Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > Independence Day 2023: મારે બીજાં પચીસ વર્ષ શું કામ જીવવું છે?

Independence Day 2023: મારે બીજાં પચીસ વર્ષ શું કામ જીવવું છે?

11 August, 2023 06:40 PM IST | Mumbai
JD Majethia

Independence Day 2023: ૨૦૪૭ની પંદરમી ઑગસ્ટ જોવા માટે, અને એ જ મારી અપેક્ષા છે કે આપણા વડા પ્રધાન પણ એ સમય જોવા માટે આપણી સાથે હોય અને એ પછી તેઓ બીજાં પચીસ વર્ષ જીવીને દેશની આઝાદીનાં સવાસો વર્ષનું સેલિબ્રેશન કરાવે

નરેન્દ્ર મોદી અને જમનાદાસ મજીઠિયા જેડી કૉલિંગ

નરેન્દ્ર મોદી અને જમનાદાસ મજીઠિયા


Independence Day 2023: મારે હજી પચીસ વર્ષ જીવવું છે અને હું ઇચ્છા રાખું છું, શુભેચ્છા પાઠવું છું કે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીને કે તેઓ પણ આવતાં પચીસ વર્ષ સ્વાસ્થ્યની દૃષ્ટિએ બિલકુલ ક્ષેમકુશળ રહે. શનિવારે ૧૭ સપ્ટેમ્બરે એટલે કે બે દિવસ પછી મોદીસાહેબનો બર્થ-ડે છે. આ બર્થ-ડે પર મારી દિલી તમન્ના છે કે આપણા સૌના અતિપ્રિય, માનનીય અને સન્માનનીય એવા મોદીસાહેબને ઈશ્વર એવું સુદૃઢ આયુષ્ય આપે કે તેઓ ૨૦૪૭ની પંદરમી ઑગસ્ટ પણ આવી જ સ્વસ્થતા સાથે જુએ, માણે અને એમાં હિસ્સો લે.

આઝાદી કા અમૃત મહોત્સવ. 



આઝાદીના પંચોતેરમા વર્ષે જે રીતે આપણા દેશમાં એક માહોલ હતો એ જોઈને મને થયું કે પંચોતેરમા વર્ષે જો આ માહોલ છે તો... 


તમે સમજી ગ્યાને, હું શું કહેવા માગું છું?

આખો દેશ જ્યારે ભાગ લે છે અને એ પણ પાછો એક દિવસ નહીં, આખું વર્ષ આ અમૃત મહોત્સવ ઊજવાવાનો છે ત્યારે ખરેખર ઉત્સાહ બેવડાઈ જાય છે. આ વખતે આપણને કેટકેટલા એવા અનસંગ્સ હીરો જેમના વિશે આપણને બહુ જાણ નહોતી, જેમના વિશે ઇતિહાસમાં પણ ખાસ કોઈ ઉલ્લેખ નહોતો એવા હીરોઝ વિશે સાંભળવાનો મોકો મળ્યો અને ક્યાં-ક્યાં, કેવી-કેવી જગ્યાએ એ સ્ટોરીઝ આવી. તમે જુઓ તો ખરા, ન્યુઝપેપર અને રેડિયોથી લઈને ઍરપોર્ટ પર. હા, જો તમે પંદરમી ઑગસ્ટના દિવસે ઍરપોર્ટ પર ગયા હો તો મને ખબર હશે કે ત્યાં આપણા આ અનસંગ હીરોની સ્ટોરી સતત ચાલુ જ હતી, તો ફ્લાઇટમાં બેસો તો એમાં પણ કોઈની ને કોઈની વાત સાંભળવા મળે. આવી તો અઢળક જગ્યા હતી જેની આપણે કલ્પના પણ ન કરી હોય અને એ જગ્યાએથી આપણા આ ક્યારેય સામે નહીં આવેલા હીરોની વાત કહેવામાં આવતી હતી.


આ બધામાં હું કોઈનું નામ એટલા માટે નથી લેતો કે ભૂલથી કોઈનું નામ રહી જાય તો ખરાબ લાગે અને ધારો કે કોઈનું નામ વધારે લેવાઈ જાય તો સાવ જુદું જ અર્થઘટન નીકળે અને જો એવું બને તોયે પ્રૉબ્લેમ, પણ સાચે જ એવાં ઘણાં નામ સામે આવ્યાં જે અગાઉ ક્યારેય મેં સાંભળ્યાં નહોતાં. આપણને બતાવવામાં, દેખાડવામાં આવ્યો એ ઇતિહાસ આપણે જોયો અને માત્ર એ જ નામો આપણી સામે આવ્યાં, આપણને યાદ રહ્યાં, પણ આ વખતે આપણે જોયું કે કેટલાં નવાં નામો સૌની સામે આવ્યાં. જરા વિચારો તો ખરા કે એ લોકોના પરિવારને શું લાગણી થઈ હશે? એ મહાનુભાવોએ આઝાદીમાં બલિદાન આપ્યાં છે અને તેમના બલિદાનને હવે, પહેલી વાર આટલું મહત્ત્વ મળ્યું.

આજે તમે જુઓ, આઝાદી અમૃત મહોત્સવ કેવી-કેવી જગ્યાએ મનાવવામાં આવે છે અને હજી પણ એની ઉજવણી ચાલુ જ છે. લોકોએ એ દિવસે તો રંગોળી પણ બનાવી હતી. રંગોળીનો મારો વિડિયો સોની-સબ ટીવીની ઑફિસમાં ગયો હતો. ક્યાં-ક્યાં, કેટલી-કેટલી જગ્યાએ મેં રંગોળી જોઈ, તમે પણ જોઈ હશે. કેટલી જગ્યાએ હોર્ડિંગ્સ જોયાં. બધે જ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ દેખાયો અને હજી પણ દેખાય છે. સામાન્ય રીતે ફિલ્મી દુનિયાને આ રીતે આ બધામાં જોડાવાનો વિચાર નથી આવતો, પણ આ વખતે એવું પણ નથી બન્યું. તમે છક થઈ જશો, તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મ ફેર અવૉર્ડને પણ આઝાદી કા અમૃત મહોત્સવ સાથે જોડવામાં આવ્યો છે.

કેટલી ઇવેન્ટ્સ થઈ અને કેટકેટલી ઇવેન્ટ્સ હજી થવાની છે. આ જે ઇવેન્ટ થઈ એ આઝાદીને ધ્યાનમાં રાખીને થઈ અને હવે જે થવાની છે એ આઝાદી તથા આપણા કલ્ચરને ધ્યાનમાં રાખીને થવાની છે, તો જે લોકોએ આઝાદીમાં બલિદાન આપ્યાં એના પર પણ ઇવેન્ટ થશે અને આઝાદીમાં જેકંઈ થયું, જેની આપણને જાણ નહોતી એનાથી પણ આ ઇવેન્ટ દ્વારા વાકેફ થતા રહીશું. આઝાદી કા અમૃત મહોત્સવની વાત કરતા હોઈએ અને આપણે રાષ્ટ્રધ્વજને યાદ ન કરીએ એ કેવી રીતે બની શકે.

કેવી-કેવી જગ્યાએ આપણો રાષ્ટ્રધ્વજ ફરક્યો આ વખતે. કેવા-કેવા ફોટો આવતા હતા. આપણે કોઈ દિવસ કલ્પના પણ ન કરી હોય એવી જગ્યાએ આપણને ફ્લૅગ્સ જોવા મળ્યા. અનરિચેબલ લોકેશનથી માંડીને બૉર્ડર અને બૉર્ડરમાં પણ સિયાચીનથી માંડીને મધદરિયે સુધ્ધાં. ત્યાંથી લઈને તમે જુઓ તો, રિક્ષાવાળા પણ ફ્લૅગ લગાડીને ફરતા હતા તો કોઈની સાઇકલ પર પણ મેં ફ્લૅગ જોયો. સ્કૂટર પર પણ જોયા અને કાર પર પણ જોવા મળ્યા. આપણા ફ્લાયઓવરની નીચે મેં ઘણી જગ્યાએ જોયું કે મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે બહુ સરસ લાઇટિંગનો ઉપયોગ કરીને તિરંગાના ત્રણ કલર ઊભા કર્યા હતા. બ્લુઇશ ઝાંય પડતી હોય એવો સફેદ, કેસરી અને લીલો. બ્રિજની નીચે લાઇટિંગ હતી, તો સાથોસાથ હોટેલમાં, મોટાં-મોટાં બિલ્ડિંગ, સરકારી કચેરીઓ અને સામાન્ય ઘરોમાં પણ. સાંજ પડે એટલે લાઇટ ચાલુ થાય અને તમે આ અમૃત મહોત્સવને આંખોમાં ભરી શકો.

ગવર્નમેન્ટની જ એક બહુ સરસ વાત કહું તમને. દરેક જણની બાલ્કનીમાં કે પછી સોસાયટીમાં ઘેર-ઘેર જે તિરંગા લહેરાતા હતા એમાંથી ઘણી ખરી સોસાયટીમાં ગવર્નમેન્ટે એ તિરંગા સ્પૉન્સર કર્યા હતા. અમારી સોસાયટીમાં અમારા ઘરે બે ફ્લૅગ આવ્યા હતા, (ગવર્નમેન્ટમાં ઓળખાણ છે એટલે બે નહીં, પણ બે ફ્લૅટ છે એટલે બે ફ્લૅગ) જેને અમે બાલ્કનીમાં લગાવ્યા હતા. જ્યારે નીચે સોસાયટીમાં ધ્વજવંદન ચાલુ થયું અને જેવો અવાજ આવ્યો કે અમે દોડતા બાલ્કનીમાં બહાર આવ્યા અને જે નજારો જોયો, આફરીન આફરીન. અમારે ત્યાં પણ ધ્વજ ફરકતો હતો, સોસાયટીમાં પણ ધ્વજ ફરકતો હતો અને સોસાયટીની દરેક બાલ્કનીમાં પણ ધ્વજ ફરકતો હતો. ફરકતા એ ધ્વજ વચ્ચે દરેકના ચહેરા પર શું રોનક ઝળકતી હતી. વાહ-વાહ, દિલ ખુશ થઈ ગયું. આ અત્યારે તમને કહેતી વખતે પણ મનમાં આનંદ પ્રસરી રહ્યો છે.

આપણે ત્યાં એક વર્ડ છે, હર્ડ મેન્ટાલિટી. આ શબ્દનો ઉપયોગ મોટા ભાગે નકારાત્મક રીતે કરવામાં આવતો હોય છે. ઘેટાંનું ટોળું બનીને બધા એકબીજાની પાછળ ભાગે એને માટે આ રૂઢિપ્રયોગ કરવામાં આવે છે, પણ આ વખતે હર્ડ મેન્ટાલિટી બહુ જુદી રીતે અને ખૂબ જ સારી રીતે અમલમાં મુકાઈ હોય એવું મેં જોયું. હૅપીનેસનું ચેપી વાતાવરણ ઊભું થયું હતું. કોવિડ પછી સૌથી મોટું જો કંઈ સ્પ્રેડ થયું હોય તો એ આ અમૃત મહોત્સવ અને એને માણવાની લાગણી હતી. દરેકેદરેક જણ આ મહોત્સવને માણવામાં બિઝી હતો. ફ્લૅગ, મજા, આંનદ, ઉજવણી અને ઉજવણીની એ ઉજાણી. 

ખુશી જ ખુશી.

Independence Day 2023ના પણ એવું લાગે છે કે 2022માં જેમ સોશ્યલ મીડિયા પર લોકોનાં ડિસ્પ્લે પિક્ચર્સ પર રાષ્ટ્રધ્વજ હતો તો લોકોએ જાતે જ પોતાની સ્ટાઇલ અને પૅટર્નથી રાષ્ટ્રધ્વજ બનાવ્યા પણ હતા. વિનોદકુમાર નામના એક  ઍક્ટર કે પછી ડાન્સરે બનાવેલા વિડિયોની વાત કરું એના કરતાં તમને એ દેખાડવાનું મન પહેલાં થાય, પણ પેપરમાં હું એ દેખાડી શકીશ નહીં એટલે તમને એ વર્ણન કરીને કહું.

વિનોદકુમારના બન્ને પગ નથી. આ થઈ પહેલી વાત. હવે તમે સાંભળો, તેણે કેવી રીતે તિરંગો બનાવ્યો હતો. તેણે પોતે રાષ્ટ્રધ્વજ જેવાં કપડાં પહેર્યાં અને એ પછી ઝંડો ફરકતો હોય એ રીતે પોતાની જાતને સ્તંભ પર લહેરાવી દીધી. બે પગ નહીં હોવાને કારણે તેના બન્ને પગની સાઇઝ નાની, એ બન્ને પગ તેણે સ્તંભ પર વીંટાળી દીધા અને પછી તેણે જાતને સ્તંભ પર લહેરાવી દીધી. વિડિયો જોતી વખતે મારું તો એકેક રૂંવાડું ઊભું થઈ ગયું અને મારા મનમાં એ જ વિચાર આવી ગયો કે જો અત્યારે આ માહોલ હોય તો...
મનમાં આવી ગયુંને, હું શું કહેવા માગું છું?!

આ જ વાત અને આ વિષયને આપણે આગળ વધારીશું, પણ એ પહેલાં મારે ફરી એક વાર કહેવું છે કે કાશ, હું પચીસ વર્ષ જીવું અને આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ઈશ્વર હજી પચાસ વર્ષનું આયુષ્ય આપે અને એ ૨૦૪૭ના સેલિબ્રેશન પછી તેમને વધુ પચીસ વર્ષ મળે, જેથી તેઓ આપણને સૌને સવાસો વર્ષનું આઝાદીનું સેલિબ્રેશન કરાવે.

આપણે ત્યાં એક વર્ડ છે, હર્ડ મેન્ટાલિટી. આ શબ્દનો ઉપયોગ મોટા ભાગે નકારાત્મક રીતે કરવામાં આવતો હોય છે. ઘેટાંનું ટોળું બનીને બધા એકબીજાની પાછળ ભાગે એને માટે આ રૂઢિપ્રયોગ કરવામાં આવે છે, પણ આ વખતે હર્ડ મેન્ટાલિટી શબ્દ બહુ જુદી રીતે અને ખૂબ જ સારી રીતે રીતે અમલમાં મુકાયો હોય એવું મેં જોયું.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2023 06:40 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK