Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સાડાચાર મહિનામાં માઇનસ ૧૮

સાડાચાર મહિનામાં માઇનસ ૧૮

26 February, 2021 11:37 AM IST | Mumbai
Varsha Chitalia

સાડાચાર મહિનામાં માઇનસ ૧૮

સાડાચાર મહિનામાં માઇનસ ૧૮

સાડાચાર મહિનામાં માઇનસ ૧૮


કાંદિવલીના સોળ વર્ષના ટીનેજર યશ બારભયાએ લૉકડાઉનના સમયનો સદુપયોગ કરી સાડાચાર મહિનાના શૉર્ટ પિરિયડમાં ૮૯માંથી ૭૧ કિલો વજન કરી બતાવતા ફૅમિલી, રિલેટિવ્ઝ અને ફ્રેન્ડ્સ આશ્ચર્યમાં પડી ગયા છે. કોઈ પણ પ્રકારના ડાયટ-ચાર્ટ અને એક્સપર્ટ ઍડ્વાઇસ વગર આટલા ઓછા સમયમાં આ યંગ બૉયે વજન કઈ રીતે ઉતાર્યું એની પ્રેરણાત્મક દાસ્તાન જાણીએ.
વજન વધવાનું કારણ
ગયા માર્ચ મહિનામાં દેશવ્યાપી લૉકડાઉન આવ્યું એ વખતે દસમા ધોરણની બોર્ડ એક્ઝામની તૈયારી કરી રહેલા યશનું વજન ૮૫ કિલોની આસપાસ હતું જે ઑલરેડી ઓવરવેઇટની કૅટેગરીમાં હતું. અચાનક સ્ટડીને બ્રેક લાગી જતાં ફૂડ પર ફોકસ વધી ગયું. એમાં હજી ચાર કિલો ગેઇન થયું. યશ કહે છે, ‘નવમા ધોરણ સુધી ક્રિકેટ, ફુટબૉલ અને સાઇક્લિંગ જેવી સ્પોર્ટ્સ ઍક્ટિવિટીની રેગ્યુલર પ્રૅક્ટિસના લીધે વજન વધુ હોવા છતાં કન્ટ્રોલમાં હતું. પાંચ ફીટ નવ ઇંચ જેટલી હાઇટમાં શરીરમાં ફૅટ્સ ડિસ્ટ્રિબ્યુટ થયેલું હોવાથી પહેલી નજરે વજન વધુ છે એનો ખ્યાલ આવતો નહોતો. હા, ગાલ ચબી લાગતા હતા અને કમરનો ઘેરાવો થોડો દેખાતો હતો. ટેન્થમાં આવ્યા બાદ સ્પોર્ટ્સ લગભગ બંધ થઈ ગઈ, જ્યારે ફૂડ હૅબિટ એવી જ રહી. મૅગી, પાંઉભાજી અને ચાઇનીઝ મારું ફેવરિટ ફૂડ છે. આ આઇટમ ખાવા બેસું ત્યારે ક્વૉન્ટિટીનો કન્ટ્રોલ રહેતો નહોતો. યંગ એજમાં જન્ક ફૂડ ખાવાનો શોખ બધાને હોય, પરંતુ એનું પ્રમાણ ઓછું હોવું જોઈએ એ વાતની ગંભીરતા સમજાતી નહીં. ખોટી ફૂડ હૅબિટ અને બેઠાડુ જીવન બની જતાં વજન ખૂબ વધી ગયું હતું.’
ટ્રિગર પૉઇન્ટ
લૉકડાઉનના બીજા તબક્કામાં અચાનક એવું શું થયું કે વજન ઉતારવાની દિશામાં ડગ માંડ્યાં? યશ કહે છે, ‘વાસ્તવમાં કૉલેજમાં જવા માટે બહુ એક્સાઇટેડ હતો. નવા માહોલમાં સ્માર્ટ અને ડૅશિંગ લુક માટે કંઈક કરવા માગતો હતો. મમ્મીએ ઍડ્વાઇસ આપી કે પ્રેઝન્ટેબલ લુક જોઈતો હોય તો સૌથી પહેલાં વજન ઉતારવું પડશે. જોકે તેમણે આવી સલાહ ઘણી વાર આપી હતી, પરંતુ હું ઇગ્નૉર કરતો. તારી મૅગી બંધ કર એવું પણ વારંવાર કહેતી હતી. એવામાં અમારા નજીકના એક રિલેટિવે વજનને લઈને ટોણો માર્યો. પહેલાં તો ખરાબ લાગ્યું ને મનમાં થયું કે મારા વજન સાથે તેમને શું લેવાદેવા છે? આ દરમિયાન શરદી થઈ તો ફૅમિલી ડૉક્ટર પાસે ગયો. તેમણે પણ કહ્યું કે યશ, હવે ઓબીસ બાઉન્ડરીની નજીક પહોંચી ગયો છે. વજન ઉતારવું જ પડશે. જો નહીં માને તો નાની ઉંમરમાં રોગનો શિકાર થવાનું જોખમ વધી જશે. ઘણાબધા લોકો મારા વજનને લઈને સલાહ આપવા લાગ્યા ત્યારે મનોમન નક્કી કર્યું કે હવે તો વજન ઘટાડીને જ બતાવવું છે. લૉકડાઉનના સેકન્ડ રાઉન્ડમાં આ બાબત ટ્રિગર પૉઇન્ટ સાબિત થઈ.’
સેલ્ફ-મોટિવેશન
લૉકડાઉનની વેઇટલૉસ જર્ની વિશે વાત કરતાં યશ કહે છે, ‘ડૉક્ટરે પપ્પાને એક્સરસાઇઝની ભલામણ કરી હોવાથી ઘરમાં ટ્રેડમિલ સહિત કેટલાંક જિમ ઇક્વિપમેન્ટ્સ છે. લૉકડાઉનમાં બહાર જવાનું હતું નહીં તેથી આ સાધનો સિવાય એક્સરસાઇઝ કરવાનો બીજો કોઈ સોર્સ હતો નહીં. શરીરમાંથી આળસ ખંખેરી સવારે છ વાગ્યે ઊઠીને ટ્રેડમિલ પર વૉકિંગ અને રોજના એક હજાર સ્કિપિંગથી શરૂઆત કરી. પહેલા મહિનામાં આટલું કરવાથી પણ ઝડપથી વજન ઘટવા લાગ્યું. અંદાજે છ કિલો ઘટી ગયું હતું. ત્યાર બાદ ડમ્બેલ્સ વડે વેઇટ ટ્રેઇનિંગ સ્ટાર્ટ કર્યું. ઘરમાં મશીનરી હોવા છતાં ભૂતકાળમાં ક્યારેય યુઝ કરી નહોતી એટલે પપ્પાને પૂછવું પડતું. બીજા મહિનામાં વેઇટલૉસની પ્રોસેસ ધીમી પડી ગઈ ત્યારે ડાયટ સ્ટાર્ટ કર્યું.’
સ્ટ્રિક્ટ ડાયટ જેવું નહીં પણ પ્રમાણસર ખાવું જોઈએ એવી સમજણ વિકસ્યા બાદ મૅગી, પીત્ઝા અને ચાઇનીઝ ફૂડ સદંતર બંધ કર્યાં. એની જગ્યાએ થેપલાં અને પરાઠાં ખાવા લાગ્યો. ફૂડ પૅટર્નમાં ચેન્જિસ વિશે તે કહે છે, ‘વજન ઘટાડવાનો મુખ્ય મંત્ર છે પ્રમાણસર ખાવું. લૉકડાઉનનો સૌથી મોટો ફાયદો એ થયો કે ક્રેવિંગને કન્ટ્રોલ કરી શક્યો. ઘરમાં હોઈએ એટલે હોમમેડ ફૂડ જ ખાવા મળે. એમાં દાળ-ભાત, શાક-રોટલીની હૅબિટ પડી. કોવિડના લીધે બહારનું ફૂડ ઝીરો પર્સન્ટ થઈ ગયું. મૉર્નિંગ બ્રેકફાસ્ટમાં માત્ર દૂધ પીતો હતો. સાંજનો નાસ્તો સ્કિપ કર્યો. રાતના જમવામાં ખીચડી, દલિયા અને ઓટ્સ ખાવાની ટેવ પાડી. ડાયટમાં સિમ્પલ અને કોઈ પણ વ્યક્તિથી થઈ શકે એટલું ધ્યાન રાખવાથી વેઇટલૉસની પ્રોસેસ ફરીથી ટ્રૅક પર ચડી. સાડાચાર મહિનાની આકરી મહેનત અને સેલ્ફ-મોટિવેશનથી વેઇટને ૮૯માંથી ૭૧ પર લાવી દીધું.’
રૂટીન લાઇફ
હાલમાં યશ કૉમર્સ સ્ટ્રીમમાં સ્ટડી કરે છે. કૉલેજ સ્ટાર્ટ નથી થઈ પણ પ્રેઝન્ટેબલ લુક રેડી હોવાથી કૉલેજમાં જવા એક્સાઇટેડ છે. હોમમેડ ફૂડ ખાવાના નિયમનું ચુસ્ત પાલન કરે છે. સવારે ટ્રેડમિલ અને સ્કિપિંગ કરવાનું રૂટીન ઍઝ ઇટ ઇઝ રાખ્યું છે. સાંજના સમયે વેઇટ ટ્રેઇનિંગ ફૉલો કરે છે. હવે બધું ખૂલી ગયું હોવાથી ફ્રેન્ડ્સ સાથે સાઇક્લિંગ પણ સ્ટાર્ટ કરી દીધું છે. જોકે ફ્રેન્ડ્સ તો લૉકડાઉનમાં ફોટો જોઈને જ ઇમ્પ્રેસ થઈ ગયા હતા. પર્સનલ મુલાકાત બાદ કૉમ્પ્લીમેન્ટ્સ મળ્યાં એનાથી યશને હૅપીવાલી ફીલિંગ અને પૉઝિટિવ વાઇબ્સ મળ્યાં છે. એ કહે છે, ‘હજી ઑનલાઇન સ્ટડીઝ ચાલે છે તેથી કાર્ડિયો અને વેઇટ ટ્રેઇનિંગ માટે પૂરતો સમય મળી રહે છે. જોકે ફરીથી વેઇટ વધારવું તો નથી જ. ઇન ફૅક્ટ હજી પાંચેક કિલો ઘટાડવાનો ટાર્ગેટ છે. પેટમાં એટલું જ પધરાવવું છે જેટલી ભૂખ સંતોષવા માટેની જરૂરિયાત હોય. એક્સ્ટ્રા કૅલેરી ન જાય એનું ધ્યાન રાખું છું. યંગ જનરેશનને જન્ક ફૂડ ચોક્કસ ખાવા જોઈએ પણ લિમિટ ક્યાં રાખવાની છે એટલું સમજે તો મારા જેવો પ્રૉબ્લેમ ન આવે. એક વાર વજન વધી ગયા પછી ઉતારવા ઘણી મહેનત કરવી પડે છે. ઘણા સક્સેસફુલ પણ થતા નથી.’

પેરન્ટ્સને થઈ નિરાંત



યશનાં મમ્મી પાયલ ઇમેજ કન્સલ્ટન્ટ છે અને પપ્પા દીપેશભાઈનો ડાયમન્ડનો બિઝનેસ છે. પાયલબહેને પહેલાં જ કહી રાખ્યું હતું કે તારી પર્સનાલિટી પર ત્યારે કામ કરીશ જ્યારે તું વજન ઉતારીને બતાવીશ. હવે જ્યારે યશનું વજન ઘટી ગયું છે તો પાયલબહેન દીકરાની ઇમેજ બદલાય એના પર કામ કરી રહ્યાં છે જેથી તેનો કૉન્ફિડન્સ બિલ્ડ થાય. વાસ્તવમાં બારભાયા ફૅમિલીમાં ઓવરવેઇટ હોવું વારસામાં છે. સ્વીટ ટૂથ ક્રેવિંગ ન હોવા છતાં યશના પપ્પા દીપેશભાઈને ત્રીસ વર્ષની ઉંમરે જ ડાયાબિટીઝ આવી ગયું હતું. દીકરો ઓબીસ બની રહ્યો છે એની ચિંતા તેમને સતાવતી હતી. તેમને ડર હતો કે યશનું વજન આઉટ ઑફ કન્ટ્રોલ થઈ ગયું તો નાની ઉંમરે શુગરની બીમારી આવી જશે. વેઇટલૉસ માટે યશના પ્રયાસો, ગંભીરતા અને ડાયટ પૅટર્ન જોઈને હવે તેમને નિરાંત થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2021 11:37 AM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK