Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાણો, માણો ને મોજ કરો

જાણો, માણો ને મોજ કરો

17 November, 2022 05:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમ તો આ ટ્રેક મૉન્સૂનમાં વધુ આહલાદક લાગે છે, પણ શિયાળામાં ઠંડાં વાદળાંની વચ્ચે પણ ટ્રેકિંગની એટલી જ મજા આવે છે

ગાર્બેટ પૉઇન્ટ

જાણો, માણો ને મોજ કરો

ગાર્બેટ પૉઇન્ટ


ગાર્બેટ પૉઇન્ટ નાઇટ ટ્રેક

ભીવપુરી સ્ટેશનથી રાતે પહાડ પર ચડાણ કરીને ગાર્બેટ પૉઇન્ટ પહોંચવાની અને વહેલી સવારના પહેલા સૂરજનાં કિરણોને પર્વતની ટોચ પર આવેલા આ પૉઇન્ટ પરથી માણવાની મજા જ કંઈક ઑર છે. આમ તો આ ટ્રેક મૉન્સૂનમાં વધુ આહલાદક લાગે છે, પણ શિયાળામાં ઠંડાં વાદળાંની વચ્ચે પણ ટ્રેકિંગની એટલી જ મજા આવે છે. સહ્યાદ્રિ રેન્જર્સ દ્વારા આ વીક-એન્ડમાં ગાર્બેટ પૉઇન્ટ અને ગોરખગઢનો નાઇટ ટ્રેક યોજાયો છે.
ક્યારે? : ૧૯ અને ૨૦ નવેમ્બર
સમયઃ રાતે ૧૦.૩૦ વાગ્યે સીએસટી સ્ટેશન
કિંમતઃ ૭૨૦ રૂપિયા 
(ગાર્બેટ પૉઇન્ટ), ૧૩૨૦ રૂપિયા ગોરખગઢ નાઇટ ટ્રેક
રજિસ્ટ્રેશનઃ  sahyadrirangers.com



એકદમ સ્ટ્રિક્ટ્લી અનકન્વેન્શનલ 


કંઈક એવા સંબંધોની વાત જે સામાન્યપણે આપણે કલ્પી પણ ન શકીએ અને ધારો કે કલ્પના કરીએ તો એની ભાવનાત્મક ગૂંથણીઓને સમજવાનું બહુ જ કઠિન હોય એવા અનકન્વેન્શનલ સંબંધો પર આધારિત એકદમ હટકે અને વિચિત્ર લાગી શકે એવા નાના-નાના પ્લેઝનું કલેક્શન જોવું હોય તો એનસીપીએ પહોંચી જાઓ. દોઢ કલાકનો આ કાર્યક્રમ સ્ટ્રિક્ટ્લી પુખ્તો અને ફની, ઇમોશનલ, બોલ્ડ રીતે રજૂ થયેલી વાતને પચાવી શકનારાઓ માટે જ છે.
ક્યારે? : ૧૯ નવેમ્બર
સમયઃ સાંજે ૫થી ૬.૩૦ અને ૭.૩૦થી ૯
ક્યાં? : એક્સપરિમેન્ટલ થિયેટર, એનસીપીએ, ફોર્ટ
કિંમતઃ ૫૮૫થી ૬૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com

ધોબીઘાટને જુદી જ નજરે કૅમેરામાં કંડારો


ફોટોવૉક સ્ટુડિયો દ્વારા મુંબઈના મહાલક્ષ્મી રેલવે સ્ટેશન પાસે આવેલા યુનિક ધોબીઘાટની હટકે તસવીરો લેવાનો મોકો છે. જેકબ સર્કલ મોનોરેલ સ્ટેશનથી પણ જઈ શકાય એવા આ ધોબીઘાટમાં મુંબઈની મોટી હોટેલો અને હૉસ્પિટલોનાં મોટાં કપડાં ધોવા, સૂકવવા અને ડ્રાયક્લીન કરવામાં આવે છે. કપડાં ધોવાનો બિઝનેસ પણ આટલો મોટો હોય એ અહીં રૂબરૂ જોવા મળશે. 
ક્યારે? : ૧૯ નવેમ્બર
સમયઃ સવારે ૭.૩૦
ક્યાં? : મહાલક્ષ્મી સ્ટેશન પર મીટિંગ 
રજિસ્ટ્રેશનઃ @photowalksindia

ધોબીઘાટને જુદી જ નજરે કૅમેરામાં કંડારો

ફોટોવૉક સ્ટુડિયો દ્વારા મુંબઈના મહાલક્ષ્મી રેલવે સ્ટેશન પાસે આવેલા યુનિક ધોબીઘાટની હટકે તસવીરો લેવાનો મોકો છે. જેકબ સર્કલ મોનોરેલ સ્ટેશનથી પણ જઈ શકાય એવા આ ધોબીઘાટમાં મુંબઈની મોટી હોટેલો અને હૉસ્પિટલોનાં મોટાં કપડાં ધોવા, સૂકવવા અને ડ્રાયક્લીન કરવામાં આવે છે. કપડાં ધોવાનો બિઝનેસ પણ આટલો મોટો હોય એ અહીં રૂબરૂ જોવા મળશે. 
ક્યારે? : ૧૯ નવેમ્બર
સમયઃ સવારે ૭.૩૦
ક્યાં? : મહાલક્ષ્મી સ્ટેશન પર મીટિંગ 
રજિસ્ટ્રેશનઃ @photowalksindia

સિરૅમિક ફેસ્ટિવલ 

પૉટરી જગતના લોકો માટે કુંભમેળો કહેવાય એવા સિરાફેસ્ટની નવમી સીઝન થવા જઈ રહી છે. એમાં મુંબઈના ૨૫ સુપર ટૅલન્ટેડ સ્ટુડિયો પૉટર્સની હૅન્ડક્રાફ્ટેડ ચીજો જોવા મળશે. 
ક્યારે? : ૧૮, ૧૯ અને ૨૦ નવેમ્બર
સમયઃ સવારે ૧૧થી ૭ 
ક્યાં? : કુમારસ્વામી હૉલ, સીએસએમવીએસ, ફોર્ટ
વધુ માહિતીઃ @csmvsmumbai

ફૂડ-જર્નલિંગ કરવાનો શોખ છે?

તો જરૂર પહોંચી જાઓ કલિનરી ક્રોનિક્લિંગ એક્સપર્ટ રુશિના મનશો ઘડિયાલની વર્કશૉપમાં. ફૂડ-બ્લૉગર હો કે ફૂડપ્રેમી; તમે જે ખાઓ છો, જે ઘરે બનાવો છો કે બહાર ક્યાંક પણ કંઈક નવું ટેસ્ટ કરો છો ત્યારે ફૂડમાં કઈ રીતે અને શું ઑબ્ઝર્વ કરવાની જરૂર હોય છે એની બેસિક વાતો રુશિના પાસેથી શીખવા મળશે. 
ક્યારે? : ૨૦ નવેમ્બર
સમયઃ સાંજે ૪થી ૬.૩૦ 
ક્યાં? : ઑનલાઇન 
કિંમતઃ ૧૦૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ @rushinamg

એકદમ સ્ટ્રિક્ટ્લી અનકન્વેન્શનલ 

કંઈક એવા સંબંધોની વાત જે સામાન્યપણે આપણે કલ્પી પણ ન શકીએ અને ધારો કે કલ્પના કરીએ તો એની ભાવનાત્મક ગૂંથણીઓને સમજવાનું બહુ જ કઠિન હોય એવા અનકન્વેન્શનલ સંબંધો પર આધારિત એકદમ હટકે અને વિચિત્ર લાગી શકે એવા નાના-નાના પ્લેઝનું કલેક્શન જોવું હોય તો એનસીપીએ પહોંચી જાઓ. દોઢ કલાકનો આ કાર્યક્રમ સ્ટ્રિક્ટ્લી પુખ્તો અને ફની, ઇમોશનલ, બોલ્ડ રીતે રજૂ થયેલી વાતને પચાવી શકનારાઓ માટે જ છે.
ક્યારે? : ૧૯ નવેમ્બર
સમયઃ સાંજે ૫થી ૬.૩૦ અને ૭.૩૦થી ૯
ક્યાં? : એક્સપરિમેન્ટલ થિયેટર, એનસીપીએ, ફોર્ટ
કિંમતઃ ૫૮૫થી ૬૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com

કથકની બારીકીઓ શીખો ઘેરબેઠાં

અટ્ટકલારી સંસ્થા એક એવું પ્લૅટફૉર્મ છે જ્યાં તમને ક્લાસિકલ, ફ્યુઝન, ફૉક, ઇન્ટરનૅશનલ એમ તમામ પ‍્રકારનાં નૃત્યો શીખવા માટે બેસ્ટ અને અનુભવી નૃત્યકારોનું માર્ગદર્શન મળે છે. ભરતનાટ્યમ અને કથક જેવાં શાસ્ત્રીય નૃત્યો માટે અહીં અવ્વલ નૃત્યકારો હોય છે અને ઘરે ઑનલાઇન માધ્યમથી શીખી શકાય છે. આ વીક-એન્ડ દરમ્યાન કથકનો નવો બૅચ શરૂ થઈ રહ્યો છે.
ક્યારે? : ૧૯-૨૦ નવેમ્બર
સમયઃ બપોરે ૩થી ૫
કિંમતઃ ૨૦૦ રૂપિયા સેશનદીઠ
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
રજિસ્ટ્રેશનઃ bookmyshow

બિકાનેર પેઇન્ટિંગ 

અનુભવી આર્ટિસ્ટ મહાવીર સ્વામીની સાથે બિકાનેર સ્ટાઇલ લાઇન પેઇન્ટિંગની ઍડ્વાન્સ વર્કશૉપ ઑનલાઇન આર્ટ વેબસાઇટ પર થઈ રહી છે. બે-બે કલાકના ત્રણ ક્લાસમાં તમને પેઇન્ટિંગ અને સ્કેચિંગનું બેસિકથી લઈને ઍડ્વાન્સ્ડ ગાઇડન્સ મળશે. 
ક્યારે? : ૧૮,૧૯ અને ૨૦ નવેમ્બર
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
સમયઃ સાંજે ૫થી ૭
કિંમતઃ ૧૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ memeraki.com

બ્રેકફાસ્ટ વિથ જોક્સ

રવિવારની સવાર હળવાશથી શરૂ થાય તો વીક-એન્ડ મજાનો જાય. આઠ યુટ્યુબર અને સ્ટૅન્ડ-અપ કૉમેડિયન્સના ફ્રેશ જોક્સની સાથે મજાની કૅપુચીનો કૉફી અને હળવો નાસ્તો કરશો તો એક સોશ્યલાઇઝિંગ પણ થઈ જશે અને રવિવારની સરસ શરૂઆત પણ. 
ક્યારે? : ૨૦ નવેમ્બર
સમયઃ સવારે ૧૧
ક્યાં? : ડોરૅન્ગોઝ કૅફે, બાંદરા
કિંમતઃ ૧૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ bookmyshow

ધ કૉફી ફેસ્ટિવલ 

કૉફીરસિયાઓ માટે રાઇઝ ઍન્ડ ગ્રાઇન્ડ દ્વારા જાતજાતની કૉફીઓનું ટેસ્ટિંગ કરવાનો ફેસ્ટિવલ શરૂ થયો છે. લોકલ કૉફી રોસ્ટર્સની સાથે હોમગ્રોન કૉફી બ્રૅન્ડ્સના ટેસ્ટિંગની સાથે કુકીઝનો લુત્ફ ઉઠાવવાનો અને જૅઝી બીટ્સ પર થિરકી લેવાનું જો ગમતું હોય તો આ વીક-એન્ડમાં પહોંચી જાઓ.
ક્યારે? : ૧૮, ૧૯ અને ૨૦ નવેમ્બર
ક્યાં? : કોર્ટયાર્ડ, ફીનિક્સ પલેડિયમ, લોઅર પરેલ
સમયઃ સવારે ૧૧.૦૦થી સાંજે ૭
કિંમતઃ ૨૫૦ રૂપિયા (કૉફી પ્લસ કુકીઝ)
રજિસ્ટ્રેશનઃ bookmyshow

પાનખર પણ સુંદર હોય

કોઈ પણ દૃશ્યને તમે બ્યુટિફુલ રીતે કૅન્વસ પર ઉતારી શકો છો જો એની સુંદરતા તમારા હૃદયમાં ઊતરેલી હોય. પેઇન્ટોલૉજી દ્વારા સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન સાથેની એક ફન પાર્ટી યોજાઈ છે જેમાં તમે સાથે મળીને પાનખર એટલે કે ધ ફૉલ સીઝનનું એક દૃશ્ય કૅન્વસ પર ઉતારી શકશો અને એ તમારી સાથે લઈ પણ જઈ શકશો. 
ક્યારે? : ૧૯ નવેમ્બર
સમયઃ સવારે ૧૧થી ૨
કિંમતઃ ૧૯૦૦ રૂપિયા
ક્યાં? : ડૂલલ્લી ટૅપરૂમ, ખાર
રજિસ્ટ્રેશનઃ paintology.com

ફોક સ્ટોરીઝ 

ભારત સંસ્કૃતિની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે, પરંતુ હવે ભવ્ય સાંસ્કૃતિક વારસાને પણ ફ્યુઝનમાં ભેળવીને લોકભોગ્ય બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઇન્ડિયન મ્યુઝિકમાં નવા સ્વરોને રીડિસ્કવર કરવાના પ્રયત્નના ભાગરૂપે ફૉક સ્ટોરીઝ મ્યુઝિક ફેસ્ટિવલમાં ઇન્ડિયાના કલ્ચરલ અને મ્યુઝિકલ એક્સપર્ટ રઘુ દીક્ષિત દ્વારા ફૉક મ્યુઝિકની કન્ટેમ્પરરી ગ્લોબલ સાઉન્ડમાં રજૂઆત થશે.
ક્યારે? : ૧૯ નવેમ્બર
સમયઃ સાંજે ૭
ક્યાં? : કોર્ટયાર્ડ, આર સિટી મૉલ, ઘાટકોપર
કિંમતઃ ૭૫૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ bookmyshow

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2022 05:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK