Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કરાવી નાખો ઘરની પણ પ્રોફેશનલ સફાઈ

કરાવી નાખો ઘરની પણ પ્રોફેશનલ સફાઈ

18 October, 2022 11:44 AM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

હોમ ક્લીનિંગ માટે પ્રોફેશનલ સર્વિસ હાયર કરવાનો કન્સેપ્ટ પૉપ્યુલર અને અફૉર્ડેબલ બની રહ્યો છે ત્યારે જાણીએ કે આ સર્વિસ કઈ રીતે કામ કરે છે અને એ માટે મહિલાઓએ શું ધ્યાનમાં રાખવાનું છે

પ્રતીકાત્મક તસવીર

દિવાળી સ્પેશ્યલ

પ્રતીકાત્મક તસવીર


અગાઉ દિવાળીની સાફ-સફાઈથી લઈને નાસ્તા બનાવવાની દરેક તૈયારીમાં ઘરના નાના-મોટા હરકોઈ હોંશે-હોંશે ભાગ લેતા હતા. ધીમે-ધીમે આ કલ્ચર ખતમ થઈ રહ્યું છે. ટેક્નૉલૉજીના જમાનામાં ઘણાં કામો સરળ થઈ ગયાં છે પણ એ માટે તમારે કામ તો કરવું જ પડે. મશીન કંઈ જાતે નથી ચાલવાનું. હોમ ઑર્ગેનાઇઝ્ડ, નાસ્તા બનાવવા અને શૉપિંગ બધું એકલા હાથે કરવું મુશ્કેલ છે. એમાંય દિવાળી પહેલાં ઘરની સાફ-સફાઈ કરવી ગૃહિણીઓ માટે ટાસ્ક છે. કામવાળી બાઈઓને અનેક ઘરમાં વધારાનું કામ નીકળે છે તેથી વધુ પૈસા આપતાં પણ તેઓ દાદ આપતી નથી. પરિણામે દિવાળી ટાણે ગૃહિણીઓનું પ્રેશર વધી જાય છે. બીજી તરફ આજની મૉડર્ન અને વર્કિંગ વીમેન પાસે તો એટલો સમય જ નથી કે દિવાળી પહેલાં ત્રણ-ચાર દિવસની રજા લઈ કામ કરે. એથી વિદેશની જેમ ભારતના મેટ્રોસિટીની મહિલાઓમાં પ્રોફેશનલ હોમ ઑર્ગેનાઇઝર અને સ્પેસ કન્સલ્ટન્ટ તેમ જ હૉમ ક્લીનિંગ સર્વિસિસને હાયર કરવાનો કન્સેપ્ટ પૉપ્યુલર બનતો જાય છે. આજે આપણે આ પ્રકારની સર્વિસ પ્રોવાઇડ કરતી એજન્સીઓ કઈ રીતે કામ કરે છે તેમ જ સર્વિસ હાયર કરતી વખતે મહિલાઓએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ સમજીએ. 

હાઇ વૉલ્ટ ઇક્વિપમેન્ટ્સ



મુંબઈના વેસ્ટર્ન સબર્બમાં કામ કરતી ક્લીનઑલ હોમ ઑફિસ ક્લીનિંગ સર્વિસનાં ફાઉન્ડર હેમા મહેતા કહે છે, ‘હૉમ ક્લીનિંગ સર્વિસને કામ આપવાનો કન્સેપ્ટ હવે નવો નથી રહ્યો. હાથથી સાફ-સફાઈનું કલ્ચર લગભગ આઉટ થઈ ગયું છે. કપડું લઈને જોર-જોરથી ઝાપટઝૂપટ કરવામાં એક જગ્યાની ધૂળ ઊડીને બીજી જગ્યાએ ચોંટી જાય તેથી સફાઈનો મતલબ રહેતો નથી. વૅક્યુમ ક્લીનર આજકાલ બધાનાં ઘરમાં હોય છે, પરંતુ ડીપ લેયરની ડસ્ટને દૂર કરવા માટે કામનાં નથી. વૅક્યુમ કરતાં ઘણાં વધુ પાવરફુલ મશીનો અમે વાપરીએ છીએ. સર્વિસ પ્રોવાઇડરો ઘરના દરેક ખૂણા અને ફર્નિચરને ડીપ ક્લીન કરવા સક્ષમ હોય એવાં ઇન્ડસ્ટ્રિયલ હાઈ વૉલ્ટેજ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરે છે. દિવાળી દરમ્યાન સોફા શૅમ્પૂ કરવાના, વેટ વૉલ મોપિંગ, સીલિંગ, સ્લાઇડિંગ ગ્લાસ, કિચન કૅબિનેટ અરેન્જિંગ, વૉશરૂમ ક્લીનિંગ, ફ્લોરિંગ ક્લીન કરતી વખતે ફર્નિચર ખસેડવાનું વગેરે અનેક બાબતો હોય છે, જેના માટે પ્રોફેશનલ લેવલના લેબર અને મશીનરીની જરૂર પડે છે. ફુલ હોમ ડીપ ક્લીનિંગ કરવામાં આખો દિવસ જાય. જોકે, ગૃહિણીઓને ફક્ત આંગળીના ટેરવે બુકિંગ કરવા સિવાય કશું કરવાની જરૂર નથી. હોમ અને ઑફિસ ક્લીનિંગને લગતી તમામ પ્રકારની સર્વિસ એક રૂફ નીચે મળી રહેવાથી મહિલાઓને રાહત થાય છે અને દિવાળીની બીજી તૈયારીઓ માટે પૂરતો સમય મળી રહે છે.’


ક્લીનિંગ પ્રોસેસ

સાફ-સફાઈની પ્રક્રિયા વિશે જાણકારી આપતાં હેમાબહેન કહે છે, ‘ડીપ ક્લીનિંગમાં ટૉપ ટૂ બૉટમ અને ઘરના એક-એક ખૂણા પર ધ્યાન આપવામાં આવે છે. સોફાનું ફૅબ્રિક અને ફર્નિચરના મટીરિયલને જોઈને સ્ક્રબિંગ થાય. ત્યાર બાદ વેટ મોપિંગથી એને સ્વચ્છ કરવામાં આવે છે. મોલ્ડિંગ કિચન હોય તો બરણી, વાસણો વગેરેને ખાનામાંથી બહાર કાઢી ક્લીનિંગ કર્યા બાદ ફરીથી ગોઠવવાની જવાબદારી અમારી હોય છે. રી-અરેન્જ્ડ કરતાં પહેલાં ક્લાયન્ટ્સને સામાન બતાવતાં જઈએ. નકામી વસ્તુ ફેંકી દેવાની ભલામણ કરીએ, જેથી રસોડું સુંદર લાગે. ઘણી મહિલાઓ પહેલાં જ જૂની અને નકામી વસ્તુઓનો નિકાલ કરી દેવાની ચીવટ રાખતી હોવાથી કામ સરળ થઈ જાય છે અને સમય પણ બચે છે. સાફ-સફાઈ માટે જુદી-જુદી એજન્સીઓ અલગ પ્રકારનાં સૉલ્યુશન વાપરે છે. અમે મલ્ટિપપર્ઝ યુઝ સૉલ્યુશન વાપરીએ છીએ. ડોમેસ્ટિક સફાઈ માટે વાપરવામાં આવતાં સૉલ્યુશન માઇલ્ડ હોય એ જરૂરી છે. હાર્ડ સૉલ્યુશનથી સરફેસ રફ થઈ જવાની શક્યતા છે. અનુભવી નિષ્ણાત પાસેથી દિવાળીની સાફ-સફાઈ કરાવી લેવાથી ઘર ચકચકિત થઈ જાય છે અને ગૃહિણીઓને થાક પણ નથી લાગતો.’


હેમા મહેતા

હેમા મહેતા

હાથથી સફાઈ કરવાનું કલ્ચર આઉટ થઈ ગયું છે અને કપડું લઈને જોરથી ઝાપટઝૂપટ કરવામાં એક જગ્યાની ધૂળ ઊડીને બીજી જગ્યાએ ચોંટી જાય તેથી સફાઈનો મતલબ  નથી. : હેમા મહેતા

કન્ફર્મેશન ફૉર્મ

પ્રોફેશનલ સર્વિસ હાયર કરતી વખતે તમે કયા પ્રકારનું ક્લીનિંગ કરાવવા માગો છો એ બાબત પહેલેથી ક્લીયર રહેવું જોઈએ એવી મહત્ત્વની વાત કરતાં તેઓ કહે છે, ‘ક્લીનિંગ માટે જુદી-જુદી ઑફરો તેમ જ ટર્મ્સ ઍન્ડ કન્ડિશન હોય છે. મહિલાઓએ બુકિંગ કરાવતાં પહેલાં તમામ વિગતો વાંચી લેવી જોઈએ, જેથી એજન્સી સાથે રકઝક ન થાય. તમે જે ચાર્જ આપો છો એમાં લેબર, ટ્રાન્સપોર્ટ, મશીનરી, મટીરિયલ અને કેમિકલ્સ ઇન્ક્લુડેડ હોવાં જોઈએ. ક્લીનિંગ માટે વાપરવામાં આવતું સૉલ્યુશન માઇલ્ડ હોય એ ખૂબ જ જરૂરી છે. ઘણી વાર મહિલાઓ લાદી પરના ડાઘ-ધબ્બાને લઈને કચકચ કરે છે. અમુક ડાઘ દૂર કરવા માટે સ્ટ્રૉન્ગ સૉલ્યુશનની જરૂર પડતી હોવાથી અમે ગૅરન્ટી નથી લેતાં. ડાઘ લાઇટ થશે, પણ જશે નહીં એવું જણાવી દઈએ. કન્ફર્મેશન ફૉર્મમાં આપેલી તમામ વિગતો વાંચીને બુકિંગ કરવાથી ઍન્ડ ઑફ ધ ડે સર્વિસ પ્રોવાઇડરો અને ક્લાયન્ટ્સ વચ્ચે તાલમેલ રહે છે. મોટા ભાગના ક્લાયન્ટ્સ બીજી વાર પણ એમને જ બોલાવવાનો આગ્રહ રાખે છે.’

સેલ્ફ-ક્લીનિંગ માટેની ટિપ્સ

 ઘરને રી-ઑર્ગેનાઇઝ કરતાં પહેલાં નકામી વસ્તુને રવાના કરી દો, જેથી ગોઠવણમાં આડે ન આવે.
 હાથમાં રબરનાં ગ્લવ્ઝ પહેરીને કામ કરો.
 જાળાં પાડતી વખતે અને પંખા-ટ્યુબલાઇટ લૂછતી વખતે ટ્રાન્સપરન્ટ ચશ્માં પહેરો, જેથી કરોળિયા અને ધૂળ આંખમાં ન જાય.
 વૉર્ડરોબમાં ડામરની ગોળી મૂકવા કરતાં કૉફી બીન્સ મૂકવાથી સુગંધ આવશે.
 શૂ-રેકમાં નવાં અને જૂનાં જૂતાંને જુદાં-જુદાં ગોઠવો. 
 બારી-બારણાંના કાચ લૂછતી વખતે ડસ્ટર અથવા સ્પંજનો ઉપયોગ કરવો. સાબુના પાણી અને સાદા પાણી માટેનાં ડસ્ટર જુદાં રાખો. એક જ ડસ્ટર વાપરવાથી સાબુ ઊઘડે છે.
 આર્ટિફિશ્યલ ફ્લાવર્સ અને લાઇટ્સને ફેધર ડસ્ટરથી સાફ કરવાં. વધુ ધૂળ જામી ગઈ હોય તો કમ્પ્રેસ્ડ ઍર સ્પ્રે છાંટવો.
 કિચનની સફાઈ સૌથી મુશ્કેલ કામ હોય છે. અડધી બાલદી ગરમ પાણીમાં પાંચથી સાત ચમચી લિક્વિડ બ્લીચ અને ડિટર્જન્ટ પાઉડરને મિક્સ કરી મિશ્રણ બનાવી લો. આ મિશ્રણથી ​વાસણો, અને સ્ટીલનાં સ્ટૅન્ડ જેવી વસ્તુઓ સાફ કરવી. પ્લાસ્ટિકના ડબ્બા ધોવા બેકિંગ પાઉડર અને ક્રૉકરી ધોવા લિક્વિડ શૉપનો ઉપયોગ કરવો.
 ગૅસ, ચીમની, પાઇપલાઇન, સિલિન્ડર વગેરેની સફાઈ માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો.
 બાથરૂમના શાવર, નળ, બાથટબની સફાઈ માટે લાઇમસ્કેલ રિમૂવર વાપરવું.

તકેદારી રાખો

પ્રોફેશનલ લેવલ પર સાફ-સફાઈ કરાવ્યા બાદ મહિલાઓને આરામ મળે છે, પણ એવા અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં ક્લીનિંગમાં વપરાતાં કેમિકલ્સના કારણે ઘરના મેમ્બરોને શરદી-ખાંસીની તકલીફ થઈ ગઈ હોય. ઓછા દરે સર્વિસ પ્રોવાઇડ કરનારી એજન્સીઓ હલકી ગુણવત્તાવાળા ઇન્ડસ્ટ્રિયલ ક્લીનિંગ એજન્ટ્સ અથવા રી-યુઝડ કેમિકલ્સ વાપરે છે. દિવાળી ટાણે સ્વાસ્થ્યને આડઅસર ન થાય એ માટે બુકિંગ કરાવતાં પહેલાં આ બાબત સ્પષ્ટતા કરી લેવી.

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2022 11:44 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK