો બની ગયો છે!’ પછી તેમણે ગંભીર થતાં લાગણીશીલ અવાજે ઉમેર્યું, ‘આઇ ઍમ પ્રાઉડ ઑફ યુ, ઢબ્બુ.’
રશ્મિન કશુંક બોલવા જતો હતો, પણ એ જ વખતે તેના મોબાઇલ ફોનની રિંગ વાગી : તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી...
એ રિંગટોન સાંભળીને વાઘમારેના ચહેરા પર ફરી એક વાર સ્મિત આવ્યું. રશ્મિન પોતાના મોબાઇલ ફોનના રિંગટોન તરીકે પણ ગુજરાતી ગીત કે ગઝલો રાખતો હતો!
એ દરમિયાન મોબાઇલ ફોનના સ્ક્રીન પર ફ્લૅશ થયેલું નામ જોઈને રશ્મિને તરત જ કૉલ રિસીવ કરીને ફોન કાને માંડી દીધો હતો.
કૉલ કરનારી વ્યક્તિએ કશીક માહિતી આપવાનું શરૂ કર્યું એ સાથે રશ્મિનના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેનો ચહેરો એકદમ તંગ થઈ ગયો. જોકે ફોન પર વાત કરતાં-કરતાં આદતવશ તે પોતાની મૂછને વળ ચડાવી રહ્યો હતો.
કૉલ કરનારાએ વાત પૂરી કરી એ સાથે રશ્મિને કૉલ ડિસ્કનેક્ટ કરીને વાઘમારેને કહ્યું, ‘સ...’
રશ્મિને આગળ જે શબ્દો કહ્યા એ સાંભળીને વાઘમારે ખુરશીમાંથી એ રીતે ઊભા થઈ ગયા જાણે તેમને ઇલેક્ટ્રિક કરન્ટ લાગ્યો હોય!

Whatsapp-channel Whatsapp-channel

03 December, 2022 10:22 PM IST | Mumbai | Aashu Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK