° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


જાણો, માણો ને મોજ કરો

25 November, 2021 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ર2પર બની શકશો, કૉમેડી માણી શકશો અને ઇચ્છા થાય તો આર્ટ એક્ઝિબિઝનમાં પણ એક લટાર મારી શકશો, જાણો ક્યારે અને ક્યાં

૫૦ કલાકારોનું એકસામટું પ્રદર્શન 

૫૦ કલાકારોનું એકસામટું પ્રદર્શન 

રૅપર બનવું છે? તો વૈશ્વિક કૉન્ટેસ્ટમાં જોડાઈ જાઓ

રૅપિંગ ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવવું હોય અને તમે કોઈ પણ સ્થળે, કોઈ પણ વિષયને ધ્યાનમાં રાખીને રૅપ સૉન્ગ્સ ક્રીએટ કરી શકતા હો અને રજૂ કરી શકતા હો તો વૈશ્વિક સ્તરે નામ કમાવાનો મોકો મળી રહ્યો છે. આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી લગભગ ૨૨૦ લોકો ભાગ લેશે અને તેમની વચ્ચે ત્રણ રાઉન્ડમાં કૉન્ટેસ્ટ થશે. ફાઇનલ ૪૦ સ્પર્ધકોની વચ્ચે ઑફલાઇન કૉન્ટેસ્ટ થશે. પહેલા બે રાઉન્ડ ઑનલાઇન છે અને પહેલો રાઉન્ડ ૨૫ ડિસેમ્બરે ઑનલાઇન થશે. કૉન્ટેસ્ટના હોસ્ટ છે બાદશાહ. 
ક્યારે?ઃ ફર્સ્ટ રાઉન્ડ ૨૫ ડિસેમ્બર
ક્યાં સુધી એન્ટ્રીઃ વહેલો તે પહેલોના ધોરણે
રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટેઃ rapenames.online

લર્ન સ્ટૅન્ડ-અપ કૉમેડી વિથ અદિતિ મિત્તલ

સ્ટૅન્ડ-અપ કૉમેડી સાંભળતા હો ત્યારે ખૂબ સહેલી લાગે, પણ જો તમને પણ લાગતું હોય કે તમારી અંદર પર વનલાઇનર્સ ક્રીએટ કરીને એને અસરકારક રીતે રજૂ કરવાની પ્રતિભા છે તો એને ખીલવવા માટે સ્ટૅન્ડ-અપ કૉમેડી વર્કશૉપમાં તમારી સ્કિલ્સ બ્રશ-અપ કરી આવો. બે દિવસની આ ફુલટાઇમ વર્કશૉપનું નામ છે ક્રૅશ બર્ન ઍન્ડ લર્ન. બે દિવસની કર્વશૉપના અંતે તમે કૉમેડી ઓપન માઇકમાં તમારી બે મિનિટની રજૂઆત કરી શકવાનો મોકો મળશે. ભાષા રહેશે ઇંગ્લિશ, હિન્દી અને હિન્ગલિશ.
ક્યારે?ઃ ૨૭ અને ૨૮ નવેમ્બર, શનિ-રવિ
સમયઃ સવારે ૧૧ વાગ્યાથી 
ક્યાં?ઃ ફનકાર ડાન્સ સ્ટુડિયો, લક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, અંધેરી-વેસ્ટ
કિંમતઃ ૮૫૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ 
bookmyshow.com

૫૦ કલાકારોનું એકસામટું પ્રદર્શન 

મનસુખ છાજેડ દ્વારા શરૂ થયેલું 
નવકાર આર્ટ ફાઉન્ડેશન નવા કલાકારોના કામને લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ શહેરોમાં આર્ટ એક્ઝિબિશન્સનું આયોજન કરે છે. હાલમાં આવું જ એક એક્ઝિબિશન ચાલી રહ્યું છે જેમાં ૫૦ નવા કલાકારોની ઑઇલ, ઍક્રિલિક, વૉટર કલર પેઇન્ટિંગ, મિક્સ મિડિયમ આર્ટ, ઍબ્સ્ટ્રેક્ટ સ્ટાઇલ, રિયલિસ્ટિક-સેમી રિયલિસ્ટિક એમ અનેક પ્રકારનાં લગભગ ૪૦૦ જેટલાં આર્ટવર્કની પ્રદર્શની ઑલરેડી શરૂ થઈ ચૂકી છે. 
ક્યારે?ઃ ૨૯ નવેમ્બર સુધી
ક્યાંઃ નેહરુ સેન્ટર આર્ટ 
ગેલરી, વરલી
સમય ઃ સવારે ૧૧થી સાંજે ૭
રજિસ્ટ્રેશનઃ ઓપન ફૉર ઑલ

મધર-ટોડલર લર્નિંગ પ્રોગ્રામ 

નવજાત શિશુને બોલતાં, સમજતાં, હાલતાં-ચાલતાં શીખવવું એ પણ એક કળા છે. એક કરતાં વધુ ભાષાઓ શીખવવી હોય, તેને આંગળીઓ અને હાથ-પગ, આંખની મૂવમેન્ટ ઝડપથી ગ્રાસ્પ કરતાં શીખવવા માટે પર્સનલ અટેન્શન જરૂરી છે. આ કામ બીજા કોઈ દ્વારા થાય એના કરતાં બાળકની મમ્મી દ્વારા જ થાય એ સૌથી ઉત્તમ. મૅજિક બીન્સ દ્વારા મમ્મી અને બાળક વચ્ચેનું બૉન્ડ વધે, બાળકની લર્નિંગ પૅટર્ન મમ્મીઓ સમજી શકે એ માટે ખાસ ડિઝાઇન કરેલો કાર્યક્રમ છે. 
ક્યારે?ઃ ૨૬ નવેમ્બર અથવા ૨૯ નવેમ્બર
ક્યાં?ઃ મૅજિક બીન્સ, કૅમ્પ્સ કૉર્નર
સમયઃ સાંજે ૫થી ૭
કિંમતઃ ૮૫૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન ઃ bookmyshow.com

કૉમેડી નાઇટ્સ વિથ સુનીલ ગ્રોવર 

ટીવી પર ગુત્થી બનીને છવાઈ 
ગયેલા કૉમેડિયન સુનીલ ગ્રોવરનો પેન્ડેમિક પછીનો પહેલો લાઇવ કૉમેડી શો થઈ રહ્યો છે. સુનીલ ગ્રોવર લાઇવ ઇવેન્ટમાં સુનીલ 
ગ્રોવર રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ પર હાસ્યરસ રેલાવતા જોવા મળશે. 
ક્યારે? ઃ ૨૬ નવેમ્બર, ૨૦૨૧
સમયઃ ૭.૩૦ સાંજે 
ક્યાં?ઃ આર સિટી મૉલ, ઘાટકોપર-વેસ્ટ
કિંમતઃ ૪૯૯થી ૧૯૯૯ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ insider.in

25 November, 2021 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એક ગુનેગાર હોય છે

ઘણી વખત સુખ આપણી સામે જ હોય છતાં એને ઓળખવામાં આપણે થાપ ખાઈ જઈએ. અનેક ઉતાર-ચડાવ અને અવરોધો વચ્ચે એક એવો સંબંધ હોવો જોઈએ જે આપણને જીવવા પ્રેરે

28 November, 2021 02:06 IST | Mumbai | Hiten Anandpara

હું ઈશ્વરનો મહેમાન અને ઈશ્વર મારા યજમાન

ઈશ્વરના આ આવાસમાં આપણે ટૂંકી મુદત માટે કોઈક કામે આવ્યા છીએ. આ કામ શું છે એ માણસ પોતે જ જો સમજી લે તો તે ભારે સુખી થાય છે. દુર્ભાગ્યે માણસ છેલ્લા શ્વાસ સુધી પોતાનું કામ સમજી શકતો નથી અને પરિણામે કેટલાંક કામોમાં હવાતિયાં મારે છે

28 November, 2021 02:05 IST | Mumbai | Dr. Dinkar Joshi

સબ અપની અપની મહેફિલોં મેં ગુમ થે, ઔર મૈં અપને ચાહનેવાલોં મેં બિખર ગયા

સૌના હૃદયમાં સ્થાન પામવું એ કાંઈ નાનીસૂની વાત નથી. બહુ ઓછા લોકો આ સિદ્ધિ મેળવી શકે. એ બદલ મારા ચાહકોનો હું જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. આજીવન હું તેમનો ઋણી રહીશ.

28 November, 2021 02:01 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK