સિંગર્સ મધુરા કુંભાર, શૌર્ય દાતે, સુમિત્રા દવાલકર દ્વારા સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકરને ટ્રિબ્યુટ આપતો કાર્યક્રમ મેરી આવાઝ હી પહેચાન હૈ થઈ રહ્યો છે

લતા મંગેશકર
મેરી આવાઝ હી પહચાન હૈ
સિંગર્સ મધુરા કુંભાર, શૌર્ય દાતે, સુમિત્રા દવાલકર દ્વારા સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકરને ટ્રિબ્યુટ આપતો કાર્યક્રમ મેરી આવાઝ હી પહેચાન હૈ થઈ રહ્યો છે. લતાજીએ ગાયેલાં ઇન્ડિયન ક્લાસિકલ ગીતો પર આધારિત આ કાર્યક્રમનું મ્યુઝિક અરેન્જ કર્યું છે કમલેશ ભડકમકરે અને કૉમ્પેર છે કૌશલ ઇનામદાર.
ક્યારે? : ૫ નવેમ્બર
સમય: ૬.૩૦ સાંજે
ક્યાં? : તાતા થિયેટર, એનસીપીએ
કિંમત: ૩૦૦થી ૬૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન: ncpamumbai.com
લૅવન્ડર બ્લૂમ્સ પેઇન્ટિંગ
કુદરતી દૃશ્યોને પૅલેટ નાઇફ કે કિચન નાઇફ દ્વારા તમે કૅન્વસ પર લૅવન્ડર ફુલો ખીલ્યા હોય એવું દૃશ્ય દોરતાં શીખવું હોય તો એક મજાની પેઇન્ટિંગ વર્કશૉપ છે. બ્રશ અને નાઇફ પૅઇન્ટિંગનું અનોખું મિશ્રણ કરીને તમે હમઉમ્ર લોકો સાથે મળીને પેઇન્ટિંગ શીખી શકો છો.
ક્યારે? : ૫ નવેમ્બર
સમય: બપોરે ૨થી ૫
ક્યાં? : હૅપી બીયર કંપની, ખાર
કિંમત: ૨૦૦૦ રૂપિયા (મટીરિયલ અને રિફ્રેશમેન્ટ સાથે)
રજિસ્ટ્રેશન: bookmyshow
કન્ટેમ્પરરી ડાન્સ ફૉર કિડ્સ
અમુક ડાન્સ ફૉર્મ્સ તમે જેટલા નાના હો ત્યારથી શીખવાના શરૂ કરી દો તો એમાં નિપુણતા આવી શકે. અટ્ટકલારીપયટુ દ્વારા ૩થી ૭ વર્ષના બાળકો માટેના તેમ જ ૮થી ૧૪ વર્ષના બાળકો
માટે કન્ટેમ્પરરી ડાન્સની વર્કશૉપ શરૂ થઈ છે.
ક્યારે? : ૫ અને ૬ નવેમ્બર
સમય: સવારે ૧૦થી ૧૧ અથવા સાંજે ૫થી૬
ક્યાં: ઑનલાઇન ઝૂમ પર
કિંમત: ૨૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન: bookmyshow
કાલીઘાટ પેઇન્ટિંગ
કાલી માના એક ખાસ સ્વરૂપને કૅન્વસ પર ઉતારવાનું શીખવું હોય તો બાપી ચિત્રકાર દ્વારા બે કલાકનું ખાસ સેશન છે. જે કાલીઘાટનું ચિત્રણ કરતાં શીખવશે. આઠ વર્ષથી મોટી વયના કોઈ પણ બાળકો કે ઇવન એડલ્ટ્સ આ વર્કશૉપમાં ભાગ લઈ શકે છે. એ માટે તમારે કૅન્વસ ઉપરાંત પ્રૅક્ટિસ માટેનાં પેપર, પેન્સ, બ્રશીઝ હાથવગાં રાખવાં પડશે.
ક્યારે: ૬ નવેમ્બર
સમય: સાંજે ૫થી ૭
કિંમત: ૭૫૦ રૂપિયા
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
રજિસ્ટ્રેશન: memeraki.com
જો બોલતા હૈ વહી હોતા હૈ
કૉમેડી સ્ટેન્ડ-અપ આર્ટિસ્ટ હર્ષ ગુજરાલના કૉમેડી સૅશનમાં ઘણુંબધું અણધાર્યું થતું હોય છે. આ શોમાં જો તમે આગળની રૉમાં બેઠા હો તો એ તમને પણ કેટલાક સવાલો પૂછીને તમારી સાથે પણ મજાની કૉમેડી કરી નાખે એવું બને. તમારી પાસે એવું બોલાવીને રહે જે તે ઇચ્છતો હોય. અનોખી કૉમેડીથી તે મોટા ક્રાઉડને પણ ખેંચી રાખી શકે છે.
ક્યારે? : ૩ નવેમ્બર
ક્યારે: બપોરે ૩થી ૫
ક્યાં? : અસ્પી ઑડિટૉરિયમ, મલાડ
કિંમત: ૪૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન: bookmyshow
કૉમેડી શો: કામ કા સૂત્ર
રોહન ચાવડા દ્વારા દોઢ કલાકનો કૉમેડી શો કામ કા સૂત્ર બહુ ફેમસ છે. અલબત્ત, નામ પરથી એ એડલ્ટ કૉમેડી હશે એવું ધારી લેવાની જરૂર નથી. રોહનની કૉમેડીમાં સ્ટોરીટેલિંગની કળા પર બહુ સરસ હથરોટી છે જેનાથી વાતોવાતોમાં જ કેટલાક રોજિંદા જીવનના સત્યો બહાર આવી જાય છે. કામસૂત્રની નહીં, પણ રોજબરોજના કામને લગતી સૌના જીવનમાં ઘટતી ઘટનાઓને જોવાનો નજરિયો જ બદલાઈ જશે.
ક્યારે? : ૬ નવેમ્બર
સમય: સાંજે ૭
ક્યાં? : SOYA, મુંબઈ
કિંમત: ૨૪૯ રૂપિયા
રજિસ્ટ્રેશન: bookmyshow
ડૉક્ટરોની કલાપ્રતિભા બતાવવાનો મોકો
તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ખૂબ સ્ટ્રેસવાળું જીવન જીવતા હોય છે. ઘણા ડૉક્ટરોના જીવનમાં કંઈક સ્ટ્રેસબસ્ટર ઍક્ટિવિટી તરીકે ચિત્ર, શિલ્પ, ફોટોગ્રાફી જેવી કલા પ્રત્યે
રસ કેળવાતો હોય છે. જો તમે પણ ડૉક્ટર હો અને કળા જગત સાથે ગહેરો નાતો ધરાવતા હો તો તમારી કલા રજૂ કરવાનો સરસ મોકો છે. આ પ્રદર્શનમાં પ્રોફેશનલ ડૉક્ટરોની કૃતિઓ રજૂ કરવામાં આવશે અને એ કળા અને વિજ્ઞાનનું અનોખું મિશ્રણ હશે.
ક્યારે: ૨૨થી ૨૮ નવેમ્બર
સંપર્ક: deepakalafoundation@gmail.com