° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


જાણો, માણો ને મોજ કરો

30 June, 2022 02:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૅક્સ રેઝિસ્ટ પેઇન્ટિંગ વર્કશૉપ અને અન્ય ઇવેન્ટ્સ

બાંદરા મ્યુઝિક ફેસ્ટિવલ

બાંદરા મ્યુઝિક ફેસ્ટિવલ

બાંદરા મ્યુઝિક ફેસ્ટિવલ

લાઇવ અને અનફિલ્ટર્ડ મ્યુઝિક નાઇટ એન્જૉય કરવી હોય કે પછી એમાં પર્ફોર્મ કરવાની ઇચ્છા હોય તો આ વીક-એન્ડમાં ઓપન માઇક મ્યુઝિક ફેસ્ટિવલ થઈ રહ્યો છે. જેમાં લાઇક માઇન્ડેડ લોકોને આર્ટિસ્ટ હાર્દિક દવેની સાથે નવા સિંગરોની મુલાકાત અને તેમની કળાને માણવાનો મોકો પણ મળશે.
ક્યારે?: ૨ જુલાઈ, શનિવાર 
સમયઃ રાતે ૯.૩૦થી શરૂ 
ક્યાં?: ડોરૅન્ગો હૉલ ૧, પાલી હિલ, બાંદરા
કિંમતઃ ૫૦થી ૧૯૯ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ bookmyshow

 

સિંગલ્સ મિન્ગલ

મુંબઈ મૂવમેન્ટ ઍકૅડેમી દ્વારા સિંગલ લોકોને લાઇક માઇન્ડેડ લોકો સાથે મળીને ડાન્સ મૂવ્સ કરતાં શીખવાનું પ્લૅટફૉર્મ આપવામાં આવ્યું છે. ડાન્સ મૂવમેન્ટ થેરપી પ્રૅક્ટિશનર મમતા અને મલ્ટિ-ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટ નિખિલ દ્વારા આ વર્કશૉપ કન્ડક્ટ કરવામાં આવશે. સિંગલહુડને અલગ જ રીતે એન્જૉય કરવાનો અને સરખું લાઇકિંગ ધરાવતા લોકોને મળવાનો મોકો અહીં છે. 
ક્યારે?: ૩ જુલાઈ
સમયઃ સવારે ૧૧
ક્યાં?: મુંબઈ મૂવમેન્ટ ઍકૅડેમી, અંધેરી
કિંમતઃ ૪૫૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ insider.in

 

ક્લાકિસકલ પર્ફોર્મન્સ ત્રયમ

હિન્દુ ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અને દેવીઓમાં સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી ત્રિપુટી છે. સંસ્કૃતમાં કુદરતનાં મૂળભૂત પરિમાણોને વર્ણવવા માટે ત્રિગુણ શબ્દ છે. કુંડલિની યોગમાં પણ દેહ, પ્રાણ અને મનસ એમ ત્રણ બાબતો છે. આ ત્રયમ એક્સપેરિમેન્ટલ આર્ટ કુચીપુડી, ઓડિસી, ભરતનાટ્યમ અને કથક નૃત્યના આર્ટિસ્ટો દ્વારા રજૂ કરવામાં આવશે. 
ક્યારે?: ૨ જુલાઈ, શનિવાર 
સમયઃ સાંજે ૬
ક્યાં?: NCPA, મુંબઈ
કિંમતઃ ૨૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com

 

પ્રોફેશનલ ડિઝાઇનરની જેમ ઘર સજાવો

પોતાના ઘરને સજાવવું તો બધાને ગમતું હોય; પણ સીમિત બજેટમાં, કોઈ ચોક્કસ થીમ સાથે કઈ રીતે ઘરને એક પ્રોફેશનલ ડિઝાઇનર જેવો લુક આપી શકાય એના ઇનોવેટિવ આઇડિયાઝ ઇન્ટીરિયર ડિઝાઇનર પાસેથી શીખવાનો મોકો છે. ઘરમાં જે ચીજો છે એને જ કઈ રીતે ટ્રાન્સફૉર્મ કરીને અથવા તો મિનિમમ ખર્ચમાં મિક્સ-મૅચ કરીને ઘરને યુનિક સ્ટાઇલ આપી શકાય એ અહીં જાણવા મળશે. 
ક્યારે?: ૨ જુલાઈ
ક્યારે?: સવારે ૧૧ 
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
કિંમતઃ ૯૯૯ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ bookmyshow

 

વિક્રમ વેતાળની વાર્તાઓ એક નવી નજરથી

મિલેનિયલ જનરેશનને જીવનના પાયારૂપ સિદ્ધાંતોની વાતો રાજા-મહારાજાઓની વાતોના માધ્યમથી કહેવાનું બહુ અસરકારક છે. ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને કેટલાક મૅજિકલ પાવર્સ મેળવવા માટે એક ભૂત નામે વેતાળને પકડીને લાવવાનો હોય છે. દર વખતે રાજા જંગલમાં જઈને વેતાળને પકડે અને વેતાળ તેની સામે એક શરત મૂકે કે જો તે કંઈ પણ બોલશે તો તે પાછો ગાયબ થઈ જશે. દરેક વાર્તાને અંતે રાજા કોઈક સવાલ પૂછી જ બેસે છે અને વેતાળ ફરી ગાયબ થઈ જાય છે. 
ક્યારે?: ૩ જુલાઈ
સમયઃ બપોરે ૩
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર 
કિંમતઃ ૨૫૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ bookmyshow

વૅક્સ રેઝિસ્ટ પેઇન્ટિંગ વર્કશૉપ

કૅન્વસ પર વૉટર કલર અને વૅક્સ બન્નેનું કૉમ્બિનેશન કરીને પેઇન્ટિંગ કરવાની આર્ટ અનુભવી કલાકાર ત્રિશા પટનાઇક પાસેથી શીખવાનો મોકો છે. પહેલાં પેપર પર વૅક્સ લગાવી દેવાનું અને પછી એના પર વૉટર કલરથી પેઇન્ટ  કરવાનું. એમ કરવાથી ચોક્કસ રીતે લગાવેલા વૅક્સવાળો પોર્શન વાઇટ રહી જાય છે અને એનાથી જે ચિત્ર ઊભું થાય એ રિયલ પીસ છે. આ આર્ટ અપ્લાય કરવાની યુનિક ટેક્નિક્સ છે ને એમાં વૅક્સ, કલર કાર્ટ્રિજ શીટ્સનો પણ ઉપયોગ થાય છે. 
ક્યારે?ઃ ૩ જુલાઈ, રવિવાર 
ક્યાંઃ ડોરૅન્ગોઝ હૉલ, 
પાલી હિલ, બાંદરા
કિંમતઃ ૧૮૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow

30 June, 2022 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મનોમન નક્કી કર્યું છે કે નિવૃત્તિ પછી બીજું કંઈ કરું કે નહીં, કુકિંગ જરૂર કરીશ

અઢળક સિરિયલોના રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર આતિશ કાપડિયાએ બનાવેલું ભોજન એક વાર ચાખો પછી બીજી વાર ન માગો તો જ નવાઈ. ભલભલા શેફ પણ જેમની રસોઈ સામે ઝાંખા પડી જાય એવા આતિશભાઈની કુકિંગની ટિપ્સ તમને સોએ સો ટકા કામ લાગશે

08 August, 2022 03:22 IST | Mumbai | Rashmin Shah

શિવજીને ચડાવાતાં બીલીપત્ર તાવ ઉતારવામાં અકસીર છે

શ્રાવણમાં શિવલિંગની પૂજામાં ત્રિદળ બીલીપત્ર વાપરવામાં આવે છે. આ પાન આમ તો બારે માસ ઔષધની ગરજ સારે એવાં છે. વાઇરલ ફીવરથી લઈને ડાયાબિટીઝ કે કૉલેસ્ટરોલ જેવાં લાઇફસ્ટાઇલ ડિસીઝમાં પણ એના ઔષધીય પ્રયોગો થઈ શકે છે

08 August, 2022 03:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બિલ્લીબાઈ તો પુરુષોને પણ લાગે વહાલી

દુનિયામાં કેટલાક એવા વિરલાઓ પણ હોય છે જેઓ ફક્ત વિકલ્પ જ નથી હોતા, પરંતુ ઉદાહરણરૂપ પણ હોય છે. ફાલ્ગુની જડિયા ભટ્ટ મળ્યાં કેટલાક એવા પુરુષોને જેઓ બિલાડીઓની મદદ કરવા કોઈ પણ હદ પાર કરવા હંમેશાં તૈયાર રહે છે

08 August, 2022 01:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK