° °

આજનું ઇ-પેપર
Sunday, 03 July, 2022


એકસાથે અનેક કામ કરવાની વાત સાચી કે ખોટી?

22 June, 2022 07:27 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

મલ્ટિટાસ્કિંગનો કન્સેપ્ટ એ લોકોએ આપ્યો છે જે તમને સતત કામમાં રાખવા માગે છે જેથી તમે સક્સેસ ન મેળવો અને જિંદગીભર એમનું કામ કરતા રહો. વાત સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી પણ ખરી

એકસાથે અનેક કામ કરવાની વાત સાચી કે ખોટી? બુક ટૉક

એકસાથે અનેક કામ કરવાની વાત સાચી કે ખોટી?

ખોટી અને આ વાત દાવા સાથે કહેવાય છે ‘ધ વન થિંગ’ બુકમાં. બુકના રાઇટર ગૅરી કેલર અને જે પેપસન કહે છે કે મલ્ટિટાસ્કિંગનો કન્સેપ્ટ એ લોકોએ આપ્યો છે જે તમને સતત કામમાં રાખવા માગે છે જેથી તમે સક્સેસ ન મેળવો અને જિંદગીભર એમનું કામ કરતા રહો. વાત સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી પણ ખરી

બુક ‘ધ વન થિંગ’ની વાત કરીએ એ પહેલાં આ બુકના રાઇટર ગૅરી કેલરની વાત કરીએ. ગૅરી કેલર માત્ર રાઇટર નથી પણ એ દુનિયાનો સૌથી મોટામાં મોટો એસ્ટેટ એજન્ટ છે. હા, આ સાચું છે અને પોતાનામાં રહેલી આ ખૂબી ગૅરીએ ‘ધ વન થિંગ’ બુક લખ્યા પછી જ મેળવી છે. ગૅરી કહે છે, ‘એક સમય અને એક કામની થિયરી આજે મોટા ભાગના લોકો ભૂલી ગયા છે અને બધા હવે મલ્ટિ-ટાસ્કરનાં વખાણ કરે છે પણ એ વખાણ કોણ કરે છે એ જોવું જોઈએ. મલ્ટિટાસ્કિંગનાં વખાણ એ જ કરે છે જે તમારી પાસે કામ કરાવવા માગે છે અને જે ઇચ્છે છે કે તમે ઇન્ડિવિજ્યુઅલ સક્સેસ ન મેળવો અને આખી લાઇફ એમના માટે જ કામ કરીને તેને વધુ ને વધુ સક્સેસ અપાવો.’
ગૅરી કેલરની આ વાતને સમજવા તમારે આસપાસનું વાતાવરણ જોવું પડશે. જો એ તમે બરાબર સમજી-પારખી શક્યા તો ચોક્કસ એવું લાગશે કે કેલરની વાત બિલકુલ સાચી છે. મલ્ટિટાસ્કિંગ સ્કિલ એ જ લોકો તમારી પાસે ઇચ્છે છે જે તમારી પાસે સતત કામ કરાવવા માગે છે. ‘ધ વન થિંગ’માં આ જ વાત કહેવામાં આવી છે અને એ પણ એકદમ સરળ અને સહજ શબ્દો તથા ઉદાહરણો સાથે. ‘ધ વન થિંગ’ કહે છે કે દરેક તબક્કે લાઇફમાં હાર્ડ વર્ક કરવાને બદલે બુદ્ધિપૂર્વક સ્માર્ટ વર્ક કરવાનું રાખો. એવું વ્યક્તિ ત્યારે જ કરી શકે જ્યારે તે પોતાના વિચારો અને ગોલ માટે ક્લિયર હોય. ‘ધ વન થિંગ’માં સક્સેસ મેળવવા માટેના સૌથી સરળ રસ્તાઓ દર્શાવવાના અને એક્સ્ટ્રા-ઑર્ડિનરી સક્સેસ મેળવવાના કીમિયાઓ દેખાડે છે.
એક બુક અને બે રાઇટર | ‘ધ વન થિંગ’ બુક ગૅરી કેલર સાથે જે પેપસને લખી છે. પેપસન અને કેલરને ભેગા કરવાનું કામ પણ આ બુકે જ કર્યું છે. પેપસન બિઝનેસ એક્ઝિક્યુટિવ હતો. એક વખત તે એક કૉફી શૉપમાં બેઠો હતો અને એ દરમ્યાન કેલરને તેના એક ક્લાયન્ટ સાથે વાત કરતાં સાંભળી ગયો. પોતે જે માનતો હતો, વિચારતો હતો એ જ વાત કેલર પોતાના ક્લાયન્ટને કહેતો હતો એ સાંભળીને પેપસન સામેથી તેને મળવા ગયો. મજાની વાત એ છે કે એ બન્ને જ્યારે મળ્યા ત્યારે બન્નેના મનમાં એક બુક લખવાનું પ્લાનિંગ ચાલતું હતું અને બન્નેએ એ બુક પર કામ પણ ચાલુ કરી દીધું હતું.
પેપસન જે બુકનું પ્લાનિંગ કરતો હતો એ બુકનું ટાઇટલ તેણે ‘ધ વન’ આપ્યું હતું જ્યારે ગૅરી કેલરે પોતાની બુકનું ટાઇટલ ‘નો મોર થિંગ’ આપ્યું હતું. એકબીજાની વાતો સમાન હતી અને બન્નેના બુકનો કન્સેપ્ટ પણ ઑલમોસ્ટ સરખો હતો એટલે કેલર અને પેપસને બુક સાથે લખવાનું નક્કી કર્યું અને એ જ કૉફી શૉપમાં તેમણે બુકનું નામકરણ કર્યું ‘ધ વન થિંગ’, જે બન્નેની બુકના ટાઇટલનું સંયોજન હતું. જે પેપસન કહે છે, ‘જ્યારે પણ સફળતાની વાત કરો ત્યારે એક વાત યાદ રાખો કે તમારો ગોલ સતત તમારી સાથે રહેવો જોઈએ. દરરોજ સવારે તમારા ગોલને યાદ કરીને જો કામની શરૂઆત કરશો તો ધીમે-ધીમે એવી પરિસ્થિતિ આવશે જેમાં તમે પોતે જ નકામાં કામોને ઓળખતાં શીખી જશો, જે તમારા ગોલ અચીવમેન્ટની દિશામાં બહુ મહત્ત્વનું કામ ગણાશે.’
એક્સ્ટ્રા-ઑર્ડિનરી રિઝલ્ટ |  
‘ધ વન થિંગ’ સમજાવે છે કે જો ફોકસ હશે તો જ તમે તમારો ગોલ મેળવી શકશો અને ગોલ એક જ હોવો જોઈએ. સ્પષ્ટતા હોય એને જ સક્સેસ મળતી હોય છે અને જેનું ફોકસ એક છે એ જ ટોચ પર પહોંચે છે. રોનાલ્ડોની લાઇફમાં ફુટબૉલ સિવાય બીજા કોઈને ઇમ્પોર્ટન્સ નહોતું તો જુઓ આજે તમે, રોનાલ્ડો અને ફુટબૉલ બન્ને પર્યાય બની ગયા. રહમાનને પણ જોઈ લો અને અમિતાભ બચ્ચનને પણ જોઈ લો. જે પોતાના ફોકસને ક્લિયર રાખે છે એ હંમેશાં એક્સ્ટ્રા-ઑર્ડિનરી રિઝલ્ટ લાવી શકે છે.
વારંવાર મલ્ટિટાસ્કિંગનો વિરોધ કરતી ‘ધ વન થિંગ’માં એક બહુ સરસ ઉદાહરણ આપતાં કહ્યું છે કે એકસાથે બે સસલાં પકડવા નીકળેલા શિકારીના હાથમાં એક પણ સસલું નથી આવતું, કારણ કે સસલાંને ખબર છે કે અલગ-અલગ દિશા પકડીને ભાગવામાં જ સલામતી છે. કેલર કહે છે, ‘સફળતા સસલા જેવી છે. એને તમારા હાથમાં નથી આવવું એટલે એને હાથમાં લેવા તમારામાં ફોકસ હોવું બહુ જરૂરી છે. ફોકસ ત્યારે જ આવે જ્યારે એક સમયે એક જ વાત, વિષય કે વિચાર પર ફોકસ કરતા હો.’
‘ધ વન થિંગ’માં કહેવામાં આવેલી અનેક ઇમ્પોર્ટન્ટ વાતમાં કહેવામાં આવી છે પણ બુકમાં કહેવાયેલાં ત્રણ અસત્ય અને ત્રણ ચોરની વાત સૌથી અગત્યની છે.

સ્ટોરી શૉર્ટકટ

‘ધ વન થિંગ’માં અસત્ય અને ચોરની વાત કહેવામાં આવી છે એમાંથી ત્રણ જૂઠાણાંને પહેલાં જાણવાં જોઈએ. પહેલું જૂઠાણું, બધું સમાન મહત્ત્વનું છે. ના, એવું બિલકુલ નથી. 
બધાનું મહત્ત્વ જુદું-જુદું છે એટલે સમાન મહત્ત્વની વાત મનમાંથી કાઢી નાખો, કારણ કે જ્યારે સમયની કમી હોય છે એવા સમયે આ માનસિકતા ખોટી અને બિનઅગત્યની કહેવાય એવી વાતોમાં તમારો સમય વાપરીને તમારું ફોકસ ડાઇવર્ટ કરે છે. બીજું જૂઠાણું, મલ્ટિટાસ્કિંગથી કામ ઝડપથી થાય છે. જરા પણ નહીં. મલ્ટિટાસ્કિંગને કારણે કામમાં ઊલટાનો સમય વધારે જાય છે અને કામની ક્વૉલિટી પર પણ એની અસર થાય છે. ત્રીજું અસત્ય, લાઇફ બૅલૅન્સ્ડ હોવી જોઈએ. ખોટી વાત. જેને સક્સેસ જોઈતી હોય તેણે બૅલૅન્સ્ડ લાઇફને ભૂલી જવી પડે. જો એ લાઇફને બૅલૅન્સ કરવા બેસે તો પોતાના ટાસ્કને ક્યારેય પૂરા કરી જ ન શકે. હવે વાત કરીએ ત્રણ ચોરની જે તમારા સમયની ચોરી કરે છે. એક, ખોટી જગ્યાએ પાડવામાં આવેલી હા. ના પાડી દેવાની છે પણ શરમ-સંકોચમાં પાડેલી હા તમારા અગત્યના એવા સમયની ચોરી કરી જાય છે એટલે ક્યારેય ખોટી જગ્યાએ હા પાડવાની ભૂલ નહીં કરો. નંબર બે, ખરાબ હેલ્થ હૅબિટ. જો તમારી તબિયત બગડશે તો ફોકસ અને સમય બન્ને બગડશે એટલે બહેતર છે કે તમારી ખરાબ હેલ્થ હૅબિટ સુધારો. ત્રીજો અને અગત્યનો ચોર, તમારી આસપાસનું વાતાવરણ. જો તમારી આસપાસનું વાતાવરણ, સંબંધો એવા હશે જે તમને નેગેટિવ બનાવ્યા કરે તો એની સીધી અસર તમારા ફોકસ પર થશે એટલે આજુબાજુના વાતાવરણનું ખાસ ધ્યાન રાખો.

22 June, 2022 07:27 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

જ્યારે વર્લ્ડ કપના આગલા દિવસે મોહિન્દર અમરનાથ તમને કહે કે ‘ચાલ બોલ નાખ’

આવા અઢળક થ્રિલિંગ અનુભવો ગુજરાતી પત્રકાર, લેખક, સ્ટૅટિસ્ટિશ્યન, કૉમેન્ટેટર, સ્કોરર, રેડિયો અનાઉન્સર યશવંત ચાડને થયા છે.

02 July, 2022 11:56 IST | Mumbai | Ruchita Shah

૨૧ વર્ષના આ યંગસ્ટરને ખરેખર ઘણી ખમ્મા

આવાં એક-બે નહીં પણ પાંચ આસનો રેકૉર્ડ બ્રેક સમય માટે કરવા બદલ વિશ્વભરમાં તેનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે તેણે પોતાની આ અચીવમેન્ટ પાછળના ફન્ડા મિડ-ડે સાથે શૅર કર્યા એ જાણીએ

01 July, 2022 09:34 IST | Mumbai | Ruchita Shah

આત્મવિશ્વાસ

‘સૉરી, આ વખતે મારાથી નહીં થાય...’ પ્રિન્સિપાલે ચશ્માં કાઢીને ટેબલ પર મૂક્યાં અને સનીના પપ્પાને કહ્યું, ‘જુઓ, લાસ્ટ યર પણ આપણે એને ગ્રેસ માર્ક્સ આપ્યા હતા. આ વર્ષે પણ આપ્યા, પણ એ પછીયે સની પાસ નથી થતો’

01 July, 2022 09:34 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK