Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટ્રાવેલ રાઇડ સર્વિસિસની ગેરવાજબી વસૂલી માટે જાગ્રત થવું જરૂરી છે

ટ્રાવેલ રાઇડ સર્વિસિસની ગેરવાજબી વસૂલી માટે જાગ્રત થવું જરૂરી છે

23 September, 2022 04:17 PM IST | Mumbai
Bhavini Lodaya

કૅન્સલેશન ચાર્જિસની પણ ગેરવાજબી રીતે વસૂલી કરવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

બિન્દાસ બોલ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


મોટા ભાગે આજકાલ લોકો ઘરમાંથી બહાર નીકળે એટલે ઘર પાસેથી જ ઓલા અને ઉબર જેવી રાઇડ સર્વિસિસ દ્વારા રિક્ષા અથવા કૅબ બુક કરીને ટ્રાવેલ કરવા લાગ્યા છે. શરૂ-શરૂમાં લોકોને ૫૦થી ૬૦ ટકા જેટલા ડિસ્કાઉન્ટની લાલચ આપી  આ કંપનીઓએ રાઇડના આદિ બનાવી નાખ્યા અને પછી બધા ડિસ્કાઉન્ટ એકસાથે વસૂલ કરવા જબરા ભાડા લગાડનાર આ ચાઇનીઝ ઍપ્લિકેશનો ધૂમ કમાણી કરી રહી છે અને લોકોને ખુલ્લેઆમ લૂંટી રહી છે અને અફસોસની વાત એ છે કે સમયના અભાવે અને ‘કોણ મગજમારી કરે?’ એવા વલણને કારણે આપણે રોજની કરોડોની આવક ગેરવાજબી રીતે આ કંપનીઓને કરાવી રહ્યા છીએ.

રિક્ષાનું નોમિનલ ભાડું ૨૧ રૂપિયા છે, પણ એટલા જ અંતરે જવા માટે જો ઓલા અથવા ઉબર બુક કરવામાં આવે તો તમને જોવા મળશે કે ૪૦, ૬૦થી લઈને ૮૪ રૂપિયા જેટલો ભાવ ઍપ્લિકેશન પર જોવા મળે છે. આનો મતલબ શું સમજવો? આટલો ભ્રષ્ટાચાર? કોઈ રોક નથી આવી ઍપ્લિકેશન પર. ઘણી વાર આપણે કૅબ બુક કરીએ ત્યારે જે ભાવ દેખાડવામાં આવે અને જ્યારે આપણે ડેસ્ટિનેશન પર પહોંચીએ તો ૧૫થી ૨૦ રૂપિયા જેટલો વધુ ભાવ દેખાડે અને જો એ વધારાના પૈસા ન ભરીએ તો ઍપ્લિકેશન પરથી બીજી રાઇડ બુક કરવા ન મળે એટલે લોકો મગજમારીમાં પડવાનું ટાળી વધારાના પૈસા ભરી નાખતા હોય છે, પણ શું આ વાજબી છે? એક જ રૂટ પર જવા માટે બે અલગ વ્યક્તિને ઍપ પર અલગ-અલગ ભાવ જોવા મળે છે. ખાસ કરીને જૂના ગ્રાહકો પાસેથી વધારે ભાવ લેવામાં આવે છે. કૅન્સલેશન ચાર્જિસની પણ ગેરવાજબી રીતે વસૂલી કરવામાં આવે છે. આના સિવાય સર્વિસ બાબતે અસંખ્ય ફરિયાદો છે. ગ્રાહક તકરાર વિભાગ દ્વારા આવી કંપનીઓને ચેતવણી આપવામાં આવી હતી, પણ આ કંપનીઓ ચેતવણીની દરકાર કર્યા વિના, દિવસે-દિવસે હજી ખરાબ વલણ બતાવી રહી છે.



મારા વિચાર પ્રમાણે સરકારે માત્ર ચેતવણી નહીં, પણ સખત પગલાં લેવાં જોઈએ. રોજની કરોડોની ગેરવાજબી આવક બંધ કરાવવી જોઈએ અને આ ચાઇનીઝ રાઇડ સર્વિસ સામે ભારતીય રાઇડ સર્વિસના તત્કાલ વિકલ્પો ઊભા કરવા જોઈએ. લોકોએ પણ આવા ગેરવાજબી પૈસા વસૂલી સામે વધુમાં વધુ ફરિયાદ નોંધાવવી જોઈએ. શક્ય હોય એટલો આ રાઇડ સર્વિસનો ઉપયોગ માત્ર ખૂબ જરૂરી હોય એવા સમયે જ કરવો જોઈએ.


શબ્દાંકન : ભાવિની લોડાયા

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2022 04:17 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK