Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વૉટર રીસાઇક્લિંગ માટે આપણે કેટલા સજ્જ છીએ?

વૉટર રીસાઇક્લિંગ માટે આપણે કેટલા સજ્જ છીએ?

14 May, 2022 07:26 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

સિંગાપોર જેવા દેશમાં અને સુરત જેવા શહેરમાં રીસાઇકલ કરેલું પાણી રહ્યું છે. મુંબઈમાં સાત જગ્યાએ સ્યુએજ રીસાઇક્લિંગ પ્લાન્ટનું વર્ષો જૂનું પ્લાનિંગ વેગ પકડી રહ્યું છે ત્યારે જાણીએ એની તૈયારીઓ અને એની સજ્જતા વિશે

 ૨૦૦૯માં વૉટર રીસાઇક્લિંગ પ્રોજેક્ટનો અંદાજ ૫૫૦૦ કરોડ રૂપિયાનો હતો. જેમ-જેમ આ પ્રોજેક્ટ પાછળ ઠેલાઈ રહ્યો છે એનો ખર્ચો પાંચથી છગણો વધી રહ્યો છે.

સેટરડે સ્પેશિયલ

૨૦૦૯માં વૉટર રીસાઇક્લિંગ પ્રોજેક્ટનો અંદાજ ૫૫૦૦ કરોડ રૂપિયાનો હતો. જેમ-જેમ આ પ્રોજેક્ટ પાછળ ઠેલાઈ રહ્યો છે એનો ખર્ચો પાંચથી છગણો વધી રહ્યો છે.


પાણીની સમસ્યાને જો દૂર કરવી હોય તો વપરાયેલા પાણીને રીસાઇકલ કરવું એ મહત્ત્વનો ઉપાય ગણી શકાય. સિંગાપોર જેવા દેશમાં અને સુરત જેવા શહેરમાં રીસાઇકલ કરેલું પાણી રહ્યું છે. મુંબઈમાં સાત જગ્યાએ સ્યુએજ રીસાઇક્લિંગ પ્લાન્ટનું વર્ષો જૂનું પ્લાનિંગ વેગ પકડી રહ્યું છે ત્યારે જાણીએ એની તૈયારીઓ અને એની સજ્જતા વિશે

જિગીષા જૈન  
jigisha.jain@mid-day.com
ભાયખલાના વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાનમાં પાણીની બાબતમાં આત્મનિર્ભરતા લાવવા માટે વેસ્ટવૉટર પ્લાન્ટનું ઉદ્ઘાટન હાલમાં કરવામાં આવ્યું હતું. આ ઉદ્યાનમાં દરરોજ પ્રાણીઓ, ઝાડ-પાન અને મેઇન્ટેનન્સ માટે ૩-૫ લાખ લિટર પાણીની ખપત થાય છે. આ બધામાં વપરાતા પાણીમાં જે પાણી વેડફાય છે કે એમનેમ વહી જાય છે કે એક વાર કોઈ પણ રીતે ઉપયોગમાં આવી જાય છે એને રીસાઇકલ કરીને ફરીથી વાપરવામાં આવે તો કૉર્પોરેશનના પાણીની જે દરરોજની જરૂરિયાત છે એ ઓછી કરી શકાય. યોજના અનુસાર આ પ્લાન્ટમાંથી દરરોજ પાંચ લાખ લિટર વપરાયેલું પાણી રીસાઇકલ કરીને ફરી વાપરવા લાયક બનાવી શકાશે. આ રીસાઇકલ થયેલું પાણી અન્ડરગ્રાઉન્ડ ટૅન્કમાં સ્ટોર કરી શકાશે જેની કૅપેસિટી ૭ લાખ લિટર પાણીની છે. આ રીસાઇકલ કરેલું પાણી આ ટાંકીમાંથી ઝૂના જુદા-જુદા એરિયામાં લઈ જતી પાઇપલાઇન સાથે કનેક્ટ થઈ જશે અને આખા એરિયામાં પાણી સરળતાથી સપ્લાય કરી શકાશે. નકામા પાણીને સાફ કરીને ફરીથી કામમાં લેવાનો આ એક પર્સનલ યુનિટ બેઝ્ડ પ્રોજેક્ટ કહી શકાય પરંતુ બીએમસી આ બાબતે એક મહા પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે. 
સમુદ્રનું પૉલ્યુશન ઘટાડવા 
મુંબઈના ૧૨.૫ મિલ્યન લોકો મળીને દરરોજના ૨૪૦૦ મિલ્યન લિટર ગટરનું પાણી જનરેટ કરે છે. મુંબઈમાં ગટરની લાઇન્સ ૨૦૨૫ કિલોમીટરમાં ફેલાયેલી છે. આ લાઇન્સ દ્વારા ગટરનું પાણી સાત જુદા-જુદા એરિયામાં આવેલા જેમ કે કોલાબા, વરલી, બાંદરા, વર્સોવા, મલાડ, ઘાટકોપર અને ભાંડુપ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એકઠું થાય છે. કોલાબા સિવાય બધી જ જગ્યાએ ગટરના પાણીને એકદમ પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને પછી અરબ સમુદ્રમાં છોડી દેવામાં આવે છે; જેને લીધે સમુદ્રમાં પૉલ્યુશન વધે છે અને ત્યાંનું જનજીવન અસરગ્રસ્ત થાય છે. એટલે સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડના નવા નિયમો મુજબ ગટરના પાણીને ઍડ્વાન્સ લેવલનું ટ્રીટ કરવા માટેના પ્લાન સહ આ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો વિચાર અમલમાં આવી રહ્યો છે. કોલાબાવાળો પ્લાન્ટ ૨૦૨૦માં તૈયાર થઈ ગયો હતો. આ પ્લાન્ટ મુંબઈનો સૌથી પહેલો પ્લાન્ટ છે જે ગટરના પાણીને રીસાઇકલ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવું ચોખ્ખું પાણી બનાવે છે. 
મહાકાય પ્રોજેક્ટ 
મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈના પ્લાન મુજબ મુંબઈમાં સાત જગ્યાએ મોટા સ્યુએજ રીસાઇક્લિંગ પ્લાન્ટ કે સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે જે સાતેય પ્લાન્ટમાં મળીને દરરોજનું ૨૪૬૦ મિલ્યન લિટર પાણી રીસાઇકલ થઈને ચોખ્ખું બનશે. આ ગટરના પાણીને ફરીથી ઉપયોગમાં લેવા લાયક બનાવવા માટે તૈયાર કરવામાં આવી રહેલા આ પ્લાન્ટ્સ માટે અંદાજિત ત્રીસ હજાર કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચો છે. હાલમાં બીએમસી દ્વારા મુંબઈ સ્યુએજ ડીસ્પોઝલ પ્રોજેક્ટ-2 માટે સાત કૉન્ટ્રૅક્ટર ફાઇનલ થઈ ગયા છે. આમ જોઈએ તો આ પ્રોજેક્ટ ૨૦૦૨થી પાછળ જ ઠેલાતો જાય છે. એક અખબારી અહેવાલ મુજબ કન્સ્ટ્રક્શનમાં આવી રહેલી મુસીબતો, જગ્યાની કમી, આ પાણીના ડિસ્ચાર્જના બદલાતા જતા નિયમો અને પૉલિટિકલ ફાઇટ્સને કારણે પ્રોજેક્ટ ડિલે થઈ રહ્યો છે. આજ સુધીમાં ચાર વાર ટેન્ડર ભરાયાં અને કૅન્સલ થયાં છે. 
૨૦૦૯માં જ્યારે આ પ્રોજેક્ટ પાછળ કેટલા રૂપિયા લાગશે એનું એસ્ટિમેટ કઢાયું હતું ત્યારે આ આંકડો ૫૫૦૦ કરોડનો હતો. જેમ-જેમ આ પ્રોજેક્ટ પાછળ ઠેલાઈ રહ્યો છે એનો ખર્ચો પાંચથી છગણો વધી રહ્યો છે; જેના માટે ઇન્ફ્લેશન રેટ્સ, ટેક્નિકલ ચૅલેન્જિસ અને રશિયા-યુક્રેન વૉર જવાબદાર છે એવું માનવામાં આવે છે. હમણાં ફેબ્રુઆરીમાં બીએમસીએ બાંહેધરી આપી છે કે કૉન્ટ્રૅક્ટર અપૉઇન્ટ થઈ ગયા પછી ૪૮-૭૨ મહિનાઓમાં કામ પૂરું થઈ જશે.
શામાં વપરાશે આ પાણી?
કૉન્ટ્રૅક્ટરનું કામ ફક્ત આ પ્રોજેક્ટ પૂરો કરવાનું જ નહીં, આવતાં ૧૫ વર્ષ સુધી એનું મેઇન્ટેનન્સ જોવાનો પણ છે. સહજ રીતે પ્રશ્ન થાય કે આ રીસાઇકલ થયેલું પાણી શેમાં-શેમાં ઉપયોગમાં લઈ શકાય? આ પાણી પીવા સિવાયના દરેક કામમાં ઉપયોગમાં લઈ શકાય છે. વધુ નહીં તો મુંબઈ મહાનગરમાં ટૉઇલેટરી યુઝેજ, કન્સ્ટ્રક્શન માટે, સાફસફાઈમાં અને મુંબઈની બહાર ખેતીમાં પણ એ કામ લાગી શકે છે. 
પ્લાન્ટને ચલાવવા શું કરીશું? 
ગટરના પાણીનું રીસાઇક્લિંગ કરવા જતા આ પ્રોજેક્ટ્સમાં ફક્ત પાણી સાફ કરી દેવાથી આ પ્રોજેક્ટ સસ્ટેન થશે ખરા? આ પ્રશ્નનો જવાબ આપતાં વેસ્ટ વૉટર મૅનેજમેન્ટના રિસર્ચર અને આઇઆઇટી બૉમ્બેના પ્રોફેસર પ્રદીપ કલબાર કહે છે, ‘કોઈ પણ પ્રોજેક્ટના બનવાની કૉસ્ટ, એને ચલાવવાની કૉસ્ટ અને એમાં જે પ્રોડક્ટ તૈયાર થઈ રહ્યો છે એને વેચવાની કૉસ્ટ પર જ પ્રોજેક્ટ ટકશે કેટલું એ સમજી શકાય છે. આમ ફક્ત પાણી સાફ તો આપણે કરી દઈશું પરંતુ એને પ્રોડ્યુસ કરવાનો જે તોતિંગ ખર્ચો છે એને કઈ રીતે પહોંચી વળીશું એ પણ વિચારવાની ખૂબ જરૂર છે. કોલાબાના પ્લાન્ટમાં રીસાઇકલ થતા પાણીનું આપણે શું કરી રહ્યા છીએ એ પ્લાન્ટ વ્યવસ્થિત ચાલે છે કે નહીં એ પ્રશ્નનો જવાબ જો મળે તો સમજાઈ જશે કે આપણું ફોકસ ફક્ત પ્લાન્ટ તૈયાર કરવામાં જ છે. પછી આગળ શું એના પર કામ હજી બાકી છે. મારું માનવું છે કે એક આવા મહાકાય પ્રોજેક્ટમાં આટલાબધા રૂપિયા ઇન્વેસ્ટ કરતાં પહેલાં એક પાઇલટ પ્રોજેક્ટ ચલાવીને જોવું જોઈએ.’ 
હિસાબ મોંઘો પડશે
સીધો હિસાબ છે કે જયારે તમે આટલા મોટા પાયે ખર્ચ કરતા હો તો એનાથી મોટા પાયે ઉત્પન્ન થતું સાફ પાણી પૂરી રીતે વપરાવું જોઈએ નહીંતર એ બિનઉપજાઉ ઇન્વેસ્ટમેન્ટ થયું. એનો હિસાબ સમજાવતાં પ્રો. પ્રદીપ કલબાર કહે છે, ‘આપણે જે વર્ષોથી  સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને સાફ કરીએ છીએ એમાં ૧૦૦૦ લિટર પાણીને સાફ કરવાના ૪ રૂપિયા થાય પરંતુ વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એને 
રીસાઇકલ કરવાના હેતુથી સાફ કરીએ ત્યારે એનો ખર્ચો ૧૦-૧૨ રૂપિયા જેટલો થાય છે જેમાં હજી આપણે પ્લાન્ટ બનાવવાના કે આ પાણીને ઘર-ઘર સુધી પહોંચાડવાનો ખર્ચો તો ગણ્યો જ નથી. ઊલટું ફ્રેશ અને કુદરતી સ્થળોથી ઘર-ઘર સુધી 
પહોંચતા પાણીના આપણે હાલમાં બીએમસીને દર ૧૦૦૦ લિટર પાણીદીઠ ૬ રૂપિયા આપીએ છીએ. રીસાઇકલ કરેલું પાણી શું આપણે એટલા સસ્તામાં વેચી શકીશું? નહીં. લોકોને એ મોંઘું લાગશે. એક તરફ જ્યારે તમે નૅચરલ સોર્સમાંથી સસ્તું પાણી આપી જ રહ્યા છો તો કોણ તમારી પાસેથી મોંઘું રીસાઇકલ થયેલું પાણી ખરીદશે?’
માર્કેટ ઊભું કરવું પડશે 
આ માટે મહત્ત્વનો મુદ્દો સમજાવતાં પ્રો. પ્રદીપ કલબાર કહે છે, ‘એના માટે તમારે નવા ગ્રાહકો શોધવા પડશે કાં તો ઊભા કરવા પડશે. નિયમોમાં બદલાવ એવા લાવવા પડે કદાચ કે દરેક સોસાયટીએ ટૉઇલેટ યુઝ માટે રીસાઇકલ થયેલું પાણી જ વાપરવું. પણ એના માટે પ્લાન્ટથી ઘર-ઘર સુધી પહોંચતી અલગ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ઊભી કરવી પડશે, કારણ કે નૅચરલ વૉટર જોડે એને ભેગું તો નહીં જ કરી શકાય અને એ ધારીએ એટલું સરળ કામ તો નથી. સમજવાનું એ છે કે રીસાઇકલ્ડ વૉટર બનાવતી વખતે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે એનું એક માર્કેટ ઊભું કરવું પડશે. મોટી સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીઝ, રેલવે, મેટ્રો, પોર્ટ, 
કન્સ્ટ્રકશન જેવી જુદી-જુદી જગ્યાએ મોટા કન્ઝ્યુમર શોધવા પડશે. દરેક જગ્યાએ પોતાનાં અલગ રીસાઇકલ સેન્ટર શરૂ કરવામાં સમજદારી નથી. એના કર‌તાં લોકલાઇઝ્ડ સેન્ટર શરૂ કરવા યોગ્ય છે. પાણી એક જગ્યાએથી જ આખા એરિયામાં જશે તો ખર્ચો પોસાશે. દરેક બિલ્ડિંગમાં એક બીજું કનેક્શન હશે જે આ લોકલ સેન્ટર પરથી રીસાઇકલ્ડ વૉટર મોકલતું હશે.’



 દરેક જગ્યાએ પોતાનાં અલગ રીસાઇકલ સેન્ટર શરૂ કરવામાં સમજદારી નથી. એના કર‌તાં લોકલાઇઝ્ડ સેન્ટર શરૂ કરવા યોગ્ય છે. પાણી એક જગ્યાએથી જ આખા એરિયામાં જશે તો ખર્ચો પોસાશે
પ્રોફેસર પ્રદીપ કલબાર, આઇઆઇટી બૉમ્બે


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2022 07:26 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK