પૃથ્વીના વિશાળ ફલક પર પથરાયેલો પ્રકૃતિનો ‘ઑર્ગેનાઇઝ્ડ કેઓસ’ જ આપણા મનને શાંતિ આપે છે, કારણ કે આપણે પણ નેચરનો જ એક ભાગ છીએ
ધ લિટરેચર લાઉન્જ
પ્રતીકાત્મક તસવીર
રૂમમાં AC, હાથમાં મોબાઇલ, સામે ટીવી અને આંગળીના એક ઇશારે ડેલિવરી ઍપ દ્વારા મળી જતાં મનગમતાં ફૂડ છતાં તમે કંઈક મિસ કરો છો? શું એવું લાગે છે કે જીવનમાં બધું જ હોવા છતાં કંઈક ખૂટે છે? સંપૂર્ણ આરામદાયક અને સગવડયુક્ત જીવન હોવા છતાં કામ કરવાની આળસ આવવી, ક્યાંય મન ન લાગવું કે કારણ વગરનો થાક લાગવો. એવું લાગે કે સક્શન પમ્પની મદદથી કોઈએ આપણી બધી એનર્જી ખેંચી લીધી છે!