° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


જાણો, માણો ને મોજ કરો

06 October, 2022 01:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાંજી બનાવવા માટે સ્પેશ્યલ કાતર વપરાય છે જેનાથી તમે કાગળની આર્ટનું વર્ક તૈયાર કરી શકશો

મથુરા-વૃંદાવનની સાંજી જાણો, માણો ને મોજ કરો

મથુરા-વૃંદાવનની સાંજી

મથુરા-વૃંદાવનની સાંજી

ટી-લાઇટ સાથેની સાંજી ડેકોરેટ કરવી એ મથુરા-વૃંદાવનમાં સફળતા અને વિકાસની શુભેચ્છાનું પ્રતીક ગણાય છે. એને કારણે આ ગિફ્ટ-આઇટમ બહુ પવિત્ર ગણાય છે. સાંજી બનાવવા માટે સ્પેશ્યલ કાતર વપરાય છે જેનાથી તમે કાગળની આર્ટનું વર્ક તૈયાર કરી શકશો. હૅન્ડમેડ પેપરમાંથી રચાતી આ આર્ટ આર્ટિસ્ટ આશુતોષ વર્મા દ્વારા શીખવવામાં આવશે. ઝૂમ પરના આ સેશનમાં આઠ વર્ષથી મોટી વયનાં બાળકો અને વયસ્કો ભાગ લઈ શકશે.
ક્યારે? : ૮ અને ૯ ઑક્ટોબર 
સમય : સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
કિંમત : ૩૯૯૯ રૂપિયા
(તમામ મટીરિયલ સાથે)
રજિસ્ટ્રેશન : memeraki.com

ગોવાની મિજબાની મુંબઈમાં માણો

 
પૅડરિના પ્રેઝરેઝ નામની બેકરી-કૅફે ગોવાના બીચ પર મજાનું યુરોપિન ક્વિઝીન પીરસે છે. જોકે એનું ખાસ યુરોપિયન મેનુ મુંબઈમાં પણ ટ્રાય કરી શકાય એમ છે. પરેલમાં એનું પૉપ-અપ ખૂલ્યું છે જેમાં ગોવાની સ્પેશ્યલિટી ગણાય એવી બ્રેકફાસ્ટ અને ડિઝર્ટની વાનગીઓનો ભંડાર છે. 
ક્યારે? : ૬ ઑક્ટોબર 
સમય : સવારે ૯થી ૬
ક્યાં? : સૅઝ કૅફે, એનઆરકે હાઉસ, કમલા મિલ્સ ગેટ, લોઅર પરેલ

ઓવલ મેદાન વૉક

મુંબઈ એવું શહેર છે જેમાં તમને ડગલે ને પગલે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ચીજો મળી જશે. દક્ષિણ મુંબઈમાં ફોર્ટમાં મૉન્યુમેન્ટ્સનો ભંડાર છે. જોકે આ મૉન્યુમેન્ટ્સથી પર જઈને અમુક મેદાનો અને રસ્તાઓ સાથે પણ ખૂબ સમૃદ્ધ ઇતિહાસ સંકળાયેલો છે. ઓવલ મેદાનની આસપાસ આવી જ એક વૉકમાં જાણો મુંબઈની જગ્યાઓની અજાણી વાતો. 
ક્યારે? : ૯ ઑક્ટોબર 
સમય : સવારે ૮થી ૧૦
ક્યાં? : ઓવલ મેદાન પર મળવાનું
કિંમત : ૪૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : @beyondheritage

ઍક્રિલિક પેઇન્ટિંગ : બેલરિના

૧૨ બાય ૧૬ના કૅન્વસ પર બૅલે કરતી ડાન્સર દોરવાનું અને પછી ઍક્રિલિક પેઇન્ટથી એને રંગવાનું શીખવતી પ્રાઇમરી બિગિનર્સ વર્કશૉપ છે. કોઈ જ અનુભવ ન હોય એમ છતાં કંઈક ક્રીએટ કરવાની અને લાઇક માઇન્ડેડ લોકોને મળવાનું ગમતું હોય તો બૉમ્બે ડ્રૉઇંગ રૂમ દ્વારા આ વર્કશૉપ તમારા માટે છે. 
ક્યારે? : ૯ ઑક્ટોબર 
સમય : બપોરે ૩થી ૬
ક્યાં? : વન્સ અપૉન અ ડાઇન, ખાર
કિંમત : ૧૮૦૦ રૂપિયા 
(મટીરિયલ અને રીફ્રેશમેન્ટ સાથે)
રજિસ્ટ્રેશન : bookmyshow

કેરલ મ્યુરલ બાય આદર્શ

દરેક રાજ્યનાં મ્યુરલ્સની પોતાની આગવી ખાસિયતો હોય છે. કેરળનાં મ્યુરલ્સમાં હિન્દુ માયથોલૉજીની ઘટનાઓ અને ટેમ્પલ વૉલ પર દોરવામાં આવતાં દેવી-દેવતાઓનાં ચિત્રો હોય છે. આ વર્કશૉપમાં અર્ધનારીશ્વરનું મ્યુરલ દોરતાં શીખવવામાં આવશે, જે શક્તિ અને શિવ બન્નેનું કૉમ્બિનેશન છે. 
ક્યારે? : ૮ અને ૯ ઑક્ટોબર
સમય : સાંજે ૪થી ૬
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
કિંમત : ૧૨૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : memeraki.com

બચ્ચન : બૅક ટુ ધ બિગિનિંગ

પીવીઆર સિનેમા દ્વારા બૉલીવુડના ઍન્ગ્રી યંગમૅન અમિતાભ બચ્ચનની વર્ષગાંઠ નિમિત્તે બચ્ચનસાહબની જૂની ફિલ્મો બતાવવાનો ફેસ્ટિવલ શરૂ કર્યો છે. ભારતભરમાં ૧૭ શહેરોમાં ૨૨ સ્ક્રીન્સમાં અમિતાભ બચ્ચનની જૂની ૧૧ ફિલ્મો ફરી બતાવવામાં આવી રહી છે. 
ક્યારે? : ૮થી ૧૧ ઑક્ટોબર 
ક્યાં? : પીવીઆર સિનેમાઝ
વધુ માહિતી માટે : www.pvrcinemas.com

કન્ટેમ્પરરી સિતારવાદન

સિતારિસ્ટ ચિરાગ કટ્ટીના નેજા હેઠળ સિતારનું અનોખું ફ્યુઝન રજૂ થવા જઈ રહ્યું છે. સિતાર ઉપરાંત કીબોર્ડ, બાઝ ગિટાર, ડ્રમ્સ, તબલાં અને સેક્સોફોન જેવા ઇન્ડિયન મ્યુઝિકનો ઉપયોગ કરીને કન્ટેમ્પરરી સાઉન્ડ ક્રીએટ કરવાનો અનોખો પ્રયોગ છે. રાગબેઝ્ડ મેલડીઝને કન્વેન્શનલ બ્લૅન્ડિંગ સાથે રજૂ કરી બૉલીવુડથી બીટલ્સ સુધીની રેન્જ રજૂ થશે.
ક્યારે? : ૭ ઑક્ટોબર 
સમય : સાંજે ૭
ક્યાં? : એક્સપરિમેન્ટલ થિયેટર, એનસીપીએ
કિંમત : ૩૦૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશન : ncpamumbai.com

06 October, 2022 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

જાણો, માણો ને મોજ કરો

શિખંડી એ માયથોલૉજીનું સૌથી જૂનું ટ્રાન્સ કૅરૅક્ટર છે.

01 December, 2022 04:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

જાણો, માણો ને મોજ કરો

આ આર્ટફેરની છઠ્ઠી સીઝન છે જેમાં અપકમિંગ અને પ્રોમિસિંગ ૩૦૦ કલાકારોનાં કુલ ૪૫૦૦થી વધુ આર્ટવર્ક્સ ડિસ્પ્લે થશે. 

24 November, 2022 01:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

જાણો, માણો ને મોજ કરો

આમ તો આ ટ્રેક મૉન્સૂનમાં વધુ આહલાદક લાગે છે, પણ શિયાળામાં ઠંડાં વાદળાંની વચ્ચે પણ ટ્રેકિંગની એટલી જ મજા આવે છે

17 November, 2022 05:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK