Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાણો, માણો ને મોજ કરો

જાણો, માણો ને મોજ કરો

16 September, 2021 05:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શટ ધ ભટ્ટ : સ્ટૅન્ડ અપ કૉમેડિયન પ્રતીક ભટ્ટનો સોલો કૉમેડી શો લાઇવ થઈ રહ્યો છે. બે કલાકના આ શોમાં પ્રતીક ભટ્ટ તમારી બોલતી બંધ કરી દે એવી કૉમેડીથી પેટ પકડીને હસાવી મૂકશે. 

શટ ધ ભટ્ટ

શટ ધ ભટ્ટ


મૅથેમૅટિક્સ મૅજિક 

ગણિત ગમ્મત બની જાય જો એની કેટલીક ટ્રિક્સ આવડી જાય. કંઈક નવું શીખવાની જિજ્ઞાસા અને થોડીક બેઝિક મૅથ્સની ટ્રિક્સ તમારા માટે ગણિતની ગુથ્થીને સરળ બનાવી દઈ શકે છે. એમ કરીને તમારી ગણતરીમાં સ્પીડ, ચોકસાઈ ઉમેરાશે. પાંચ વર્ષથી મોટી વયનાં તમામ બાળકો માટે મૅથ્સના બેઝિક્સ શીખવવા માટેની વર્કશૉપ બહુ ઉપયોગી રહેશે.


ક્યારે?: ૧૮ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર

સમય: સવારે ૧૧થી રાતે ૮ દરમ્યાન એક કલાકનો સ્લૉટ
ક્યાં: ઑનલાઇન ઝૂમ પર 

કિંમત: ૩૯૯ રૂપિયા 

રજિસ્ટ્રેશન : insider.in

શટ ધ ભટ્ટ 

સ્ટૅન્ડ અપ કૉમેડિયન પ્રતીક ભટ્ટનો સોલો કૉમેડી શો લાઇવ થઈ રહ્યો છે. બે કલાકના આ શોમાં પ્રતીક ભટ્ટ તમારી બોલતી બંધ કરી દે એવી કૉમેડીથી પેટ પકડીને હસાવી મૂકશે. 
ક્યારે?: 
૧૮ સપ્ટેમ્બર
સમય: 
૮.૧૫ સાંજે 
ક્યાં?: ધ હેબિટૅટ, 
ખાર-વેસ્ટ

રજિસ્ટ્રેશન : bookmyshow

મિરર મંડલા વર્કશૉપ 

મંડલા માત્ર પેઇન્ટિંગમાં જ નહીં, મક્રામે વર્કમાં પણ કરી શકાય. નૉટમચનાં ઝૈનબ પેઇન્ટરે દોરાની ચોક્કસ ગાંઠો મારીને ખાસ મંડલા ઇફેક્ટ આપે એવી ડિઝાઇન્સ તૈયાર કરી છે. બે દિવસની વર્કશૉપમાં મિરર મંડલા મક્રામે વર્ક શીખવવામાં આવશે જેમાં ૧૪થી ૧૫ ઇંચના આઉટર ડાયામીટરવાળું વર્ક તૈયાર થશે. કઈ રીતે થ્રેડની માપણી કરવાની અને કઈ રીતે કેટલી ગાંઠો વાળવાથી ચોક્કસ ગોળાકારવાળી આર્ટ તૈયાર થશે એની ટેક્નિક પણ શીખવવામાં આવશે. 
ક્યારે?: ૧૮ અને ૧૯ સપ્ટેમ્બર
સમય: સાંજે ૪થી ૭
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
કિંમત: ૧૫૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન : allevents.in

શીખો ઇન્ડિયન સાઇન લૅન્ગ્વેજ 

સાંભળી અને બોલી ન શકતા લોકોની લાઇફ સરળ બને એ માટે તેઓ સાઇન લૅન્ગ્વેજ શીખતા હોય છે, પણ જે લોકો બોલી-સાંભળી શકે છે તેમને પણ સાઇન લૅન્ગ્વેજ આવડે તો ડિસેબિલિટી ધરાવતી વ્યક્તિનું જીવન સરળ થઈ શકે. પબ્લિક ચૅરિટેબલ સંસ્થા ટ્રસ્ટ ફૉર રીટેલર્સ ઍન્ડ રીટેલ અસોસિએટ્સ ઑફ ઇન્ડિયા દ્વારા પંખ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. પર્સન્સ વિથ ડિસેબિલિટીઝને એમ્પાવર કરવા માટે થઈને પણ સાઇન લૅન્ગ્વેજ શીખવી જરૂરી છે. 
ક્યારે?: ૨૦થી ૩૦ સપ્ટેમ્બર 
સમય: રાતે ૯ 
કિંમત: નિ:શુલ્ક
રજિસ્ટ્રેશન : insider.in

ડાઇ કરો નૅચરલ રંગોથી

તમારાં જૂનાં કપડાંને નવા કુદરતી રંગોથી રંગીને નવાંનક્કોર બનાવવાં હોય કે પછી સાદાસફેદ કૉટન ફૅબ્રિકને નૅચરલ રંગોની મનગમતી ડિઝાઇન આપવી હોય તો એ માટે ખાસ વર્કશૉપ માન્યા છેરાબુદ્દી દ્વારા ઑનલાઇન યોજાઈ રહી છે. સિન્થેટિક કલર્સને રિપ્લેસ કરીને ફળો, ફૂલો અને કુદરતી રંગોમાંથી કપડાંને ચડે એવી ડાઇ તૈયાર કરવાનું અહીં શીખવવામાં આવશે. આ રંગોથી કઈ રીતે નૅચરલ ડિઝાઇન રચી શકાય એ પણ શીખવવામાં આવશે. જો તમે ઇચ્છો તો લાઇવ ઑનલાઇન વર્કશૉપ પણ છે અને જો તમને એમ ન ફાવે તો રેકૉર્ડેડ ઑપ્શન પણ મળશે જે તમારી ફુરસદે જોઈને શીખી શકો. ફૂડના વેસ્ટમાંથી તેમ જ રસોડામાં મળતી વિવિધ ચીજો હવે તમારાં કપડાંને મસ્ત રંગો આપી શકશે. 
ક્યારે?:  ૧૯ સપ્ટેમ્બર 
સમય: ૪.૩૦થી ૬.૩૦
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર 
રજિસ્ટ્રેશન : 
@manya_chherabuddi

દેવનાગરીમાં કૅલિગ્રાફી 

કૅલિગ્રાફી ઇંગ્લિશ શબ્દોમાં જ થાય એવું નથી. ટ્રેડિશનલ ઇન્ડિયન કૅલિગ્રાફી પણ ભારતમાં ઘણી પ્રચલિત છે, જેમાં દેવનાગરી ભાષાને કૅલિગ્રાફી પૅટર્નમાં લખતાં શીખવવામાં 
આવે છે. અવધૂત વિધારે તમને ટ્રેડિશનલ આર્ટ ફૉર્મ ઘરેબેઠાં 
એક કલાકની વર્કશૉપમાં એ 
શીખવશે. દેવનાગરી કૅલિગ્રાફીના ઇતિહાસ વિશે પણ આ વર્કશૉપમાં 
જાણવા મળશે.
અવધૂત વિધારે દેવનાગરી સ્ક્રિપ્ટ ઉપરાંત ઇટૅલિક્સ અને સિદ્ધમ સ્ક્રિપ્ટ પર પણ ખૂબ સારું પ્રભુત્વ ધરાવે છે. 
ક્યારે?: ૨૪ સપ્ટેમ્બર 
સમય: રાતે ૮થી ૧૧ 
ક્યાં: ઑનલાઇન ઝૂમ પર 
કિંમત: ૩૯૯૯ રૂપિયા 
રજિસ્ટ્રેશન : allevents.in

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2021 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK