Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાણો, માણો ને મોજ કરો

જાણો, માણો ને મોજ કરો

13 October, 2022 02:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મી મેરાકી દ્વારા નૅચરલ અને હોમમેડ ચારકોલ બનાવીને એનાથી પેઇન્ટિંગ કરતાં શીખવાની વર્કશૉપ યોજાઈ છે

નૅચરલ ચારકોલ પેઇન્ટિંગ વર્કશૉપ

જાણો, માણો ને મોજ કરો

નૅચરલ ચારકોલ પેઇન્ટિંગ વર્કશૉપ


નૅચરલ ચારકોલ પેઇન્ટિંગ વર્કશૉપ

કોલસાથી હાથ કાળા જ થાય એવું નથી, જો એને યોગ્ય રીતે વાપરવામાં આવે તો અદભુત કળાનું પણ નિર્માણ થઈ શકે છે. મી મેરાકી દ્વારા નૅચરલ અને હોમમેડ ચારકોલ બનાવીને એનાથી પેઇન્ટિંગ કરતાં શીખવાની વર્કશૉપ યોજાઈ છે. પેઇન્ટિંગ પણ ઇકો-ફ્રેન્ડલી હોય અને એમાં પણ કેમિકલનો જરાય ઉપયોગ ન થાય એ હેતુથી આ નવી વર્કશૉપ યોજવામાં આવી છે જેમાં ઘરે ચારકોલ બનાવતાં પણ શીખવવામાં આવશે અને એ જ ચારકોલથી પેઇન્ટિંગ થઈ શકશે.
ક્યારે? : ૧૫, ૧૬ 
અને ૧૭ ઑક્ટોબર 
સમયઃ પથી ૭
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
કિંમતઃ ૧૭૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ memeraki.com



ભારત કી કલા એક્ઝિબિશન


જનરેશન આર્ટ ફાઉન્ડેશન દ્વારા ભારત અને વિદેશના લગભગ ૨૫૦ કન્ટેમ્પરરી કલાકારોનું આર્ટવર્ક એક છત્ર તળે રજૂ થઈ રહ્યું છે. એમાં અવૉર્ડ વિનર કલાકારોનું વર્ક પણ છે અને નવોદિત કલાકારોનું પણ. ભારતના ખૂણેખૂણેથી આવેલા આર્ટિસ્ટોની નજરે કલાની રજૂઆત થશે. 
ક્યારે? : ૧૩થી ૧૬ ઑક્ટોબર 
ક્યાં? : હૉલ ઑફ નૉલેજ, નેહરુ સેન્ટર, વરલી
સમયઃ ૧૧થી ૭

દીવાળી વર્કશૉપ


બાળકોએ જાતે દીવાળીનું ડેકોરેશન બનાવતાં શીખવું હોય તો એ માટે આર્ટિસ્ટિક ઇમ્પ્રેશન્સ દ્વારા વર્કશૉપનું આયોજન છે. એમાં દીવડા, ગ્લિટર રંગોળી, ટ્રેડિશનલ કંદીલ, તહેવારોમાં વાપરી શકાય એવાં તોરણ વગેરે બનાવતાં શીખવવામાં આવશે. ૪થી ૮ વર્ષનાં બાળકો માટે આ વર્કશૉપ છે. 
ક્યારે? : ૧૮થી ૨૧ ઑક્ટોબર
સમયઃ ૧૧થી ૧ અથવા ૨થી ૪
ક્યાં? : કલા બિલ્ડિંગ, પહેલો માળ, ૧૭મો રોડ, ખાર વેસ્ટ
કિંમતઃ ૨૫૦થી ૬૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ artisticimpressions.in

પંકજ ઉધાસ લાઇવ કૉન્સર્ટ

ગઝલના સરતાજ એવા પદ્‍મ શ્રી અવૉર્ડવિનર પંકજ ઉધાસની ફેમસ ગઝલ્સ, નઝમ અને ફિલ્મી ગીતો તેમના જ કંઠે લાઇવ સાંભળવાનો મોકો છે. લગભગ ચાળીસ વર્ષથી વધુ લાંબી તેમની સંગીતની કરીઅરનાં બેસ્ટમ બેસ્ટ ગીતો, ગઝલ અને ઠુમરીઓ સાંભળવા મળશે.
ક્યારે? : ૧૪ ઑક્ટોબર
સમયઃ સાંજે ૭થી
ક્યાં? : કોર્ટયાર્ડ, આર. સિટી મૉલ, ઘાટકોપર
કિંમતઃ ૪૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow

હૅન્ડપેઇન્ટેડ પોર્સેલિન

તમે જો પોર્સેલિનની આર્ટિસ્ટિક કટલરી વસાવવા માગતા હો તો હૅન્ડ પેઇન્ટેડ આર્ટ સાથેની કટલરી મળશે. આ કટલરીનું એક્ઝિબિશન કમ સેલ યોજાયું છે પોર્સેલિન પૅલેટના માલા ચાવડા દ્વારા. 
ક્યારે? : ૧૫થી ૧૭ ઑક્ટોબર
સમયઃ ૧૧થી ૭
ક્યાં? : ૮૦૨, સદગુરુ સત્કાર, ત્રીજો રોડ, ઑફ ટર્નર રોડ, બાંદરા-વેસ્ટ

પંચમદાના વિશ્વમાં એક લટાર 

હિન્દી ફિલ્મ સંગીતમાં આર.ડી. બર્મનનાં ગીતો સદાબહાર છે. પંચમદાના બહુ ફેમસ ગીતો આલોક કટદરે, નિરૂપમા ડે, શૈલજા સુબ્રમણ્યમ, રાજેશ પ્રભુ, મંગલા ખાડીલકર અને અનુપમ ઘટક દ્વારા રજૂ થશેે. 
ક્યારે? : ૧૪ ઑક્ટોબર
સમયઃ ૮.૩૦ 
ક્યાં? : દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ, વિલે પાર્લે
કિંમતઃ ૩૦૦ રૂપિયાથી શરૂ 
રજિસ્ટ્રેશનઃ bookmyshow

 

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2022 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK