ઉંમર હતી ૧૪ વર્ષની જ્યારે ૯૬ કિલોના રાહુલ કારેલિયાના જીવનમાં કોઈ ધ્યેય નહોતું, એમાંથી આજે સેંકડો લોકોને કરાટેમાં ટ્રેઇન કરનારા રાહુલ કારેલિયાના લાઇફના ગોલ્સ જ બદલાઈ ગયા છે
કરાટેનું લર્નિંગ આ યુવાન માટે બન્યું ટર્નિંગ પૉઇન્ટ
ADVERTISEMENT
ટ્રેઇનિંગ સતત | અત્યાર સુધીમાં અઢળક પુરસ્કારોથી નવાજાયેલો રાહુલ જુદા-જુદા પ્રકારની માર્શલ આર્ટ્સ શીખવે છે અને સ્કૂલનાં નાનાં બાળકોથી લઈને સ્ત્રી, પુરુષો, વર્કિંગ પ્રોફેશનલ્સ, કૉર્પોરેટ હાઉસિસ, પોલીસ-અધિકારીઓને પણ કરાટે અને અન્ય માર્શલ આર્ટનાં ફૉર્મ્સ માટે ટ્રેઇન કરી ચૂક્યો છે. પોતાની યુનિક જર્નીની વાત કરતાં તે કહે છે, ‘શીખવવું એક બાબત છે અને શીખવું જુદી બાબત. કોચિંગ સરળ નથી પણ મને મારા અનુભવ પરથી લાગે છે કે કોચ તરીકે હું વધારે કન્વિન્સિંગ છું. અત્યારે બ્લૅક બેલ્ટ ટૂના લેવલ સુધી પહોંચ્યો છું. જોકે આ જર્ની બહુ લાંબી હોય છે. એંસી વર્ષનો થઈ જાઉં તો પણ એમાં શીખવાનું બાકી રહે એટલું બધું એમાં નૉલેજ છે. અત્યારે જોકે ટુર્નામેન્ટમાં અને કૉમ્પિટિશનમાં મારા સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરે છે. સ્કૂલ, કૉલેજિસ, સોસાયટી, કૉર્પોરેટ હાઉસમાં અમે સેલ્ફ-ડિફેન્સના સેમિનાર કરીને તેમને પણ ટ્રેઇન કર્યા છે. કરાટે મારી લાઇફમાં ટર્નિંગ પૉઇન્ટ બનીને આવ્યો. એક સમયે જન્ક ફૂડ પર નભનારો લેઝી અને હાર્ડલી ઍક્ટિવ બાળક હતો જે કરાટેમાં આવ્યા પછી સવારે સાડાચાર વાગ્યે ઊઠવા માટે અને ટ્રેઇનિંગ માટે હોંશે-હોંશે જાય એ બહુ મોટું ટ્રાન્સફૉર્મેશન છે. હું બહુ જ ડિસિપ્લિન્ડ થઈ ગયો. મારી ફિઝિકલ સ્ટ્રેંગ્થની સાથે મેન્ટલ સ્ટ્રેંગ્થ પણ વધી. જીવનને લક્ષ્ય મળ્યું. ભણવાથી જ આપણે આગળ વધીએ એવું નથી, મારી લાઇફ પરથી કહું છું કે તમારા બાળકને સ્પોર્ટ્સનો અનુભવ કરાવો. તેને કોઈ ને કોઈ આઉટડોર ગેમ માટે ટ્રેઇન કરો. હું તમને ગૅરન્ટી સાથે કહું છું કે એ સ્પોર્ટ્સની તનાની પર્સનાલિટી ડેવલપમેન્ટમાં જોરદાર પૉઝિટિવ અસર થશે. તમે જો તેને જીવનમાં આગળ વધારવા માગતા હો તો ડેફિનેટલી આ વાત લાગુ પડે છે.’
અઢળક પુરસ્કારોથી નવાજાયેલો રાહુલ સ્કૂલનાં નાનાં બાળકોથી લઈને કૉર્પોરેટ હાઉસિસ, પોલીસ-અધિકારીઓને પણ કરાટે અને અન્ય માર્શલ આર્ટનાં ફૉર્મ્સ માટે ટ્રેઇન કરી ચૂક્યો છે.