Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નવરાત્રી: કોણ જાણે ક્યાં અને કેવી રીતે કોઈ ફરિશ્તા મળી જાય! `પ્રિન્સેસ ઓફ સ્લમ`ની કહાની

નવરાત્રી: કોણ જાણે ક્યાં અને કેવી રીતે કોઈ ફરિશ્તા મળી જાય! `પ્રિન્સેસ ઓફ સ્લમ`ની કહાની

01 October, 2022 02:32 PM IST | Mumbai
Nirali Kalani | nirali.kalani@mid-day.com

મલિશા તેના પિતા અને ભાઈ સાથે બાન્દ્રામાં દરિયાકિનારે ઝૂંપડપટ્ટીમાં રહે છે. મુળ ગુજરાતથી આવેલા તેના પિતા છૂટક કામ કરે છે. તેેનું સપનું મોડલ બનવાનું છે.

મલીશા ખારવા બાન્દ્રાની ઝૂંપડપટ્ટીમાં રહે છે

મલીશા ખારવા બાન્દ્રાની ઝૂંપડપટ્ટીમાં રહે છે



નવરાત્રીનો તહેવાર એટલે મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર, નવરાત્રી એટલે આસ્થાનું પ્રતિક, નવરાત્રી એટલે અંધકારનો અંત અને પ્રકાશનો પ્રારંભ, નવરાત્રી એટલે સાહસ, શક્તિ અને પ્રેરણાની ગાથા, મા આદ્યાશક્તિના તહેવારનો આરંભ થઈ ચૂક્યો છે અને આજે છઠ્ઠું નોરતું છે. આ પાવન અવસર પર આપણે જાણીશું દેવી સમાન એવી મહિલાઓની ગાથા જેમણે સાહસ, શક્તિ અને પ્રેરણા બની જીંદગીને એક અવસર બનાવ્યો છે. આ મહિલાઓનું સાહસ અને હિમત આપણને ખરા અર્થમાં મહિલાઓની શક્તિથી અવગત કરાવે છે. તો ચાલે જાણીએ આ મહિલાઓની કહાની જે સાહસ શક્તિ અને પ્રેરણા છે બની... 

આજે આપણે વાત કરીશું 14 વર્ષીય મલીશા ખારવાની. મુંબઈમાં બાન્દ્રાના દરિયાકિનારે ઝૂંપડપટ્ટીમાં રહીને મોડલ અને ડાન્સર બનવાનું સપનું જોવું, શું એ સપનું જોવું જ એક સપનું છે?  જી બિલકુલ નહી. ના ઝૂંપડપટ્ટી સપના જોવામાં અવરોધ બને છે કે ના તો મહેલો અને બંગલાઓ સપનાઓને સાકાર કરવામાં અમુલ્ય ફાળો આપે છે. બસ, મહત્વનું છે કે પહેલા સપના જોવા.. જો સપના જોશો તો જરુર કઈંક થશે... કોને ખબર ક્યાં અને કેવી રીતે કોઈ ફરિશ્તા મળી જાય અને તે તમને તમારા સપનાના માર્ગ તરફ દોરી જાય.



તમને વાત કરવા માગીએ છીએ ચહેરા પર રહેલા સ્પાર્ક સાથે આંખોમાં વસેલા સપનાઓ પુરા કરવા સંઘર્ષ કરતી અને  જીંદગીથી જાણે કોઈ ફરિયાદ ન હોય તેવું નિર્દોશ હાસ્ય ઠાલવતી 14 વર્ષીય મલીશા ખારવાની. જેણે પાંચ વર્ષની  વયે મોડલ બનવાનું સપનું જોયું હતું. મલીશા તેના પિતા અને ભાઈ સાથે બાન્દ્રામાં દરિયાકિનારે ઝૂંપડપટ્ટીમાં રહે છે. મુળ ગુજરાતથી આવેલા તેના પિતા છૂટક કામ કરે છે. પણ  કહેવાય છે ને કે ` અગર કિસી ચીજ કો શિદ્દત સે ચાહો તો પુરી કાયનાત ઉસે પુરી કરને મે લગ જાતી હૈ` , અને આ જ વસ્તુ મલીશા સાથે બની. અનાયાસે મલીશા, ફેબ્રુઆરી 2020માં ભારતની મુલાકાતે આવેલા હૉલિવૂડ એક્ટર રોબર્ટ હૉફમેનને મળી. તેણીના ચહેરા પર રહેલા આર્કષણને તે અવગણી શક્યા નહી. રોબર્ટે તેને `પ્રિન્સેસ ઓફ સ્લમ` નામ આપ્યું. આ સાથે જ તેમણે ગો ફંડ નામની લિન્ક ક્રિએટ કરી. જયાં લોકો મલીશાને નાણાકિય મદદ કરી શકે અને તે તેનું  સપનું સાકાર કરી શકે.


મલીશા ખારવા (વચ્ચે) તેના મિત્રો સાથે જેઓ ડોક્યુમેન્ટરીમાં પણ છે. 14 વર્ષની બાળકી તેના પિતા અને ભાઈ સાથે બાંદ્રાની ઝૂંપડપટ્ટીમાં રહે છે. તસવીર/શાદાબ ખાન


ઈન્સ્ટાગ્રામ પર મલીશાના હજારો ફોલોઅર્સ છે. બૉલિવુડ સ્ટાર દિયા મિર્જા અન અદિતિ રાવ હૈદરી પણ તેને ફોલો કરે છે. રોબર્ટ હૉફમેને મલીશાના કેટલાક વીડિયો પણ શુટ કર્યા હતા,જે તેમણે યુ ટ્યુબ પર અપલોડ કર્યા છે. આ સિવાય પણ મલીશાના યુ ટ્યુબ પર કેટલાક વીડિયો છે. રોર્બટ હૉફમેનને મળ્યા બાદ મલીશાનું જીવન પહેલા કરતાં થોડું બદલાઈ રહ્યું છે. તે તેના સપનાના રસ્તા પર પગલા માંડી આગળ વધી રહી છે. આ દરમિયાન ફાઈનલી તેણે ઓગસ્ટમાં એક ફોટોશુટ કર્યુ હતું.  ત્યાર બાદ મલીશાએ એક ફેશન મેગેઝિન પિકોક માટે પણ ફોટોશુટ કરાવ્યું હતું. હાલ બૉલિવૂડમાં અને નાના પડદા પર અનેક લોકો મલીશાને ઓળખે છે. તેના ફેવરિટ બૉલિવુડ સ્ટાર દિશા પટની અને ટાઈગર શ્રોફ છે.

મલીશા સ્લમ એરિયામાં રહે છે, વાસણ સાફ કરે છે અને રોજ બહારથી પાણી ભરીને લાવે છે, એવામાં ક્યારેક ભોજન નથી મળતું તો ક્યારેક શિયાળો અને ચોમાસા જેવી ઋુતુ તેની મુશ્કેલીમાં વધારો કરે છે. જોકે મલીશાને તેની આ જીંદગી કે પરિસ્થિતિ સામે કોઈ ફરિયાદ નથી. તે પોતાની ઈચ્છાઓ અને ખ્વાહિશોને પુરી કરવામાં લાગી ગઈ છે. તે ઘણી વાર રોડ પર વૉક કરવાની પ્રેક્ટિસ કરે છે. સરકારી શાળામાં ભણતી મલીશાને કડકડાટ અંગ્રેજીમાં બોલતા સાંભળતા ઘણાં લોકોને આશ્ચર્ય થાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે આ સંદર્ભે વાત કરવા મલીશા ખારવાનો સંપર્ક કર્યો હતો, પરંતુ કેટલાક કારણોસર તેની સાથે વાત થઈ શકી નહોતી. 

મલીશા તેના પિતા મુકેશભાઈ અને ભાઈ સાહિલ સાથે

મલીશા તેના સુપર મોડેલ બનવાના સપનાને સાકાર કરવા સંઘર્ષ કરી રહી છે.  મલીશા તેના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી જણાવે છે કે તે કઈ રીતે પોતાનું જીવન ગુજારી રહી છે. તે પછી કડકડતી ઠંડીમાં બહાર પથ્થરવાળી જમીન પર પાતળું કપડું પાથરી તેના પર સુઈ આખી રાત કાઢવાની સ્થિતિ હોય કે પછી ચોમાસા સમયે તો સુવાના પણ અને કયારેક જમવાના પણ ફાંફા પડવાની સ્થિતિ હોય. મલીશા એક મોડલ બની તેનું સપનું સાકાર કરવા માગે છે અને મોટી થઈને તેના પિતા અને ભાઈ માટે એક મોટું ઘર ખરીદવા માગે છે. મલિશાએ છેલ્લા 2 વર્ષમાં અનેક ફોટોશૂટ કર્યા છે. જે તમે તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર જોઈ શકો છે. 

રોબર્ટ હૉફમેને મલીશા સાથે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જે ખુબ વાઈરલ થયો હતો અને ચર્ચામાં રહ્યો હતો. એ વીડિયો પછી જ મલીશા લોકોમાં જાણીતી થઈ હતી. રોબર્ટ હૉફમેન એક અમેરિકન અભિનેતા છે. જે ડાન્સ બેઝ્ડ હૉલિવુડ ફિલ્મ સ્ટેપ એપ 2થી ખુબ ફેમસ છે. રોબર્ટ હૉફમેન એક બૉલિવુડ સોન્ગ માટે ફેબ્રુઆરી,2020માં ભારત આવ્યાં હતાં. આ દરમિયાન જ તે મલીશાને મળ્યા હતાં. કોને ખબર ક્યારે કોઈ ફરિશ્તા મળી જાય.. તો તમે પણ સપના જુઓ અને તેને સાકાર કરવા એક પગલું આગળ માંડો.

આ પણ વાંચો:નવરાત્રી સાહસ: ` Age Not Cage` અડધી સદી વટાવ્યાં બાદ પણ પૂરું કર્યુ મોડલિંગનું સપનું

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2022 02:32 PM IST | Mumbai | Nirali Kalani

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK