° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


બસને યાર : જો તમારું સંતાન આવું બોલી બેસે તો તમારે ચિંતા કરવી જ જોઈએ

10 May, 2022 09:21 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

સંસ્કાર આપવાનું હવે આપણા હાથમાં આવ્યું છે ત્યારે નવા અને વધારાના સંસ્કાર ન આપી શકીએ તો કંઈ નહીં, પણ ઍટ લીસ્ટ એ સંસ્કારો તો આપીએ જે સંસ્કાર આપણને મળ્યા છે.

મિડ-ડે લોગો મેરે દિલ મેં આજ ક્યા હૈ?

મિડ-ડે લોગો

આમ તો આ પ્રશ્ન દરેકેદરેક ઘરમાં લાગુ પડે છે. આજે બાળકો વાત કરવાનું શરૂ કરે છે ત્યારે તેમની જે ભાષા હોય છે, તેમની જે બોલી હોય છે, તેમનો જે ટોન હોય છે એ જોઈને ખરેખર પેરન્ટ્સે વિચારવાની જરૂર છે. વાત-વાતમાં પપ્પાને ‘યાર’ કહેતાં સંતાનો કે પછી મમ્મીને તું’કારા કરીને બોલાવતી આ નવી જનરેશન જ્યારે ઊગી રહી છે ત્યારે તેની આવી વાતો મીઠાશવાળી લાગે, પણ જે સમયે એ ટીનેજ વટાવીને આગળ વધશે એ સમયે તેના મોઢે થતી આવી વાતોમાં રુક્ષતા અને તોછડાઈ લાગશે, પણ એ સમયે બાળકોને વાળવાનું કામ સરળ નહીં હોય. દરેક વાતમાં જરૂરી નથી કે તમે મૉડર્ન દેખાવા માટે આ પ્રકારના રસ્તા જ અપનાવો કે પછી મૉડર્નાઇઝેશનના નામે તમે મર્યાદાઓનું ઉલ્લંઘન કરો. આપણે આપણાં માબાપને માન આપતા કે ‘તમે’ કહીને બોલાવતાં એની પાછળનું કારણ પણ હતું. આપણને આપણાં માબાપે સંસ્કાર આપ્યા હતા. સંસ્કાર આપવાનું હવે આપણા હાથમાં આવ્યું છે ત્યારે નવા અને વધારાના સંસ્કાર ન આપી શકીએ તો કંઈ નહીં, પણ ઍટ લીસ્ટ એ સંસ્કારો તો આપીએ જે સંસ્કાર આપણને મળ્યા છે.
દીકરો અને બાપ સાથે બેસીને દારૂ પીવાની વાત કરે એ હજી પણ આપણું ગુજરાતી કલ્ચર સ્વીકારવા રાજી નથી તો એમાં કાંઈ ખોટું પણ નથી. જો આજે પણ શરાબને આપણો સમાજ સ્વીકારવા રાજી ન હોય તો એમાં કંઈ સમાજ અને પ્રજા ગમાર નથી થઈ જતી. જો દારૂ પીવાથી મૉડર્ન થવાતું હોય તો હું માનું છું કે મને મારી જાતને ગમાર તરીકે ઓળખાવવાનું વધારે ગમશે અને હું એવું જ કરીશ. પંજાબ, હરિયાણા અને દિલ્હીના બાપ-દીકરાના દાખલા મારે નથી સાંભળવા કે નથી મારે તેમના જેવા થવું. હું નથી ઇચ્છતો કે મારાં બાળકો એ પંજાબ, હરિયાણા અને દિલ્હીવાળા જેવાં બને તો પછી હું શું કામ એ લોકોની વાત પણ સાંભળું. યાદ રાખજો, ભલે દુનિયા એવી ફિશિયારી મારે કે યુવાન સંતાનોના મિત્રો બનીને રહેવું જોઈએ, પણ હું કહું છું કે એવી જરાય જરૂર નથી, જરાય નહીં. તમારાં યુવાન સંતાનોને મિત્રો અઢળક મળશે, પણ તેના નસીબમાં બાપ કે મા એક જ છે એટલે તેને પણ ભાઈબંધ કે બહેનપણી બનાવીને છીનવી નહીં લેતા. સંતાનોથી અંતર હોય તો એ ખોટું નથી. સંતાન જેવડા બનીને ઉછાંછળાપણું કરવા કરતાં તો ઉત્તમ છે કે તમે વાજબી રીતે અને યોગ્ય રીતે તમારા સંતાનના વડીલ બનીને રહો. ડાન્સ-પાર્ટીમાં કે પિકનિકમાં જઈને તમે જો તેની ઉંમરના બનશો તો ચોક્કસપણે એવું બનશે કે તમારા પ્રત્યેનો આદર છે એ આદર નીકળી જશે અને એના સ્થાને વાંધા-વચકા અને તકલીફો ઉમેરાઈ જશે. જો ઇચ્છતા હો કે તમે તમારા સંતાનના વડીલ બનીને રહો તો એ માટેનું યોગ્ય વર્તન તમારું હોવું જોઈશે. વડીલપણું દાખવવાની તૈયારી પણ તમારામાં હોવી જોઈશે અને એ તૈયારી હશે તો બાળકોમાં આપોઆપ મર્યાદાના ગુણ ઊગી નીકળશે.

10 May, 2022 09:21 AM IST | Mumbai | Manoj Joshi

અન્ય લેખો

ફ્રી ટાઇમ, બેસ્ટ ટાઇમ :આ વેકેશનમાં તમારાં બચ્ચાંઓ કેવી રીતે સમય પસાર કરવાનાં છે?

કોઈના નબળા ગુણ આપણામાં ન આવે એ ધ્યાન રાખવાની સાથોસાથ એ પણ જોવાનું હોય કે તેનામાં રહેલા સારા ગુણોને આપણે પ્રેમપૂર્વક સ્વીકારીએ.

18 May, 2022 07:58 IST | Mumbai | Manoj Joshi

એક સારું આૅડિટોરિયમ પાંચ હૉસ્પિટલની ગરજ સારે

નવી સ્કૂલ બને, મંદિર બને, કમ્યુનિટી હૉલ બને અને હૉસ્પિટલ બને; પણ નવું એક પણ ઑડિટોરિયમ બનતું નથી. આપણા ગુજરાતીઓ શું કામ આ કામ માટે આગળ ન આવે, શું કામ મનોરંજનનું આ મંદિર વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ દિશામાં કામ ન કરે?

17 May, 2022 10:02 IST | Mumbai | Sarita Joshi

પૂછો તમારી જાતને : જરા વિચારો અને કહો જોઈએ કે તમે તમારા આ શહેર માટે શું કર્યું?

આપણે એવું તે શું કરી લીધું જેને લીધે આમચી મુંબઈના નારા લગાવીએ છીએ એ આપણું મુંબઈ વધારે જીવવાલાયક બન્યું? કંઈ કર્યું ખરું જેને લીધે આપણે આ શહેરમાં એક નાનકડી સુવિધાને પણ સાચવવાની કોશિશ કરી કે પછી જે પગલાને કારણે આ મુંબઈ થોડું વધારે સારું બન્યું?

17 May, 2022 09:46 IST | Mumbai | Manoj Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK