° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


હું રસોઈ બનાવું ત્યારે કિચન વૉર-ઝોનમાં ફેરવાઈ જાય

19 September, 2022 04:45 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

જોકે એ પછી પણ અમુક આઇટમનાં રસપ્રદ સીક્રેટ બલરાજ પાસેથી જાણવા જેવાં છે

બલરાજ સ્યાલ કુક વિથ મી

બલરાજ સ્યાલ

‘મુઝસે શાદી કરોગે’, ‘ખતરોં કે ખિલાડી’, ‘એન્ટરટેઇનમેન્ટ કી રાત’ જેવા રિયલિટી શોમાં પાર્ટિસિપન્ટ અને કૉમેડિયન-હોસ્ટ તરીકે ભાગ લેનારા પૉપ્યુલર ઍક્ટર બલરાજ સ્યાલને આ જ કારણથી તેની વાઇફ કિચનમાં એન્ટર થવા નથી દેતી. જોકે એ પછી પણ અમુક આઇટમનાં રસપ્રદ સીક્રેટ બલરાજ પાસેથી જાણવા જેવાં છે

રશ્મિન શાહ
rashmin.shah@mid-day.com

જીવવા માટે ખાવું પડે એ થિયરી મને નથી જચતી. એવું તે કેવું કે તમારે મન મારીને ખાવાનું. ના રે, જરાય નહીં.

ભગવાને આટલા બધા રસ બનાવ્યા એનું કારણ જ એ છે કે આપણે ભોજનને એન્જૉય કરી શકીએ. જીવવા માટે તો આખી જિંદગી ખીચડી પર નભી શકીએ, પણ એમ છતાં આપણે અલગ-અલગ વરાઇટી ટ્રાય કરીએ અને કંઈક નવા સ્વાદ એક્સપ્લોર કરીએ જે દેખાડે છે કે આપણે ક્યાંક ને ક્યાંક ખાવા માટે પણ જીવીએ છીએ. હું બિગ-ટાઇમ ફૂડી છું અને એનો મને ગર્વ પણ છે, 
પણ હા, એ પણ એટલું જ સાચું છે કે મને ઘરનું ટેસ્ટી ખાવાનું અને મોટા ભાગે ઇન્ડિયન ક્વિઝીન પસંદ છે એટલે હું ઘણી વાર મારી જાતને ફૂડીઓના હેલ્ધી વર્ઝન તરીકે પણ ઓળખાવતો હોઉં છું. હું મારા મિત્રોને હંમેશાં કહેતો હોઉં છું કે ‘જબ તક દાંત ઔર હાઝમા હૈ તબ તક જો ખા સકતે હો, ખા લો.’

પીધું ઘાટ-ઘાટનું પાણી  | આર્ટિસ્ટ તરીકે ટ્રાવેલ કરવાનું પણ આવે અને દરેક વખતે તમને ઘરનું ખાવાનું ન મળે ત્યારે ક્યારેક-ક્યારેક કંઈક બનાવવાના નિષ્ફળ અખતરા મેં કર્યા છે. આમ હું પંજાબનો છું એટલે અમારે ત્યાં હેલ્ધી કે અનહેલ્ધી ફૂડનો કોઈ કન્સેપ્ટ જ નહોતો. ફૂડ એ ફૂડ હોય અને એને પેટ ભરીને, દબાવીને ખાવાનું જ હોય. મારી મમ્મી ઘીમાં લથપથ રોટલી આપે ત્યારે એ અનહેલ્ધી છે એવો તો મને વિચાર પણ ન આવે. 

હું દાલ-રોટી, સબ્ઝી એમ બધું જ બનાવી લઉં. સમય તમને બધું શીખવાડી દેતો હોય છે. શરૂઆતમાં મુંબઈ આવ્યો ત્યારે કામ પણ નહીં અને પૈસા પણ નહીં એટલે રોજ તો બહારનું પરવડે નહીં એટલે પછી ઘરે જ ખાવાનું બનાવતો. દરેક પ્રકારના ટેસ્ટ પણ મેં ડેવલપ કર્યા છે, પણ અસલી મજા ઘરના ખાવામાં જ છે. 

મારા ઘરે નો કુકિંગ | મને બધું ખાવાનું બનાવતાં આવડે, પણ થોડીક તકલીફ પડે જેમાં ખાસ તો બનાવ્યા પછી જે ક્લીનિંગ કરવું પડે એમાં મને સહેજ તકલીફ પડે. બાકી સામાન્ય રીતે હું બધું જ બનાવી શકું અને બધું જ ટેસ્ટી બને, પણ પછી હું કિચનમાં જાઉં એ પછી રસોડું વૉર-ઝોન જેવું લાગે એટલે મારી વાઇફ મને રસોડામાં એન્ટ્રી જ નથી આપતી. એમ છતાં ક્યારેક-ક્યારેક તેને ખુશ કરવા માટે હું રસોડામાં કંઈક અખતરા કરી લેતો હોઉં છું. હા, એક વસ્તુ છે જે મને બનાવતાં નથી આવડતી અને એ છે સૂકી સબ્ઝી. 

મને હંમેશાં ડર લાગે કે મારા હાથે સૂકી સબ્ઝી બળી જશે. ગ્રેવીવાળી સબ્ઝી કે પછી દાળ તો તમે મને કહો એ બનાવી લઉં, પણ ભીંડાનું શાક કે પછી બટાટાની સૂકી ભાજી કહો તો આપણું એ કામ નહીં. ક્યારેક પાણી વધુ પડી ગયું હોય. હા, રોટલીમાં પણ મારે બહુ મથામણ કરવી પડે છે. ક્યારેક જલદી-જલદી બનાવવામાં જાડી રોટલી બનાવી હોય જે પછી કાચી જ રહી ગઈ હોય એટલે રોટલી પણ હું કોઈને ખવડાવવાનું અવૉઇડ કરું.

મસાલો છે અત્યંત મહત્ત્વનો  | તમારા ભોજનનો સ્વાદ મસાલા પર નિર્ભર છે. જો તમે મસાલો ઘરે બનાવશો અને સબ્ઝીમાં મસાલો નાખ્યા પછી એને પૂરતો પકાવશો તો ભોજનનો સ્વાદ અનેકગણો વધી જશે. આ હું મારી મમ્મી પાસેથી શીખ્યો છું. 

મને યાદ છે કે અમારા ઘરે મસાલા કૂટી-કૂટીને જાતે, હાથે બનાવવામાં આવતા. કોઈ રેડીમેડ પૅકેટ વર્ષો સુધી નથી આવ્યાં. ક્યારેક મારા દાદાજી મને પણ મસાલા કૂટવા બેસાડી દેતા. એમાં પણ પાછો મસાલો કેટલો કૂટવો અને કેટલો કરકરો રાખવો, કેટલો એને પાઉડર ફોમમાં લેવો એના પણ નિયમ હતા. મારા દાદાજી કહેતા કે ફૂડ પ્રેપરેશન જેટલું સારું એટલું જ ખાવાનું પણ સારું બનશે. 

રિસ્પેક્ટ ફૂડ

હું ભોજનનો ખૂબ આદર કરતો હોઉં છું. મને યાદ નથી કે ફૂડમાં નમક ઓછું કે ફલાણામાં નમક વધારે છે એ બહાને મેં ભોજનનો તિરસ્કાર કર્યો હોય અને એ ફેંકી દીધો હોય. ખાવાનું સ્વાદમાં જેવું પણ હોય, હું દર વખતે એ ખાઈ લઉં છું. ભલે ટેસ્ટી ખાવાનો શોખ હોય તો પણ એક વાર સામે આવી ગયું હોય એ ભોજન ઓછું સ્વાદિષ્ટ હોય તો પણ મારાથી એનો વેડફાટ તો બિલકુલ ન થાય. 

19 September, 2022 04:45 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

તમારાં ભૂલકાંની સ્કિન મેકઅપનો માર ઝીલી શકશે?

બાળકોની સ્કિન ફ્લોલેસ અને કુદરતી રીતે ગ્લોઇંગ હોય છે, પણ જો નવરાત્રિના હેવી કૉસ્ચ્યુમની સાથે તેમને મેકઅપ કરવો જ હોય તો એનું પ્રમાણ ખૂબ ઓછું હોવું જોઈએ

23 September, 2022 01:26 IST | Mumbai | Aparna Shirish

દેશ કપરા કાળમાંથી પસાર થાય છે ત્યારે એનું નામ રોશન કરનારી ટીમને શત-શત પ્રણામ

શ્રીલંકાની ક્રિકેટ ટીમે પુરવાર કર્યું કે સંજોગો કોઈ પણ હોય, તમારે તમારું કામ નિષ્ઠાપૂર્વક કરવાનું હોય અને સર્વોચ્ચ રીતે પૂરું પણ કરવાનું હોય.

15 September, 2022 11:45 IST | Mumbai | Manoj Joshi

3-G છે રેડી - એક જ મંત્ર, વેલ્થ ક્રીએશન

ભારતીય મૂડીબજારનાં સૌથી પ્રતિષ્ઠિત નામોમાંના એક દેવેન ચોકસી મુકેશભાઈના સક્સેશન પ્લાન પાછળના વિઝનનું સ્પેશ્યલી ‘મિડ-ડે’ માટે વિસ્તારપૂર્વક ઍનૅલિસિસ કરે છે

04 September, 2022 08:06 IST | Mumbai | Deven Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK