° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


શોધ સ્વની : જો તમારે સફળ થવું હોય તો એની સહેલી ચાવી અહીં દર્શાવી છે

19 November, 2022 07:37 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

કદાચ નસીબ સારાં હોય તો મોમેન્ટમ સફળતા મળી પણ જાય, પરંતુ લૉન્ગ-ટર્મ સફળતા તો શિસ્તપૂર્ણ થતા સ્વના બદલાવથી જ આવે. એને માટે ગઈ કાલે ઉપાડેલી વાતના અનુસંધાનમાં ચાર સૂત્ર વિશે આજે ડિસ્કસ કરીએ.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

એક વાત ઑબ્ઝર્વ કરજો કે દુનિયામાં જે લોકો સફળ થયા છે એ સૌમાં કેટલીક કૉમન આદતો હશે. તેઓ એમ જ સાવ, અમસ્તા જ કે પછી ફ્લુક્લી સફળતાનાં શિખરો પર નથી પહોંચ્યા. એ જે કૉમન હૅબિટ્સ છે જેને તેમણે ક​લ્ટિવેટ કરી છે. આળસુ છું અથવા તો ફલાણી જગ્યાએ હું બિનજરૂરી સમય બગાડું છું એવું ખબર પડ્યા પછી પણ તમે ન સુધરો તો દુનિયાની કોઈ તાકાત તમને જીવનમાં આગળ ન વધારી શકે. કદાચ નસીબ સારાં હોય તો મોમેન્ટમ સફળતા મળી પણ જાય, પરંતુ લૉન્ગ-ટર્મ સફળતા તો શિસ્તપૂર્ણ થતા સ્વના બદલાવથી જ આવે. એને માટે ગઈ કાલે ઉપાડેલી વાતના અનુસંધાનમાં ચાર સૂત્ર વિશે આજે ડિસ્કસ કરીએ.
સંશોધન કરો. હા, જાત સાથે સમય ગાળીને સ્વ પર સંશોધન કરો. હું શું કરું છું, મેં ક્યાં ખોટી જગ્યાએ સમયનો બગાડ ચાલુ રાખ્યો છે. કઈ આદતો છે જે મારી સફળતામાં આડે આવે છે. હું આર્થિક રીતે કઈ ભૂલો કરી રહ્યો છું. કઈ સારી બાબતો છે જેને મારે નેક્સ્ટ લેવલ પર લઈ જવાની જરૂર છે. હું હેલ્થને કઈ રીતે જોઉં છું. મારી પ્રાયોરિટીમાં કઈ બાબતો છે જેને મારે ઉપર-નીચે કરવાની જરૂર છે. જાતને આવા સવાલ થવા જ જોઈએ. હું તો કહીશ કે એને માટે યોગ શરૂ કરી દો. ખરેખર, જો સારા શિક્ષક હશે તો તમને તે અવેરનેસ-જાગ્રત અવસ્થામાં રહેવા માટે મોટિવેટ કરશે અને તમારા જીવનની ઘણી સમસ્યાઓનું સમાધાન તમને આ સભાન અવસ્થામાં રહેવાથી જ મળતું જશે. 
સેલ્ફ-અવેરનેસ સાથે જ સેલ્ફ-ઍક્સેપ્ટન્સ આવવું જોઈએ. હા, હું ઓવર-થિ​ન્કિંગ કરીને સમયની બરબાદી કરું છું. જો એવું હોય તો એનો સ્વીકાર બિલકુલ બંધ કરો અને ત્યાં સુધી કે ઓવર-થિ​ન્કિંગની ટેવમાંથી દૂર નીકળવાનો રસ્તો શોધવાનું કેવી રીતે શરૂ થશે એ વિશે વિસ્તારપૂર્વક શોધ કરો. હા, મારા ઈગોને જરૂર કરતાં મોટો બનાવીને સંબંધમાં આવેલા અંતરને મેં વધારવાનું કામ કર્યું છે અને આ એકલતા મને ડિપ્રેસ કરી રહી છે એ સમજાયા પછી એનો સ્વીકાર કરશો તો જ સંબંધોને બચાવવાની દિશામાં શું કરવું એની સમજણ પડશેને. આપણે પરિસ્થિતિનો સ્વીકાર હજીયે કરી લઈએ છીએ, પરંતુ આપણી પોતાની નબળાઈઓનો મુક્ત મને સ્વીકાર નથી કરી શકતા. એ જ કારણ છે કે આપણે વર્ષો સુધી બદલાયા વિના રહી જઈએ છીએ અને પછી બદબૂ આવવા માંડે છે. 
પ્રૉબ્લેમની ખબર હોય તો સોલ્યુશન શોધવું ક્યાં અઘરું છે. ધારો કે હું બધા જ કામમાં મોડો પડું છું, કારણ કે મારી સવાર જ મોડી પડે છે. સવાર મોડી કેમ પડે છે તો કારણ કે હું રાતે મોડે સુધી ફોનમાં હોઉં છું અથવા તો મારી પાસે સવારનું પ્રૉપર પ્લાનિંગ નથી હોતું. જેવા જીવનને રિવર્સ ડિરેક્શનમાં જોવાથી તમારી સમસ્યા પાછળનાં કારણો અને એના સમાધાન તરફ આપમેળે દૃ​ષ્ટિ ખૂલતી જશે. ધીમે-ધીમે સંકલ્પ સાથે એ સુધારા તરફ આગળ વધવાનું શરૂ કર્યા પછી તમને સફળ બનતાં કોઈ રોકી નહીં શકે. આજથી જ શરૂ કરો જાતને મઠારવાનું. પહેલાં શોધો કે ક્યાં બદલાવની જરૂર છે, મર્યાદાઓને સ્વીકારીને સક્રિય સુધારા તરફ આગળ વધો. જોજો, સફળતા તમારાં કદમ ચૂમશે પછી.

19 November, 2022 07:37 PM IST | Mumbai | Manoj Joshi

અન્ય લેખો

કેટલું વાજબી છે કે આપણે સોશ્યલ મીડિયાની ડેટા ચોરી પર બૂમબરાડા પાડીએ?

ઇન્ડિયામાંથી વૉટ્સઍપનો ડેટા હૅક થયો અને એ ડેટા ચાઇનાએ ચોર્યો હોવાનું કહેવાય છે

02 December, 2022 04:16 IST | Mumbai | Manoj Joshi

સગાંવહાલાંઓને જાગ્રત કરવાનું ચૂક્યા તો લોકશાહીના ગુનેગાર બનશો

કૉર્પોરેશન, વિધાનસભા અને સંસદસભાના વોટિંગ સમયે અને એને માટે પણ આપણી પાસે સમય નથી હોતો

01 December, 2022 02:13 IST | Mumbai | Manoj Joshi

નારી તું નારાયણી : એ પછી પણ આ જ નારી આટલી અળખામણી કેવી રીતે હોઈ શકે?

પુષ્કળ સંપર્કો રહ્યા છે એટલે પણ હું કહી શકું કે આ જેકોઈ કૃત્ય થાય છે એ મૅક્સિમમ ગુજરાતી ભાષામાં જ થાય છે.

30 November, 2022 03:58 IST | Mumbai | Manoj Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK