° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


લાઇસન્સમાં લેસન વધારો : ડ્રાઇવિંગ લાઇસન્સની બાબતમાં ભારતે હવે વધારે ગંભીર થવાની જરૂર છે

19 September, 2022 03:09 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં કરવામાં આવતી બેદરકારી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વાત શરૂ કરતાં પહેલાં એક વાત કહેવાની કે દુનિયાના જે પણ મહત્ત્વના દેશો છે એ ઇન્ડિયન ડ્રાઇવિંગ લાઇસન્સ નથી સ્વીકારતા. એની પાછળ આમ તો બે મહત્ત્વનાં કારણ છે. પહેલું કારણ સ્ટિયરિંગની અવળી દિશા, પણ બીજું કારણ વધારે મહત્ત્વનું છે. ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં કરવામાં આવતી બેદરકારી. દુનિયાના તમામ દેશોના લિસ્ટમાં ભારત અનેક સ્તરે આગળ વધતું જાય છે અને પોતાનો ક્રમ ઉપર લાવતું જાય છે, પણ ડ્રાઇવિંગ લાઇસન્સ એક એવી બાબત છે જેમાં ન તો ક્રમ ઉપર આવે છે કે ન તો ભારતની આબરૂને સન્માન મળે છે.

ડ્રાઇવિંગ લાઇસન્સની બાબતમાં જાગ્રત થવાનો, વધારે ગંભીર થવાનો સમય આવી ગયો છે. આપણે ત્યાં જે પ્રકારે હિટ ઍન્ડ રનના કેસ ઘટે છે એ ખરેખર આંખ ખોલનારા છે. કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીમાં ક્યાંય પણ જઈને જોઈ લેશો તો તમને આ પ્રકારના કિસ્સા જોવા મળે છે, જેમાં વગરવાંકે માસૂમ લોકોનો ભોગ લેવાય છે.

હિટ ઍન્ડ રન એ ડ્રાઇવિંગ પ્રત્યેની આપણી બેદરકારીનું સૌથી મોટું ઉદાહરણ છે અને એવું ઉદાહરણ છે જેને માટે જાગૃતિ સાથે કામ કરવું જરૂરી છે. બહુ ફાલતુ રકમ સાથે લાઇસન્સ માટે ચેડાં કરવામાં આવે છે. બહુ મામૂલી એવી રકમના ઉમેરા સાથે લાઇસન્સ આપી દેવામાં આવે છે. પૂરતી તપાસ પણ નથી થતી અને સુરક્ષાની બાબતમાં પૂરતું ધ્યાન પણ રાખવામાં નથી આવતું. નિયમોનું પાલન થાય છે. બધેબધા નિયમોનું પાલન થઈ જાય છે. જે એક્ઝામ લેવાની હોય છે એ પણ આપવામાં આવે છે અને ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ બધામાં ફેલ થયા પછી પણ રિઝલ્ટ પાસનું આવી જાય છે, જે રિઝલ્ટ ક્યાંક ને ક્યાંક માસૂમ લોકો પર જોખમ સાથે આગળ વધે છે.

યુરોપમાં લાઇસન્સ કઢાવવાનું હોય તો મેન્ટલ સ્ટેબિલિટી વિશે પણ જોવામાં આવે છે. આજે પણ યુરોપમાં રહેતા ઇન્ડિયન્સ કહે છે કે ઇન્ટરનૅશનલ લાઇસન્સ ઇન્ડિયાથી જ લેવું જોઈએ. આવું કહેવા પાછળ કોઈ કારણ એવું નથી કે ભારત માટે પ્રેમ ઝળકે છે. ના, જરા પણ નહીં. એવું પણ નથી કે ત્યાંના ચાર્જિસ એવા હાઈ હોય કે તમે કલ્પના પણ ન કરી શકો. ઍક્ચ્યુઅલી, ત્યાંની લાઇસન્સ-પ્રોસેસ એ સ્તરની છે કે કદાચ દસમાંથી નવ લોકોનાં લાઇસન્સ રિજેક્ટ થાય અને યુરોપ સહિત દુનિયાના ઑલમોસ્ટ તમામ મહત્ત્વના દેશોમાં એવો નિયમ છે કે એક વાર રિજેક્ટ થયેલાં લાઇસન્સ માટે અમુક વર્ષ સુધી તેઓ ફરીથી ઍપ્લિકેશન નથી કરી શકતા.

આ નિયમ સત્તાને વધારે પડકારરૂપ પુરવાર કરવા માટે નથી. આ નિયમ પ્રજાને સુરક્ષિત રાખવા માટે છે, તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખવાના હેતુથી છે. આજના સમયમાં આ જ હેતુ આપણા દેશમાં પણ બહુ મહત્ત્વનો બન્યો છે અને આ જ હેતુ આ દેશની પ્રજાને સુરક્ષા પૂરી પાડે એ પણ ધારી શકાય એમ છે.

હિટ ઍન્ડ રન કેસ જે સ્તરે આ દેશમાં વધી રહ્યા છે એ દર્શાવે છે કે આજે જાગીશું તો આવતી કાલ સુખમય હશે. આ જ વાતની સાથોસાથ એ કહેવાનું કે એ પણ એટલું સાચું છે કે દેશનો કાયદો કડક થાય એ જ પૂરતું નહીં કહેવાય, દરેક પેરન્ટ્સે કડક થવું પડશે. પેરન્ટ્સ સાથેની આ વાતને આવતી કાલે કન્ટિન્યુ કરીશું. 

19 September, 2022 03:09 PM IST | Mumbai | Manoj Joshi

અન્ય લેખો

માતાજીને આહવાન આપતી વખતે તમને યાદ રહે છે કે ઘરમાં પણ જે છે એ માવડી છે?

આપણે એ જ વાતને પકડી રાખીએ અને એવું જ ધારીએ કે આરાધના કોઈ પણ રીતે થાય અને કોઈ પણ સ્વરૂપમાં થાય, જો ખરા દિલથી થતી હશે તો માવડી એ સ્વીકારશે જ.

26 September, 2022 02:04 IST | Mumbai | Manoj Joshi

ડાહ્યાનું ગાંડપણ અને ગાંડાનું ડહાપણ

ડાહ્યા અને ગાંડામાં શું ફેર છે એ ખાતરીપૂર્વક કહેવું ભારે મુશ્કેલ છે. ડાહ્યા માણસે પણ ક્યારેક ગાંડા થઈને આ સમજવા જેવું છે

24 September, 2022 05:32 IST | Mumbai | Dr. Dinkar Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK