° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


થૅન્ક્સ ટુ કરીના, જેણે સૌકોઈને સમજાવ્યું કે મૅરેજ એક અગત્યની સામાજિક સંસ્થા છે

29 June, 2022 08:10 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

આલિયા ભટ્ટ કે પછી મૅટર ઑફ ફૅક્ટ, પ્રોફેશનલ ક્ષેત્રમાં ઊંચાઈને આંબતા હોય એવા તબક્કે માતૃત્વને આવકારનારી દરેક મહિલાને અભિનંદન અને બે હાથ જોડીને વંદન પણ.

આલિયા ભટ્ટ (ફાઈલ તસવીર) મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આલિયા ભટ્ટ (ફાઈલ તસવીર)

સોમવારે આલિયા ભટ્ટે ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ કરી દીધી અને પોતાના ફૅન્સને જાણ કરી કે તે મમ્મી બનવાની છે. મૅરેજને હજી બે-ત્રણ મહિના માંડ થયા છે ત્યાં આ પ્રકારના સમાચારની અનાઉન્સમેન્ટ બૉલીવુડને શૉકિંગ લાગી શકે, પણ કહેવું પડે કે આ શુભારંભ બીજા કોઈએ નહીં, પણ કરીના કપૂર-ખાને કરી હતી. કરીનાએ બૉલીવુડની સૌંદર્ય સમ્રાજ્ઞીને સમજાવ્યું કે મૅરેજ એક અગત્યની સામાજિક સંસ્થા છે અને મા બનવું એ દરેક સ્ત્રી માટે સૌભાગ્યનો અવસર છે. તમે જુઓ, એંસીના દસકાની અનેક હિરોઇને પોતાના પર્સનલ સ્ટેટસની વાતો છુપાવવાનું કામ કર્યું હતું, એ પછીની જનરેશનમાં આવેલી અનેક ઍક્ટ્રેસ મૅરેજ વિના જ રહી ગઈ તો એવું પણ બન્યું કે અનેક હિરોઇન વિદેશ સેટલ થઈને ત્યાં જ મૅરેજ કરી સ્થાયી થઈ ગઈ, પણ કરીના કપૂર સૌકોઈની સામે જ રહી. સામે જ તેણે મૅરેજ કર્યાં, સામે જ તેણે માતૃત્વ પામ્યું અને સૌકોઈની સામે જ પોતાનાં બાળકોને મોટાં કરવાની જવાબદારી પણ નિભાવી અને એ બધા ઉપરાંત તેણે દુનિયાની સામે જ ઊભી રહીને પોતાની કરીઅર પણ જાળવી રાખી.
વાત આગળ વધારતાં પહેલાં કહેવું પડે, ‘હૅટ્સ ઑફ કરીના.’ સ્ત્રીત્વનું જબરદસ્ત સન્માન તારા થકી થતું દુનિયાએ જોયું અને આજે એ તબક્કો આવ્યો કે લોકો તારા પગલે ચાલવામાં ગર્વનો અનુભવ કરે છે. આલિયા ભટ્ટની અનાઉન્સમેન્ટમાં એ ગર્વ દેખાઈ રહ્યો છે અને એ ગર્વની અનુભૂતિ થવી જ જોઈએ.
સ્ત્રીત્વની ચરમસીમા જો કોઈ હોય તો એ માતૃત્વ છે અને પોતાના સૌંદર્યને માતૃત્વની આડઅસર જોવા મળી શકે એવી વાત સાથે અનેકાનેક મહિલાઓએ એની અવગણના કરી, જેને લીધે કરીનાએ લીધેલું સ્ટેપ સૌકોઈ માટે સરાહનીય હતું. કરીના આજે પણ શ્રેષ્ઠતમ રીતે કામ કરે છે અને તેની પાસે આજે પણ કામની એટલી જ ઑફર હોય છે જેટલી ઑફર બેચારછ વર્ષ પહેલાં તેની પાસે આવતી હતી.
કામ અને સમાજ બન્ને એકબીજાથી દૂર રહી શકે નહીં એવી જ રીતે કામ અને સમાજ બન્ને એકબીજા વિના ચલાવી પણ શકે નહીં. આલિયા ભટ્ટ માતૃત્વ મેળવ્યા પછી સોએ સો ટકા ફિલ્મમાં કમબૅક કરશે, પણ તેણે અત્યારે જે નિર્ણય લીધો છે એ નિર્ણય દર્શાવે છે કે તેણે પોતાની ઉંમરને પણ આપવું જોઈએ એ મહત્ત્વ આપ્યું છે. જે સમયે સભાનતા સાથે જે પગલું ભરવાનું હોય એ પગલું લેવું જ જોઈએ. કરીઅર અને અંગત જીવનના કલેશ વચ્ચે જ્યારે માણસ ખોટી વિચારધારા પકડીને આગળ વધવા માંડે છે ત્યારે જીવનમાં ઝંઝાવાતનું સર્જન થાય છે. માતૃત્વ માટેનો એક ચોક્કસ તબક્કો છે અને એ તબક્કાને માન આપવું જ જોઈએ. અમેરિકા જેવા દેશોમાં ચાલીસ અને પચાસે માતૃત્વ પામનારાઓના કિસ્સા પણ અઢળક છે, પણ જો માતૃત્વની લાગણીને માણવી હોય, જો એ ભાવનાને ઉત્સવ બનાવીને ઊજવવી હોય તો તમારે એ સમયની નજાકતને પણ પારખવી જોઈએ. આલિયા ભટ્ટ કે પછી મૅટર ઑફ ફૅક્ટ, પ્રોફેશનલ ક્ષેત્રમાં ઊંચાઈને આંબતા હોય એવા તબક્કે માતૃત્વને આવકારનારી દરેક મહિલાને અભિનંદન અને બે હાથ જોડીને વંદન પણ.

29 June, 2022 08:10 PM IST | Mumbai | Manoj Joshi

અન્ય લેખો

એવું તો નથીને કે આ મોહ એ હકીકતમાં માબાપની પોતાની અંદરની ઇચ્છાનું પરિણામ હોય?

આજના સમયમાં જ્યારે દીકરીઓ કામ કરતી થઈ છે તો એની પાછળ જેમ માની અતૃપ્ત ઇચ્છાઓ કારણભૂત છે એવી જ રીતે વિદેશનો મોહ લઈને ભાગતા યંગસ્ટર્સમાં ક્યાંક ને ક્યાંક માબાપની મનમાં ધરબાયેલી ઇચ્છા વધારે કારણભૂત છે એ પણ એટલું જ સાચું છે.

12 August, 2022 04:54 IST | Mumbai | Manoj Joshi

ફૉરેન જવાની લાયમાં હેરાન થતા યંગસ્ટર્સ માટે પેરન્ટ્સે શું ધ્યાન રાખવાની જરૂર છે?

વિદેશનો આ જે મોહ છે એ અકરાંતિયા જેવો છે. તમને અંદરથી કોરી ખાય છે અને કોરી ખાતા આ મોહ માટે હવે પેરન્ટ્સે ખરેખર જાગૃત થવાની જરૂર છે

11 August, 2022 11:49 IST | Mumbai | Manoj Joshi

વ્યથા અને પરેશાની મનની : ફૅમિલીએ શું સમજવાની જરૂર છે અને કેવી રીતે એ પણ જાણી લો

ડિપ્રેશન હોય તે વ્યક્તિને પ્રેમ અને લાડ સાથે સ્વીકારો. જરૂર નથી કે તેને તમે ટોણો મારો કે પછી તેને તમે ભાષણ આપો. ધારો કે એવું તમને મન પણ થતું હોય તો એટલું યાદ કરો કે શું તાવ કે શરદી-ઉધરસની વ્યાધિ સહન કરતી વ્યક્તિને તમે ભાષણ આપો છો?

10 August, 2022 12:44 IST | Mumbai | Manoj Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK