Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પગમાં પૈડાં પહેરીને ઉડાન ભરવાનું ઠાની લીધું છે આ ગુજ્જુ ગર્લે

પગમાં પૈડાં પહેરીને ઉડાન ભરવાનું ઠાની લીધું છે આ ગુજ્જુ ગર્લે

18 June, 2021 02:43 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

બધું બરાબર રહ્યું તો ૨૦૨૧ના સપ્ટેમ્બરમાં યોજાનારી વર્લ્ડ સ્પીડ સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે ખુશી શાહ. સાડાચાર વર્ષની ઉંમરથી લઈને શરૂ થયેલી સ્કેટિંગની યાત્રા ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનશિપ સુધી પહોંચવાની સફર કેવી રહી અને હજી શું બાકી

ખુશી શાહ

ખુશી શાહ


સપનાંઓ સાકાર કરવા માટે મહેનત કરવી પડે અને એ બાબતમાં ખુશી શાહ જરાય પાછી પડે એમ નથી. અથાગ મહેનતનું જ પરિણામ છે કે ખુશી શાહ અત્યારે ૨૦૨૧ના સપ્ટેમ્બરમાં કોલંબિયામાં યોજાનારી વર્લ્ડ સ્પીડ સ્કેટિંગ ચૅમ્પિયનશિપની તૈયારીઓમાં મચેલી છે. છેલ્લાં દસ વર્ષમાં મુંબઈનો એક પણ પ્લેયર આ રીતે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સ્કેટિંગ માટે સિલેક્ટ થયો નથી. તાજેતરમાં જ રોલર સ્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને એફિલિએટેડ વર્લ્ડ સ્કેટ દ્વારા પંજાબમાં ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનશિપની

ટ્રાયલ્સ યોજાઈ હતી જેમાં ખુશી બે સિલ્વર મેડલ જીતી. લગભગ વીસ સ્ટેટમાંથી અને એ પણ નૅશનલ લેવલે જીતેલા પ્લેયરો જ આ ટ્રાયલમાં ભાગ લઈ શકે એ પહેલી શરત હતી. એમાં ખુશી ક્વૉલિફાય થઈ ગઈ. ભારતના કુલ પંદર પ્લેયર જુનિયર કૅટેગરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાના છે જેમાં એક નામ ખુશીનું પણ છે. એટલું જ નહીં, જુનિયર ગર્લ્સ કૅટેગરીમાં ફાસ્ટેસ્ટ સ્પ્રિન્ટ સ્કેટર તરીકે ખુશી આખા દેશમાં બીજા નંબરે છે. મુંબઈ માટે અને ગુજરાતીઓ જેના માટે પણ પ્રાઉડ લઈ શકે એવી ખુશી શાહ સાથે આજે વાતો કરીએ.



નાનપણની ટ્રેઇનિંગ


સાડાચાર વર્ષની ઉંમરમાં ખુશીના પરિવારે તેને સ્કેટિંગની ટ્રેઇનિંગ આપવાનું શરૂ કરી દીધું હતું. તે કહે છે, ‘મારો ભાઈ સ્કેટિંગના ક્લાસમાં જતો. તેને જોઈને જ મેં જીદ પકડેલી કે મને પણ આ કરવું છે. મને બહુ સ્પષ્ટપણે યાદ નથી, પરંતુ એ સમયે હું સ્કેટિંગનાં બેબી સ્ટેપ્સ શીખી. પછી મારા ભાઈએ છોડી દીધું, પરંતુ મારો ઇન્ટરેસ્ટ અકબંધ રહ્યો. સ્કેટિંગે ઍઝ અ પર્સન મને ઘણી ચેન્જ કરી છે. ડિસિપ્લિન્ડ અને ટાઇમ મૅનેજમેન્ટ મારી લાઇફસ્ટાઇલનો હિસ્સો બની ગયા છે. મારામાં કન્સીસ્ટન્સી આવી ગઈ. સમયની કદર કરતા હું શીખી ગઈ.’

પડકાર શું?


સ્કેટિંગમાં બૅલૅન્સ બહુ મહત્ત્વની બાબત છે. એ વાતને બહેતર રીતે સમજાવતાં ખુશી કહે છે, ‘માત્ર ફિઝિકલ બૅલૅન્સ જ નહીં, મેન્ટલ બૅલૅન્સ પણ સ્કેટિંગમાં મહત્ત્વપૂર્ણ બાબત છે. આમ તો દરેક ગેમમાં માઇન્ડનું ઇન્વૉલ્વમેન્ટ હોય જ છે. અચાનક રેસ બદલાઈ જાય અને અચાનક છેલ્લી ઘડીએ તમારે નિર્ણય બદલવો પડે એ શક્ય છે. એ સમયે મેન્ટલ સ્ટેબિલિટીને ડગમગાવ્યા વિના તમે જીતવાની દિશામાં નવી સ્ટ્રૅટેજી

ઘડી નાખો એ પ્રેઝન્સ ઑફ માઇન્ડ પણ આ રમતનું મહત્ત્વનું પાસું છે.

આ દિશામાં મારા કોચ અજય શિવલાણીને ઘણું મોટું શ્રેય જાય છે. હું છેલ્લાં ૧૪ વર્ષથી તેમની પાસેથી ટ્રેઇનિંગ લઈ રહી છું. તેઓ પોતે નૅશનલ લેવલના સ્કેટર છે અને વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર પણ છે.’

સ્કેટિંગ માટે આપણા દેશમાં હજી પણ સરકાર દ્વારા જોઈએ એવી સુવિધાઓ નથી મળી રહી એ વિશે ખુશી કહે છે, ‘અત્યારે સવારે ચાર વાગ્યે અમારે પ્રૅક્ટિસ માટે જવું પડે છે, કારણ કે સ્કેટિંગ ટ્રૅક્સ બહુ જ ઓછા પ્રમાણમાં અવેલેબલ છે. થોડા વધુ પ્રમાણમાં સ્કેટિંગ ટ્રૅક્સ બનાવવા જોઈએ જેથી વધુમાં વધુ પ્લેયર્સ આ સ્પોર્ટ્સમાં જોડાય અને ટ્રેઇનિંગ લઈ શકે.’

મારું બીજું ડ્રીમ

વર્લ્ડ લેવલ પર ભારતને મેડલ્સ અપાવવાનું ખુશીનું સપનું છે. એ સિવાય એજ્યુકેશનલ સ્તર પર પણ તેને કંઈક અચીવ કરવું છે. એ સંદર્ભે ખુશી શાહ કહે છે, ‘મારે સ્પોર્ટ્સ ફિઝિયોથેરપિસ્ટ બનવંલ છે. સ્પોર્ટ્સનું મહત્ત્વ હવે આપણા દેશમાં વધી રહ્યું છે. જોકે તેની સામે પ્લેયર્સના રીહૅબિલિટેશનની બાબતમાં જોઈએ એવી સગવડ નથી. સ્પોર્ટ્સ ફિઝિયોથેરપિસ્ટ બનવા માટેની સ્ટડીઝ પર પણ અત્યારે હું ધ્યાન આપી રહી છું.’

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2021 02:43 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK