Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > કૉલમ > > > શોષણનો શિકાર બનવાને બદલે ​હિંમતભેર અવાજ ઉઠાવવો જરૂરી છે

શોષણનો શિકાર બનવાને બદલે ​હિંમતભેર અવાજ ઉઠાવવો જરૂરી છે

25 November, 2022 03:01 PM IST | Mumbai
Bhavini Lodaya

જે ૨૧મી સદીમાં આપણે મૉડર્નિટીની વાતો કરીએ છીએ એ છતાં ઇમોશનલ બ્લૅકમેઇલ થવાની ભૂલ શા માટે કરવાની

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) બિન્દાસ બોલ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


હાલમાં ચર્ચા અને આક્રોશનો વિષય બનેલા દિલ્હી હત્યાકાંડને લોકો લવજેહાદ જેવા નામ આપી રહ્યા છે. છોકરી-છોકરાનું સોશ્યલ મીડિયાથી શરૂ થનાર પ્રેમપ્રકરણનો અંત દરેકને કંપાવે એવો છે.

મને લાગે છે કે છોકરો અને છોકરી સૌકોઈને સોશ્યલ મીડિયાથી બનનારા દોસ્તોમાં જોખમ કેટલું હોય છે એ વિશે ખબર હોય જ છે, એ છતાં આકર્ષણથી ઊપજેલો પ્રેમ એકબીજાને નજીક લાવે અને પછી થોડા સમયમાં એકબીજાથી અણગમા બની જાય, આવા અસંખ્ય કિસ્સા છે અને કોઈ પ્રકરણ જો બ્લૅકમેઇલ, માનસિક તાણ અથવા હત્યાકાંડ સુધી પહોંચી જાય તો ઘર, પરિવાર તેમ જ સમાજ માટે આઘાતરૂપ બની જાય છે, પરંતુ આ જ વિષયો ખાસ કરીને રાજકારણીઓ તેમ જ મીડિયાવાળાઓ માટે પ્રમોશન, મસાલેદાર વાનગી બની જાય છે, જેને પોતાના નફા માટે આપણી માનસિકતા પર પ્રહાર કરે, વિકૃત તેમ જ દુશ્મનીના ભાવ આવે એવી રીતે પ્રસ્તુત કરે છે જેનાથી સમાજમાં શાંતિનો ભંગ થાય છે.


પ્રેમપ્રકરણ કોઈ પણ હોય, પણ જાતિ પર પ્રહાર કરવો એ યોગ્ય નથી. સોશ્યલ મીડિયાના ઉપયોગ જાણનારે એનાં ઘાતક પરિણામો વિશે જાગ્રત રહેવાની પણ જરૂર છે. ભણેલા લોકો કાનૂની કલમો વિશે જાણતા જ હોય છે. 


‍આજના યંગસ્ટર્સે એક વાત સમજી લેવાની જરૂર છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના પર થનારા શોષણ વિશે ચૂપ ન રહેવું જોઈએ. જો તેઓ પ્રશાસન, પરિવાર, મિત્રવર્તુળ તેમ જ પોલીસને જાણ કરે તો સૌકોઈ મદદ કરી શકે. બસ, જરૂર છે તો માત્ર પહેલ કરવાની.

માનસિક અથવા શારીરિક શોષણની હિંમતભેર ફરિયાદ કરવામાં આવે તો એનો ઉકેલ ચોક્કસ મળી જ શકે છે. આજે ૨૧મી સદીમાં આપણે મૉડર્નિટીની વાતો કરીએ છીએ એ છતાં ઇમોશનલ બ્લૅકમેઇલ થવાની ભૂલ શા માટે કરવાની. જ્યારે તમને ખબર પડે કે સામેવાળી વ્યક્તિ મારા માટે ઘાતક છે, બ્લૅકમેઇલ કરવાનું ચાલુ કરી અથવા હેરાન કરવાની માત્ર શરૂઆત કરે કે તરત જ ચેતી જાઓ અને ખોટી લાગણીમાંથી બહાર આવી ફેક રિલેશન પર વિશ્વાસ કર્યા વગર નિર્ભયતાથી એ સંબંધમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરો અને આગળ મૂવ ઑન કરો. ઑનલાઇન પ્લૅટફૉર્મ પર અજાણ્યા સાથે પ્રેમમાં પડતાં પહેલાં ૧૦૦ વાર વિચાર કરો.


દરેક મા-બાપને ચોક્કસ કહીશ કે તમારા સંતાનની વર્તણૂકનું નિરીક્ષણ કરો અને ફ્રેન્ડ્લી ગાઇડ કરો. પરિવાર એક કવચ છે અને સંતાનને કવચની જરૂર આજીવન રહે જ છે.

શબ્દાંકન : ભાવિની લોડાયા 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

25 November, 2022 03:01 PM IST | Mumbai | Bhavini Lodaya

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK