° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


આમાં માણસ કોને ગણવાનો? : જાનવર બનતી જતી પ્રજાએ સમજવું પડશે કે થોડા તો મૂળ રૂપમાં આવીએ

22 September, 2022 04:38 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

ભારતમાં પણ આ નવાં બનનારાં ઝૂ હવે આ જ ડિઝાઇનનાં બને છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વાત ગયા વીકની છે. અમેરિકાના એક સ્ટેટના ઝૂમાં આ ઘટના ઘટી હતી.

ઝૂમાં ફરતા ટૂરિસ્ટમાંથી એક બહેનના હાથમાંથી ચાર વર્ષનું બાળક છૂટી ગયું અને એમ જ ફરતું એ બાળક પોતાની ભૂલના કારણે ગોરીલાના પાંજરામાં પડી ગયું. અમેરિકાના ઝૂમાં જે પાંજરાં હોય છે એ આપણે ત્યાં હોય છે એવાં નથી હોતાં. ઝૂમાં મૂળભૂત જંગલને અકબંધ રાખવાનો પ્રયાસ થાય અને જે ટૂરિસ્ટ કે વિઝિટર્સ એરિયા હોય એને હાઇટ પર રાખવામાં આવે. ભારતમાં પણ આ નવાં બનનારાં ઝૂ હવે આ જ ડિઝાઇનનાં બને છે. આ પ્રકારના ઝૂને કારણે વિઝિટર્સને વ્યુ પર્ફેક્ટ મળતો હોય છે.

અમેરિકામાં ઘટેલી જે ઘટનાની આપણે વાત કરીએ છીએ એમાં ગોરીલા જંગલ જેવા વિસ્તારમાં બનાવવામાં આવેલી એક નાની નદીમાં બેઠો હતો. નદી પણ ન કહેવાય એને, માંડ એકાદ ફુટ પાણી એમાં હતું અને ભૂલથી નીચે પહોંચી ગયેલું એ બાળક પણ આ જ નદીમાં બેઠું હતું. બાળકને કોઈ જાતની ઈજા થઈ નહોતી અને એ રડતું પણ નહોતું અને એમ છતાં પણ ગભરાયેલી તેની મમ્મી અને બીજા રિલેટિવ્સે એવો તે દેકારો મચાવી દીધો કે ન પૂછો વાત. એ બાપડા ખોટાં પણ નથી. કોઈને પણ બીક લાગે જ અને એમાં આ તો બાળક હતું. સ્વાભાવિક રીતે સૌકોઈને મનમાં ડર પેસી જાય. દેકારો બોલી ગયો એટલે ઝૂ ઑથોરિટી પણ ત્યાં આવી ગઈ. તેમણે બાળકની ફૅમિલીને શાંત રહેવા માટે સમજાવી અને ત્યાં હાજર રહેલા બીજા લોકોને દૂર કરવાની કોશિશ કરી પણ બીજા કોઈ ત્યાંથી ગયા જ નહીં એટલું જ નહીં, તેમના દેકારા એટલા ચાલુ રહ્યા કે ગોરીલાના મનમાં ડર પેસી ગયો.

ગોરીલા સંવેદનશીલ પ્રજા છે. એ કોઈના પર હુમલો કરવામાં માનતી નથી. એ પણ પેલા બાળકની રક્ષા માટે જ તેની આસપાસ ગોઠવાઈ ગયો હતો અને બાળકને હાનિ ન થાય એનું ધ્યાન રાખીને જ્યાં પણ ભાગે ત્યાં બાળકનો હાથ પકડીને ભાગતો હતો, પણ બાળક નાનું હતું એટલે નૅચરલી તે પેલા ગોરીલાની ઝડપે ભાગી શકે નહીં. પણ એમ છતાં ગોરીલા એટલો સમજુ હતો કે એ બાળકને પોતાના ખભા પર બેસાડીને પણ દોડાદોડી કરી ભાગતો રહ્યો. એને મનમાં એમ જ હતું કે ઉપરથી રાડો પાડતા આ લોકો બાળક પર હુમલો કરશે. દોઢેક કલાકની આ જહેમત પછી એક તબક્કો એવો આવી ગયો કે ઝૂ ઑથોરિટીએ નક્કી કરવું પડ્યું કે ગોરીલાને બેભાન કરીને તેની પાસેથી બાળક લઈ લેવું. ઝૂ ઑથોરિટી સતત બધાને કહેતા રહ્યા, સમજાવતા રહ્યા કે પ્લીઝ, તમે શાંતિ રાખો. પણ લોકો માન્યા જ નહીં અને પરિણામે ગોરીલાને ટ્રૅન્ક્વિલ ઇન્જેક્શન આપવાનો વારો આવ્યો.

ઇન્જેક્શન આપવામાં ઑથોરિટીથી ભૂલ થઈ અને એ ઇન્જેક્શન ગોરીલાની આંખમાં લાગ્યું. દવાની આડઅસર અને અને ફૂટી ગયેલી આંખના કારણે ગોરીલાને એવો તો શૉક લાગ્યો કે એ ત્યાં જ મરી ગયો. હા, બાળક તેણે છેલ્લી ઘડી સુધી હાથમાંથી છોડ્યું નહીં. ઑથોરિટી કહે છે કે ગોરીલા મર્યો એની પાછળ બીજું કોઈ કારણ નહીં પણ જાનવર બની ગયેલી પ્રજા હતી. ટળવળતા ફૅમિલી મેમ્બરને સમજાવવા જેટલા સહેલા હતા એના કરતાં પણ વધારે આકરી આ પ્રજા હતી. જરા વિચારો કે ખરેખર સમય આવી ગયો છેને જાણવાનો કે ખરેખર જાનવર હવે કોણ રહ્યું છે.   

22 September, 2022 04:38 PM IST | Mumbai | Manoj Joshi

અન્ય લેખો

માતાજીને આહવાન આપતી વખતે તમને યાદ રહે છે કે ઘરમાં પણ જે છે એ માવડી છે?

આપણે એ જ વાતને પકડી રાખીએ અને એવું જ ધારીએ કે આરાધના કોઈ પણ રીતે થાય અને કોઈ પણ સ્વરૂપમાં થાય, જો ખરા દિલથી થતી હશે તો માવડી એ સ્વીકારશે જ.

26 September, 2022 02:04 IST | Mumbai | Manoj Joshi

બાજી પ્રકરણ ૧

‘અરે હા, હું તો ભૂલી જ ગઈ!’ ઋતુએ અચાનક સાંભર્યું હોય એમ ચિબુક પર હાથ મૂકવાના અભિનય સાથે સંભળાવ્યું, ‘મને યાદ જ ન રહ્યું કે તમારું તો આખું શરીર પૅરૅલાઇઝ્ડ છે!’

26 September, 2022 11:30 IST | Mumbai | Samit (Purvesh) Shroff

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK