Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > ના પાડવામાં આપણે સંકોચ કરીએ, પણ નવી જનરેશન ખચકાટ વિના ના પાડી દે

ના પાડવામાં આપણે સંકોચ કરીએ, પણ નવી જનરેશન ખચકાટ વિના ના પાડી દે

04 July, 2024 10:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આપણા માટે આ કરવું અઘરું છે, પણ સાચું કહું તો એવું કરી લીધા પછી મનમાં શાંતિ તો રહે જ છે

પ્રતીકાત્મક તસવીર

મારી વાત

પ્રતીકાત્મક તસવીર


જો કોઈના ધ્યાનમાં હોય તો ફોર્ટમાં હૅન્ડલૂમ હાઉસની જે ઑફિસ છે એ ખાસ્સી વિશાળ જગ્યા છે. એ જગ્યાના મૂળ માલિક અમે. પહેલાં ત્યાં અમારું પ્રેસ, જ્યાંથી અમારું પેપર ‘પ્રજાતંત્ર’ પ્રસિદ્ધ થાય. મારા દાદા એ સમયની કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના વિધાનસભ્ય અને સાથોસાથ પત્રકાર પણ. આ વાત એટલા માટે કહું છું કે આ જે પ્રૉપર્ટી છે એનું પઝેશન મેળવવા અમારો કોર્ટમાં કેસ ચાલે છે અને એ કેસને વર્ષો વીતી ગયાં છે. દાદા અને ફાધરે દોસ્તીદાવે એ જગ્યા એમ જ વાપરવા આપી દીધી અને સંબંધોમાં કૉન્ટ્રૅક્ટ રિન્યુ પણ કર્યો નહીં જેને લીધે આજે એવી પરિસ્થિ‌ત‌િ છે કે મારે મારું કામ ભૂલીને પણ કોર્ટ અને વકીલોને ત્યાં ચક્કરો મારવાં પડે છે.


મારા સુધીની જે જનરેશન છે એ વિશ્વાસમાં બહુ ખેંચાઈ જતી. ના પાડવામાં આપણને બહુ સંકોચ થતો. ના પાડવી હોય તો પણ દસ વાર વિચારીએ કે ના પાડીશું ને સામેવાળાને ખરાબ લાગી ગયું તો? પણ આજની જે નવી જનરેશન છે એ આટલું લાંબું વિચારતી નથી. એના ફાયદાઓ છે તો ગેરફાયદાઓ પણ છે, પણ જો તમે લાંબું વિચારો તો એમાં લાભ વધુ છે. જે શક્ય ન હોય એના માટે એ અડધી જ મિનિટમાં ના પાડી દે છે અને એટલે મને લાગે છે કે એ આપણા કરતાં વધારે સુખી છે. એને કોઈ વાતનો ભાર નથી લાગતો. એના મોઢે ના સાંભળીને આપણે ભારે થઈ જઈએ, પણ એ તો મસ્તમૌલાની જેમ એકદમ ​રિલૅક્સ થઈને ફરતી હોય છે. બૅગેજ આ નવી જનરેશનમાં આવતું જ નથી. કહી પણ દે કે ભાર તમે રાખો, અમે શું કામ રાખીએ?



મારું ‘મિડ-ડે’ના એ તમામ પેરન્ટ્સ-વાચકોને કહેવું છે કે આ જે નવી જનરેશન છે એની પાસેથી શીખવાની કોશિશ કરજો, એના જેવા થવાની કોશિશ કરજો. કોઈ નાટકનું કૅરૅક્ટર મને ગમ્યું ન હોય પણ પ્રોડ્યુસર મારો ફ્રેન્ડ હોય તો મેં એ નાટક કરી લીધું હોય; પણ મારો સન તેજસ એવું નથી કરતો અને હવે તો તે મને પણ સમજાવે છે, શીખવાડે છે કે એવું નહીં કરવાનું.


ડોન્ટ સે યસ વેન યુ વૉન્ટ ટુ સે નો.

આપણા માટે આ કરવું અઘરું છે, પણ સાચું કહું તો એવું કરી લીધા પછી મનમાં શાંતિ તો રહે જ છે. હું ના પાડતાં શીખ્યો છું. એકદમ હાર્શ થઈને કે પછી આકરા થઈને ના પાડતાં મને હજી પણ નથી આવડતું, પણ એ શીખવા જેવું છે ખરું. જો તમે એક વાર ના પાડતાં શીખી ગયા તો એનો મોટો ફાયદો એ થશે કે તમે એક લક્ષ્મણરેખા આંકી દો છો, જેને લીધે ધીમે-ધીમે સામેવાળા પણ એ લક્ષ્મણરેખાને માન આપવાનું શરૂ કરી દે છે. આ નવી જનરેશન જેવી મેન્ટાલિટી જો મારા ફાધર અને ગ્રૅન્ડફાધરમાં હોત તો હું શ્યૉરલી એવું કહી શકું કે કોર્ટ અને વકીલોને ત્યાં મેં જે ચક્કરો માર્યાં એ મારે મારવાં ન પડ્યાં હોત.


 

- જયદીપ શાહ (ગુજરાતી રંગભૂમિના જાણીતા હાસ્યકલાકાર અને ડિરેક્ટર જયદીપ શાહ ગુજરાતી ફિલ્મોમાં પણ ઍક્ટિંગ કરે છે.)

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2024 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK