Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મેન વિલ બી મેન

મેન વિલ બી મેન

10 January, 2022 08:14 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

મોબાઇલનું વળગણ તો સ્ત્રીઓમાં પણ જોવા મળે છે, પરંતુ ફરક એ કે પુરુષો મોબાઇલ મારફત મની મિન્ટ કરવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે

મેન વિલ બી મેન

મેન વિલ બી મેન


બે વર્ષથી વર્ક ફ્રૉમ હોમ જેવી સિસ્ટમ અમલમાં મુકાઈ હોવાના કારણે પુરુષો સ્માર્ટફોન ઍડિક્શનના શિકાર બન્યા છે એ‍વું સાઇબર સિક્યૉરિટી કંપનીના સર્વેક્ષણ‌માં જાણવા મળ્યું છે. જોકે મોબાઇલનું વળગણ તો સ્ત્રીઓમાં પણ જોવા મળે છે, પરંતુ ફરક એ કે પુરુષો મોબાઇલ મારફત મની મિન્ટ કરવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે

સ્માર્ટફોન નામના ટચૂકડા ડિવાઇસે આખી દુનિયામાં તહલકો મચાવી દીધો છે. જેને જુઓ તે મોબાઇલમાં ખૂંપેલું જોવા મળે. અત્યાર સુધી યુવાપેઢી અને મહિલાઓમાં સ્માર્ટફોનનું વળગણ વધુ જોવા મળતું હતું. કામધંધામાં રચ્યાપચ્યા રહેતા પુરુષોને ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા પર ખણખોદ કરવાનો સમય મળતો નહોતો. કોવિડ બાદ આ સિનારિયો ચેન્જ થયો છે. પુરુષોમાં મોબાઇલનો ક્રેઝ વધતો જાય છે એવો સર્વે સામે આવ્યો છે. કોવિડ મહામારી દરમિયાન ડિજિટલ વર્લ્ડ રોજિંદા જીવનનો મહત્ત્વનો ભાગ બનતાં સાઇબર સિક્યૉરિટી કંપની નૉર્ટનલાઇફલૉક દ્વારા પુરુષોની ઑનલાઇન રહેવાની આદત પર સમીક્ષા માટે એક વૈશ્વિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં સામેલ ૬૬ ટકા ભારતીય પુરુષોએ કબૂલ્યું હતું કે વર્ક ફ્રૉમ હોમના લીધે તેઓ સ્માર્ટફોન ઍડિક્શનનો શિકાર બન્યા છે. પહેલાંની સરખામણીએ હવે પુરુષો દિવસમાં સરેરાશ બેથી અઢી કલાક જેટલો સમય વધુ સ્માર્ટફોનમાં ખૂંપેલા રહે છે. એ બતાવે છે કે પુરુષો મોબાઇલના બંધાણી થતા જાય છે. આ રિપોર્ટમાં કેટલો દમ છે એ તેમને જ પૂછીએ.
સોશ્યલ મીડિયા સ્ક્રોલિંગ
સ્માર્ટફોનનો યુઝ કરી પુરુષોએ બિઝનેસ વિકસાવ્યો છે અને સ્ટૉક માર્કેટમાંથી મની બનાવ્યા છે. કોરોનાકાળમાં સ્માર્ટફોન ગેમ-ચેન્જર સાબિત થયો છે તેમ છતાં મોટા ભાગના લોકો સોશ્યલ મીડિયા પર ટાઇમપાસ કરે છે. ઉપરોક્ત રિપોર્ટ સંદર્ભે મલાડના ભાવિન રાજ કહે છે, ‘તમે નોંધ્યું હોય તો અગાઉ મહિનાઓ સુધી પુરુષો પોતાનું ડીપી ચેન્જ નહોતા કરતા. સ્ટેટસ મૂકવાનો કે બીજાનાં સ્ટેટસ વાંચવાનો સમય નહોતો. વૉટ્સઍપ ગ્રુપના મેસેજને ટૅગ કરીને રિપ્લાય કઈ રીતે કરાય એ પણ જેને આવડતું નહોતું એવા પુરુષો હવે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને ફેસબુક રીલ્સનું નૉલેજ ધરાવે છે. વર્ક ફ્રૉમ હોમમાં ટ્રાવેલિંગનો સમય બચી ગયો એમાં તેઓ સોશ્યલ મીડિયા પેજ સ્ક્રોલ કરવા લાગ્યા. સ્ટોરી બુક્સ અને ન્યુઝપેપર પણ મોબાઇલમાં વાંચતા થઈ ગયા. ફ્રેન્ડ દ્વારા સજેસ્ટ કરવામાં આવેલાં મૂવી અને સોશ્યલ મીડિયા પેજ પર શેર થયેલી લિન્કના લીધે સ્ક્રીન ટાઇમ વધી ગયો. ઑફિસના કામકાજ માટે ઇન્ટરનેટ સાથે આપણે પહેલેથી કનેક્ટેડ હતા, પરંતુ જરૂરિયાત પૂરતું વાપરતા. ઘરે રહીને વપરાશ ચાળીસ ટકા જેટલો વધી ગયો હતો. હવે જોકે કામકાજ શરૂ થઈ જતાં પુરુષો આ આદતમાંથી બહાર નીકળવા લાગ્યા છે. ટ્રેનની ભીડમાં મોબાઇલ કાઢી ન શકાય. સેલ્ફ-ડ્રાઇવિંગ કરીને જતા હો તો પણ મોબાઇલ નથી વાપરવાના અને વર્કપ્લેસ પર પહોંચ્યા બાદ કામમાં ખૂંપી જવાના છે. ફોકસ ચેન્જ થતાં ઍડિક્શન ઓછું થઈ ગયું.’
ઇન્ફર્મેશન અને ઇન્કમ
આપણા પર વૉચ રાખવાવાળું કોઈ ન હોય ત્યારે આદતો બગડે છે. આ વાત મોબાઇલના બંધાણીઓને પણ લાગુ પડે છે એમ જણાવતાં બાંદરાના ભાવિક જાટકિયા કહે છે, ‘કોવ‌િડ આવ્યો ત્યારથી મોટા ભાગના લોકોનું શરીર સ્લીપિંગ મોડમાં ચાલ્યું ગયું છે. વર્ક ફ્રૉમ હોમમાં કમ્ફર્ટ ઝોનમાં આવી જવાથી બિહેવિયર ચેન્જ થઈ ગયું. ઑફિસની અંદર અટેન્શન આપવું પડે, જ્યારે ઘરમાં બંધન નથી હોતું. આ કારણસર લોકો મોબાઇલમાં આવતાં નોટિફિકેશન પર વધુ ધ્યાન આપવા લાગ્યા અને વપરાશ વધી ગયો. મારી અંગત વાત કરું તો અગાઉ દિવસમાં પોણો કલાક સોશ્યલ મીડિયા પર વિતાવતો હતો, હવે દોઢ કલાક વિતાવું છું. યુઝ ડબલ થઈ ગયો, પરંતુ એના કારણે ઘણું જાણવા મળ્યું છે. વૉટ્સઍપ પર શૅર થતી વાંચન સામગ્રીનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે. જોકે સ્માર્ટફોન યુઝર્સ પુરુષોની વાત કરીએ તો એમાં અલગ-અલગ કૅટેગરી છે. મારા મતે મોબાઇલ પર ટાઇમપાસ કરનારા પુરુષોની સંખ્યા ઓછી હોવી જોઈએ. ઇન્ટરનેટ માહિતીનો ખજાનો છે તેમ જ ગૂગલ ઍપના માધ્યમથી સ્ટાર્ટઅપને પુશઅપ મળે છે એવું જેઓ સમજ્યા છે તેમણે મોબાઇલ મારફત ઇન્કમનો સોર્સ ઊભો કર્યો છે. ઑનલાઇન હોય કે ઑફલાઇન, પુરુષોનું માઇન્ડ બિઝનેસ પર્પઝથી જ વિચારતું હોય છે. બીજું એ કે તેઓ નાનાં બાળકો નથી કે આદત છોડી ન શકે.’
રેવન્યુ જનરેટ થઈ
પુરુષો સ્માર્ટફોન ઍડિક્શનનો શિકાર બન્યા છે એવું ન કહી શકાય. હા, વપરાશ ચોક્કસ વધ્યો છે એવો મત વ્યક્ત કરતાં ઘાટકોપરના હિરેન હરીઆ કહે છે, ‘ઍડિક્શન અને એક્સપ્લોરેશન બે જુદા શબ્દો છે. વૉટ્સઍપ, વેબ-સિરીઝ કે મૂવી જોવા, ફોટો અપલોડ કરવા, કમેન્ટ્સ કરવી આ બધી ઍક્ટિવિટી માટે મોબાઇલમાં કલાકો સુધી ખૂંપેલા રહો એને ઍડિક્શન કહેવાય; કારણ કે એમાં પ્રોડક્ટિવિટી ઝીરો છે. પુરુષોએ સ્ટાર્ટઅપ તેમ જ રેવન્યુ જનરેટ કરવા સ્માર્ટફોન એક્સપ્લોર કર્યો છે. બિઝનેસ ડેવલપમેન્ટ માટે ટેક્નૉલૉજીની સાથે અપડેટેહ રહેવું જરૂરી છે. મિડલ એજના પુરુષોમાં આ સમજણ વિકસી. માર્કેટમાં નવા મૉડલ્સ કયાં આવ્યાં છે, બિઝનેસ સંબંધિત ગવર્નમેન્ટ પૉલિસીમાં શું ચેન્જિસ આવ્યા છે વગેરે જાણકારી મેળવવા મોબાઇલનો ઉપયોગ કરવો એને વેસ્ટ ઑફ ટાઇમ ન કહેવાય. બીજું એ કે કોવિડમાં સ્ટૉક માર્કેટ એક્સ્ટ્રા ઇન્કમનો મહત્ત્વનો સોર્સ હતો. ટ્રેડિંગમાં પ્લસ-માઇનસ શું છે અને કયા સ્ટૉકમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે એના પર વૉચ રાખવા મોબાઇલનો વપરાશ વધ્યો. આ ઍક્ટિવિટી પહેલાં પણ મોબાઇલમાં થતી હતી, પરંતુ બે વર્ષમાં વધી ગઈ છે. સ્માર્ટફોનના કારણે પુરુષોને રેવન્યુ જનરેટ કરવાના આઇડિયાઝ એક્સપ્લોર કરવાની તક મળી. ફોન-કૉલિંગ અને એસએમએસની દુનિયામાંથી બહાર નીકળી તેઓ જુદી-જુદી ઍપ સાથે કનેક્ટેડ થયા. નેવું ટકા પુરુષોએ સ્માર્ટફોનના માધ્યમથી મની બનાવ્યા છે.’



 ઇન્ટરનેટ માહિતીનો ખજાનો છે તેમ જ ગૂગલ ઍપના માધ્યમથી સ્ટાર્ટઅપને પુશઅપ મળે છે એવું જેઓ સમજ્યા છે તેમણે મોબાઇલ મારફત ઇન્કમનો સોર્સ ઊભો કર્યો છે. ઑનલાઇન હોય કે ઑફલાઇન, પુરુષોનું માઇન્ડ બિઝનેસ પર્પઝથી જ વિચારતું હોય છે
ભાવિક જાટકિયા


ઍડિક્શનથી દૂર રહ્યા

લોકલ ટ્રેનના પ્રવાસ દરમિયાન અગાઉ પુરુષો ન્યુઝપેપર વાંચતા કે મિત્રો સાથે વાતચીત કરતા જોવા મળતા. હવે મોટા ભાગના પુરુષો મોબાઇલમાં મૂવી જુએ છે અથવા ગેમ્સ રમે છે. સિનારિયો ચેન્જ થયો છે એ વાતનો સ્વીકાર કરતાં ડોમ્બિવલીના જતીન ગાલા કહે છે, ‘કોરોનાકાળમાં જેમની જૉબ છૂટી ગઈ હતી અથવા કામધંધા ઠપ થઈ ગયા હતા તેમણે મોબાઇલમાં વેબ-સિરીઝ જોવામાં, ગેમ્સ રમવામાં અને સોશ્યલ મીડિયા પર ખાસ્સો સમય પસાર કર્યો હતો. ધીમે-ધીમે આદત બની ગઈ. જોકે આ બાબત હું નસીબદાર રહ્યો છું. સ્માર્ટફોનના વળગણથી દૂર રહી શક્યો એનું શ્રેય કચ્છની માટી, ત્યાંની જીવનશૈલી અને કુદરતી વાતાવરણને આપીશ. વર્ક ફ્રૉમ હોમની શરૂઆતના આઠેક મહિના વતનમાં હતો. ઑફિસની મીટિંગ પત્યા પછી ખેતરોમાં ફરવા નીકળી પડતો. પ્રાકૃતિક સૌંદર્યને માણવામાં મોબાઇલ યાદ નહોતો આવતો. અગાઉ દિવસના દોઢ કલાક સ્માર્ટફોન પર વિતાવતો હતો અને આજે પણ એટલો જ સમય ઑનલાઇન રહું છું. મુંબઈનું જનજીવન હજી જોઈએ એવું થાળે પડ્યું નથી તેથી મને લાગે છે પુરુષોમાં મોબાઇલની આદત ટેમ્પરરી છે. અલ્ટિમેટલી કોઈ પણ પુરુષનું મેઇન ફોકસ મની જનરેટ કરવાનું જ રહેવાનું. તેઓ આદતને કન્ટ્રોલ કરી લેશે.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2022 08:14 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK