Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીવનમાં સાચા નિર્ણય લેવા મેન્ટર જોઈએ એ શીખવ્યું શફી ઇનામદારે

જીવનમાં સાચા નિર્ણય લેવા મેન્ટર જોઈએ એ શીખવ્યું શફી ઇનામદારે

11 March, 2021 10:45 AM IST | Mumbai
Latesh Shah

જીવનમાં સાચા નિર્ણય લેવા મેન્ટર જોઈએ એ શીખવ્યું શફી ઇનામદારે

જીવનમાં સાચા નિર્ણય લેવા મેન્ટર જોઈએ એ શીખવ્યું શફી ઇનામદારે

જીવનમાં સાચા નિર્ણય લેવા મેન્ટર જોઈએ એ શીખવ્યું શફી ઇનામદારે


મેં તેને (શફી ઇનામદાર) મારી મૂંઝવણ કહી. તેણે તરત જ સોલ્યુશન આપ્યું. તેણે કહ્યું કે એફ.ટી.આઇ.આઇ.માં નેક્સ્ટ યર જજે, એ બંધ નથી થઈ જવાનું. અત્યારે આટલી સરસ ઑપોર્ચ્યુનિટી મળી છે ત્રણ નાટકોમાં લીડ રોલ કરવાની, એના પર કૉન્સન્ટ્રેટ કર. મેં કહ્યું ને બધા ખુશ. થૅન્ક યુ શફી

ગયા ગુરુવારનું રીકૅપ
ગિરગામ સાર્વજનિક સ્કૂલ, કે. સી. કૉલેજ, વાગડ કલા કેન્દ્ર, આઇ.એન.ટી.ના કર્તાહર્તાઓ સાથે ઘણી વાતચીત થઈ, વાદવિવાદ થયો, દલીલો થઈ, સંઘર્ષ થયો. બધી રીતે બધાને સમજાવ્યા કે મને એફ.ટી.આઇ.આઇ., પુણે જવા દો. ચાર દિવસમાં પાછો આવી જઈશ. એક સમજે તો બીજો ઉલઝે, ત્રીજો મને સમજાવે. ડાયરેક્ટ્લી-ઇનડાયરેક્ટ્લી બધાની ના જ હતી. ગયા સપ્તાહમાં મેં લખેલું કે શરૂઆતમાં તકો મળે સાથે મૂંઝવણ પણ મળે અને સંઘર્ષ પણ ખેડવો પડે. નિર્ણય લેવો જરૂરી હતો, નાટકો કે ફિલ્મ?
મેં એક રાત વિચારવામાં વિતાવી. એક પળ માટે થયું કે બધું છોડીને હિમાલય જતો રહું. જીવનમાં નિર્ણય લેવો જરૂરી છે. નિર્ણય લેવા પહેલાં એક પોઝ આવવો જોઈએ. એક રાત જાગતાં-ઊંઘતાં-પડખાં ફેરવતાં મેં અશાંતિથી વિચારતાં વિતાવી. બીજા દિવસે ચિંતાતુર હું જ્યારે કૉલેજમાં ગયો ત્યારે જે પણ મળ્યા મને તેમની આંખોમાં મારી મૂંઝવણ અરીસો બનીને વરતાતી હતી એવું મને લાગ્યું. બેએક જણે તો મારી નસ દબાવીને મન સળગાવ્યું કે સાંભળ્યું છે કે તને કૉલેજ ડેના નાટકમાંથી મિસ વાધવાણીએ કાઢી મૂક્યો. એમ સાંભળ્યું છે કે તારી જગ્યાએ રાજકુમાર બાગડીને લીધો. પહેલા ને ફેટલે સલીમ શેખને, તેની સાથે ચાર ચમચા ઓ ગેંગ માં હોવાથી, નાછૂટકે છોડી દીધો. બીજા ન
એટલે અસલમ દાઢમાંથી મને મરચાં ભભરાવવા બોલ્યો ને મેં તેને ધોઈ નાખ્યો. કૅન્ટીનની બહાર જ ધમાચકડી મચી ગઈ. વિદ્યાર્થીઓનું ટોળું લાઇબ્રેરી-કૅન્ટીન છોડીને અમારી મુક્કાબાજી અને થપ્પડબાજી જોવા હાજર થઈ ગયું. ત્યાં જ કે.સી.માં શફી ઇનામદાર પ્રવેશ્યો. તેણે અમને બન્નેને છૂટા પાડ્યા. તે મને કૅન્ટીનમાં લઈ ગયો અને મને સમજાવ્યું કે તારે ગુંડા થવું છે કે કલાકાર
થવું  છે?
મેં તેને મારી મૂંઝવણ કહી. તેણે તરત જ સોલ્યુશન આપ્યું. તેણે કહ્યું કે એફ.ટી.આઇ.આઇ.માં નેક્સ્ટ યર જજે, એ બંધ નથી થઈ જવાનું. અત્યારે આટલી સરસ ઑપોર્ચ્યુનિટી મળી છે ત્રણ નાટકોમાં લીડ રોલ કરવાની, એના પર કૉન્સન્ટ્રેટ કર. મેં કહ્યું ને બધા ખુશ. થૅન્ક યુ શફી, તારા લીધે હું સાચો નિર્ણય લઈ શક્યો. ત્યારથી સમજાયું કે સાચા સમયે સાચો નિર્ણય લેવા માટે એક મેન્ટર હોવો જોઈએ.
જીવનની શરૂઆતમાં લીધેલો નિર્ણય જ જીવનનું ભવિષ્ય નક્કી કરે છે. બીજા વર્ષથી કૉલેજના દરેક પ્રોગ્રામમાં આગેવાન થઈ ગયો. કૉલેજનું ઇલેક્શન જીતીને જનરલ સેક્રેટરી બન્યો. શફીને કૉલેજમાં ડિરેક્ટર બનાવી મેં બહુ બધા વિદ્યાર્થીઓને નાટકમાં ભાગ લેવાનો ચાન્સ આપ્યો.
મેં નાટકો લખવાનું શરૂ કર્યું અને ડાયરેક્ટ કરવાનું શરૂ કર્યું. આઇ.એન.ટી. થિયેટર વર્કશૉપની ટ્રેઇનિંગ મને ખૂબ કામ આવી. સતત અગિયાર વર્ષ સુધી બેસ્ટ પ્લે, બેસ્ટ ઍક્ટર અને ડિરેક્ટર તરીકે ટ્રોફીસ અને અવૉર્ડ્સ મને મળ્યાં.
ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સી ડિક્લેર કરી ત્યારે તેમની સામે લોકનાયક જયપ્રકાશ નારાયણે જંગ છેડ્યો. ત્યારે મેં જયપ્રકાશ નારાયણની મીટિંગો મુંબઈભરમાં કરાવી. હું જયપ્રકાશજીનો અંગત અસિસ્ટન્ટ બન્યો. મને ઓગણીસ દિવસ જેલમાં પૂરવામાં આવ્યો. પછીની ચૂંટણી દરમ્યાન હું મુંબઈમાં શેરી નાટકો કરીને ઝૂંપડપટ્ટી અને મુંબઈની જનતાને જનતા પાર્ટીને વોટ આપવા નાટકો કરીને સમજાવતો. મેં આજ સુધી પુષ્કળ એકાંકીઓ લખ્યાં જેમાંથી વીસ એકાંકીઓએ ભારતભરમાં અવૉર્ડ્સ જીત્યા.
સમય મળવા સાથે હું ભારતભરના પર્વતો પર ભટક્યો. મને આધ્યાત્મિક જિજ્ઞાસા હોવાના લીધે ઘડી-ઘડી પર્વતો ખૂંદવાનું, સાધુ-સંતોને મળવાનું ગમતું. ધ્યાન-સાધનાઓ ગિરનારથી હિમાલય સુધી બાર વર્ષ સુધી કરી. લગભગ ત્રીસેક ફુલ લેંગ્થ નાટકો લખ્યાં અને પંદરેક ડાયરેક્ટ કર્યાં. મને નવા અનુભવો પ્રાપ્ત કરવાનો શોખ, એને ઘેલછા પણ કહેવાય. ચિત્કાર, મહાયાત્રા, ભાગીદાર, એક અહમની રાણી, આપણું તો ભાઈ એવું, પગલા ઘોડા, યુદ્ધ, રાજરાણી, ગેલેલીઓ, બાદ નાટકો તોફાની ટપુડો, છેલ અને છબો જેવાં ઘણાં નાટકો લખ્યાં અને અથવા ડાયરેક્ટ કર્યાં.
સ્ટ્રીટ પ્લેઝ બહુ ચગ્યાં. ‘ભારત હમારી માતા ઔર બાપ હમારા હિજડા હૈ?’ શેરી નાટકે વિશ્વ રેકૉર્ડ સ્થાપ્યો.
શફી ઇનામદાર અને સંજય ગોરડિયા, ચન્દ્રપ્રકાશ દ્વિવેદી, રસિક દવે, કેતકી દવે, અલી રઝા નામદાર, સુપ્રિયા પાઠક જેવા ઘણા કલાકારોને (લગભગ ૪૦ કલાકારો) રંગભૂમિ પર પહેલી વાર મુખ્ય ભૂમિકામાં ઇન્ટ્રોડ્યુસ કર્યા. પરેશ રાવલ, સુજાતા મહેતા, શફી ઇનામદાર, દીપક ઘીવાળા, રાગિણી જેવા દિગ્ગજ કલાકારોને લઈને નાટકો સર્જ્યાં. એમાંય
સુજાતા મહેતા જેવી સમર્થ અભિનેત્રી સાથે પ્રેમબંધનમાં બંધાયો.
સાગર સરહદીની ‘બાઝાર’ ફિલ્મમાં મુખ્ય સહાયક ડિગ્રી દર્શક બન્યો,  કુંદન શાહનો ચીફ અસિસ્ટન્ટ  ડિરેક્ટર બન્યો. તેમની સિરિયલ લખી. મધુર ભંડારકરની પહેલી ફિલ્મ ‘ત્રિશક્તિ’ લખી. ‘તિરછી ટોપીવાલે’ લખી. નવા લોકો અને નવા એક્સ્પીરિયન્સ લઈ એક જીવનમાં બહુબધી જિંદગીઓ જીવવાની પ્રબળ ઇચ્છાને લીધે મેં જાતજાતના દેહપ્રવેશ કર્યા. ભાત-ભાતનાં રિયલ લાઇફમાં કંઈ કેટલાંય પાત્રો ભજવ્યાં. પિસ્તાળીસ જેટલા વેગવેગળા બિઝનેસ કર્યા જેમાં ચાળીસ બિઝનેસમાં ફેલ થવાનો અનુભવ લીધો.
લગભગ દોઢસો દેશોમાં રખડ્યો, ફર્યો, જલસા કર્યા.
વર્લ્ડ હ્યુમન ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપના કરી. અત્યાર સુધી આ ટ્રાન્સફૉર્મેશનલ અને મોટિવેશનલ સંસ્થામાં ત્રણ લાખ લોકો અવનવું શીખ્યા. પૉકેટ થિયેટરની સ્થાપના કરી. ‘સુજાતા રંગરંગીલી’ જેવું વન-વુમન શોનું સુપરહિટ નાટક બનાવ્યું.
ટૂંકમાં કહું તો સડસઠ વર્ષની ઉંમરે હજી
ઘણાં પાત્રો ભજવવાં છે આ જિંદગી નામની રંગભૂમિ પર.
પર્વતની હારમાળા જેવું ઉપરથી નીચે ચડ-ઊતર કરતું જીવન જીવવાનો જલસો જ અનોખો છે.
ખૂબ જીવ્યો અને જલસાથી જીવ્યો અને હજી ઘણા માઉન્ટન ચડવા-ઊતરવાના બાકી છે.
હા, ‘મિડ-ડે’માં આ મસ્ત કૉલમ લખી. તમારી સાથેના પ્રેમના બંધનથી બંધાયો. અગાઉ હસમુખ ગાંધીએ પણ મારી પાસે લખાવ્યું હતું. અહીં પણ ઘણું લખ્યું, ઘણું માણ્યું ને હવે સમય અલ્પવિરામનો. ના, નથી જતો કશેય, પણ વિરામ લેવાનો ખરો ને એય ખાતરી સાથે કહું છું કે એ હશે અલ્પ... તો દોસ્તો, આવજો નથી કહેતો પણ કહું છું ફરી મળીશું.



માણો અને મોજ કરો, જાણો અને જલસા કરો
સમયની દરેક ક્ષણ, પળ જીવનમાં એટલી મહત્ત્વની છે એની ખબર તમને તમે જ્યારે સજાગ, સતર્ક, સચેત રહો ત્યારે જ સમજાય. ભૂતકાળમાં ગોથાં ખાવાં અને ભવિષ્યનાં સપનાંઓમાં વહી જઈને વર્તમાનનો ખજાનો ખોવાઈ જાય છે. જવા પહેલાં કરવાનું કંઈ કેટલુંય છે! રાહ ચીંધનારો રાહબર, માર્ગદર્શક, ગાઇડ, મેન્ટર નથી મળતો એટલે મોટા ભાગના ઘેટા-બકરાના ટોળા જેવું જીવન જીવે છે, યંત્રવત થઈને. જાગો, સાહસિક બનો અને ખરા અર્થમાં જીવન જીવો. ભયને લીધે જવાબદારીનું બહાનું આગળ ધરીને મળેલું અમૂલ્ય જીવન પશુ બનીને વેડફી ન નાખો. સમજો ને જલસા કરો.


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2021 10:45 AM IST | Mumbai | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK