Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મારો BF એક્સાઇટમેન્ટમાં મારી સ્કિનને હર્ટ કરી દે છે શું એ નૉર્મલ છે?

મારો BF એક્સાઇટમેન્ટમાં મારી સ્કિનને હર્ટ કરી દે છે શું એ નૉર્મલ છે?

01 March, 2021 11:23 AM IST | Mumbai
Dr.Ravi Kothari

મારો BF એક્સાઇટમેન્ટમાં મારી સ્કિનને હર્ટ કરી દે છે શું એ નૉર્મલ છે?

મારો BF એક્સાઇટમેન્ટમાં મારી સ્કિનને હર્ટ કરી દે છે શું એ નૉર્મલ છે?

મારો BF એક્સાઇટમેન્ટમાં મારી સ્કિનને હર્ટ કરી દે છે શું એ નૉર્મલ છે?


સવાલ : એકવીસ વર્ષની છું. બૉયફ્રેન્ડ સાથે કમિટેડ રિલેશનશિપમાં છું. તેની સાથે ઇન્ટિમસીમાં હજી આગળ નથી વધી, પરંતુ ક્યારેક ફન સાથે રોમૅન્ટિક પળો માણી લઉં છું. અમે ઇન્ટરકોર્સ કરવાનું ટાળ્યું જ છે. અંગત સ્પેસ પણ નથી મળતી. મારી સમસ્યા એ છે કે મારો ફ્રેન્ડ ખૂબ એક્સાઇટ થઈ જાય તો મને ખભા, છાતી કે ગળાના ભાગમાં ખૂબ જોરથી બચકું ભરી લે છે. કદાચ બચકું પણ ન કહેવાય, પપ્પી કરીને જોરથી એ ભાગની સ્કિનને હર્ટ કરે છે. આ ક્રિયા વખતે મને બહુ એક્સાઇટમેન્ટ ફીલ થાય છે, પણ પછી એ જગ્યાએ ઘેરા રંગનું ચકામું બાઝી જાય છે. જાણે ત્વચા પર ડામ આપ્યો હોય એમ એટલો ભાગ ઘેરા મરૂન રંગનો થઈ જાય છે. એકાદ દિવસમાં એ આપમેળે નૉર્મલ થઈ જાય છે. ક્યારેક તો બહાર દેખાય એવી જગ્યાએ આવું ચકામું થઈ ગયું હોય તો એને છુપાવવા માટે કપડાં પહેરવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. બાકી એ ભાગમાં ખાસ દુખાવો પણ નથી થતો. શું મારા બૉયફ્રેન્ડની આ હરકત નૉર્મલ છે.
જવાબ : જ્યારે પૅશનેટ કિસ કરવામાં આવે કે જોરથી ત્વચાના ઉપરના લેયરને ચૂસવામાં આવે ત્યારે એ ભાગમાં લોહી જામી જવાની ક્રિયા થાય અને એટલા ભાગની ત્વચા થોડી ઘેરી લાલ-મરૂન રંગની થઈ જાય છે. એ ટેમ્પરરી હોય છે અને એનાથી કોઈ નુકસાન નથી થતું. એક્સાઇટમેન્ટમાં આવું થઈ જાય એ સ્વાભાવિક છે. એક્સાઇટમેન્ટમાં થોડી પુરુષસહજ આક્રમકતા આવી જાય ત્યાં સુધી આ હરકત નૉર્મલ છે. પણ જો આક્રમકતા હિંસાત્મક થવા માંડે કે તમને દુખે અને વાગે છતાં તે ક્રૂર આનંદ લેતો રહે એ યોગ્ય નથી. તમે જે વર્ણન કર્યું છે એ મુજબ તમારા બૉયફ્રેન્ડની આ હરકત એકદમ નૉર્મલ લાગે છે.
પુરુષો દ્વારા એક્સાઇટમેન્ટમાં ત્વચા પર થતાં આ ચકામાંને લવબાઇટ કહેવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓને તો દરેક કામક્રીડા પછી આવું એકાદ લવબાઇટ પોતાના બૉડી પર ઇન્ટિમસીની નિશાની રૂપે રાખવાનું ગમે છે. જોકે જ્યારે બીજા લોકો સહેલાઈથી જોઈ શકે એવી જગ્યા પર આવી પ્રેમની નિશાની હોય ત્યારે થોડું સંકોચમાં પડી જવાય, એ સિવાય એનાથી કોઈ તકલીફ નથી થતી.


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2021 11:23 AM IST | Mumbai | Dr.Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK