Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચીની બહિષ્કારને બદલે સ્વદેશી વાપરવાની ઝુંબેશ મજબૂત કરવી જોઈએ

ચીની બહિષ્કારને બદલે સ્વદેશી વાપરવાની ઝુંબેશ મજબૂત કરવી જોઈએ

05 August, 2022 06:12 PM IST | Mumbai
Bhavini Lodaya

ઇલેક્ટ્રિકલ ગૅજેટ્સ, સ્માર્ટફોન્સ, લૅપટૉપ, રમકડાં અને કારથી લઈને ફાર્મસ્યુટિકલ અને તમામ ક્ષેત્રમાં આજે પણ ચીનનો દબદબો છે

ચીની બહિષ્કારને બદલે સ્વદેશી વાપરવાની ઝુંબેશ મજબૂત કરવી જોઈએ બિન્દાસ બોલ

ચીની બહિષ્કારને બદલે સ્વદેશી વાપરવાની ઝુંબેશ મજબૂત કરવી જોઈએ


ભારતનું અર્થતંત્ર મજબૂત કરવાના પ્રયત્નો સતત થઈ રહ્યા છે, પરંતુ આજે પણ ભારત દરેક ક્ષેત્રના ઉત્પાદનમાં ઘણું પાછળ છે. ચીનનું માથાદીઠ ગ્રોસ ડોમેસ્ટિક ઉત્પાદન આપણા કરતાં પાંચગણું છે અને એનું ઉત્પાદન ક્ષેત્ર લગભગ ત્રણ ટ્રિલ્યનમાં દસગણા કરતાં પણ મોટું છે. ઇલેક્ટ્રિકલ ગૅજેટ્સ, સ્માર્ટફોન્સ, લૅપટૉપ, રમકડાં અને કારથી લઈને ફાર્મસ્યુટિકલ અને તમામ ક્ષેત્રમાં આજે પણ ચીનનો દબદબો છે.

ભારતીય ચીજવસ્તુઓની ખરીદી કરવાનું અને ચીનની પ્રોડક્ટ્સનો વપરાશ ટાળવાનું કહેવામાં આવે છે, પરંતુ હજી સુધી શક્ય થયું નથી. સ્વિગી, ઝોમૅટો, બાયજૂસ, ઓલા, ઉબર વગેરે તો હવે સામાન્યમાં સામાન્ય ઘરની જરૂરિયાત બની ગયાં છે. એક તરફ ભારત ચીની કંપનીઓનો બહિષ્કાર કરવાનું વલણ દાખવે છે અને બીજી તરફ આ તમામ કંપનીઓનો એક પણ સફળ વિકલ્પ શોધવામાં અસફળ રહ્યું છે. ઉત્પાદન ક્ષેત્રમાં કોઈ સુધાર નથી. ભારતમાં ટૉપમોસ્ટ કંપનીઓ છે. બીજાં ઉત્પાદનોમાં પણ હજી કચાશ છે. લોકો કોશિશ કરે તો પણ શક્ય નથી, કારણ કે ભારતીય ઉત્પાદનની દરેક વસ્તુ મોંઘી છે તથા ક્વૉલિટી અને પસંદગીનાં ફીચર્સ હોતાં જ નથી. સ્માર્ટફોન જેવી વસ્તુઓને જોઈએ તો ઓપો, વિવો, સૅમસંગ અને ઍપલ જેવાં ફીચર્સના વિકલ્પો આજે પણ ભારતનાં ઉત્પાદનોમાં જોવા નથી મળતાં. આવી જ રીતે કાર અને બીજી તમામ વસ્તુઓનું છે. ભારતનું ૩૦ ટકા ઉત્પાદન ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. ચાઇનાએ એક સ્કેલ બનાવ્યો છે, ભારત સ્કેલ બનાવી શકતું નથી અને સ્કેલ વગર મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો વિકાસ થઈ શકતો નથી. એથી ઇન્ડસ્ટ્રિયલિસ્ટો અને સરકારે સાથે મળીને કામ કરવું પડશે. ભારતે ઉત્પાદનોના ઉત્પાદક બનવાનું લક્ષ્ય રાખવું જોઈએ.



મારા વિચાર પ્રમાણે ભારતીય કંપનીઓએ ઉત્પાદનની ક્વૉલિટી કન્ટ્રોલને ખાતરીપૂર્વક બનાવવાનું લક્ષ્ય કેળવવું જ જોઈએ. જ્યાં સુધી તેઓ યોગ્ય કિંમત અને ક્વૉલિટીમાં બરાબર નહીં આવે ત્યાં સુધી પ્રોડક્શન પ્રક્રિયાનું સતત નિરીક્ષણ કરવું જોઈએ. લેબર અને મટીરિયલની ક્વૉલિટી ટેક્નૉલૉજી, ઉત્પાદનની ક્વૉલિટી એ જ ચીનના સપ્લાયરો સાથે સફળતાપૂર્વક સ્પર્ધા કરવાનો માર્ગ છે. સરકાર જ્યારે દરેક કંપની પાસે ભારપૂર્વક શ્રેષ્ઠ ઉત્પાદનની માગ કરશે ત્યારે જ ભારતીય લોકો સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ ભરપૂર માત્રામાં શરૂ કરશે અને ત્યારે જ ભારતનું અર્થતંત્ર મજબૂત થશે અને ગરીબી જશે. : શબ્દાંકન : ભાવિની લોડાયા


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2022 06:12 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK