Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જનરેશન મોબાઇલ : 5G સામે લડત આપવાની વાત કેટલી વાજબી, કેટલી ગેરવાજબી?

જનરેશન મોબાઇલ : 5G સામે લડત આપવાની વાત કેટલી વાજબી, કેટલી ગેરવાજબી?

16 June, 2021 11:26 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

આવશ્યકતા અને આવિષ્કારની સમજણ હોય એ અત્યંત જરૂરી છે અને આ જ સમજણ આવતા દિવસોમાં આપણે પણ 5G અને આવે તો 6G માટેની પણ રાખવાની છે.

GMD Logo

GMD Logo


વાત થોડા સમય પહેલાંની છે અને અમુક અંશે બધાને ખબર હોય એવી છે. જુહી ચાવલાએ ઇન્ડિયામાં 5G જનરેશન ન આવે એને માટે કોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી, પણ એ પિટિશન કૅન્સલ કરવામાં આવી અને જુહી ચાવલાને કોર્ટનો સમય બગાડવા બદલ દંડ પણ કરવામાં આવ્યો. મુદ્દો અહીં પિટિશન કે પછી દંડ બાબતનો નથી, મુદ્દો છે એ 5Gનો વિરોધ કેટલો વાજબી કહેવાય એ બાબતનો છે.
5G પર્યાવરણને બહુ ખરાબ રીતે નુકસાન કરશે એવી દલીલ જુહી ચાવલાની છે, પણ એ દલીલને આધારે તમે વિકાસની વાતને અવગણી ન શકો. આજે સીટીસ્કૅન નુકસાનકર્તા છે જ, પણ એનો અર્થ એવો નથી કે સીટીસ્કૅન મશીન ખરાબ છે અને એને બંધ કરી દેવાની જરૂર છે. આવશ્યકતા અને આવિષ્કારની સમજણ હોય એ અત્યંત જરૂરી છે અને આ જ સમજણ આવતા દિવસોમાં આપણે પણ 5G અને આવે તો 6G માટેની પણ રાખવાની છે.
ગૅજેટ્સ નુકસાનકર્તા નથી, પણ એનો અતિરેક નુકસાનકર્તા છે. એનો ઉપયોગ ઓછામાં ઓછો થાય એ જરૂરી છે. એનો ઉપયોગ નહીં ટાળી શકો તમે, પણ એનો દુરુપયોગ ટાળવામાં આવશે તો ચોક્કસ અહિતને એક ચોક્કસ બંધન વચ્ચે રાખી શકાશે. આજે પણ મોબાઇલના ઉપયોગ માટે આપણે લોકોને સમજાવવા પડે છે. મોબાઇલનો અતિરેક નહીં કરવા માટે પણ આપણી પ્રજાને કહેવું પડે છે. જે દેશમાં આ મોબાઇલની શોધ થઈ, મોબાઇલ નેટવર્કનું સંશોધન કરવામાં આવ્યું એ દેશોમાં પણ આજે મોબાઇલનો ઓછામાં ઓછો ઉપયોગ થાય છે. આજે જે લૅન્ડલાઇનને તમારા દેશમાં તિલાંજલિ આપવાનું શરૂ થઈ ગયું છે એ જ લૅન્ડલાઇન એ લોકો આજે પણ વાપરી રહ્યા છે. મોબાઇલનો વપરાશ પણ કૉલ પૂરતો થાય છે. તમે જુઓ, વૉટ્સઍપ અને ફેસબુકનો સૌથી વધુ વપરાશ આપણે ત્યાં જ થાય છે.
અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા જેવો દેશમાં તો એનું ચલણ પણ નથી. હા, છે એ લોકો પાસે આ બધી ઍપ, પણ એનો વપરાશ કામ પૂરતો જ થાય છે. તમે અમેરિકન કે ઑસ્ટ્રેલિયનને એક વખત ફની મેસેજ કરશો તો તે જોઈ લેશે, બે વાર કરશો તો પણ તે જોઈ લેશે, પણ ત્રીજી વાર કરશો તો તે તમને રિક્વેસ્ટ સાથે કહી દેશે કે પ્લીઝ, મને આમાંથી બાકાત રાખો. બાકાત એને પેલા ફની મેસેજથી નથી રહેવું, બાકાત તેને મોબાઇલ રેડિયેશનથી રહેવું છે અને એટલે તે ઓછામાં ઓછા ફોનના વપરાશમાં માનવા માંડ્યો છે. માનવા માંડ્યો છે એટલું જ નહીં, તે એનું પાલન પણ કરવા માંડ્યો છે.
આપણે માટે મોબાઇલ હવે મનોરંજનનું સાધન બની ગયું છે તો બે-ચાર ટકા લોકો મોબાઇલનો ઉપયોગ પર્સનલ કમ્પ્યુટર જેવો કરવા માંડ્યા છે, પણ આ બન્ને બાબતો અતિરેકમાં જ આવે છે. મોબાઇલ ફોન છે અને એ કૉલ કરવા કે પછી કૉલ રિસીવ કરવા પૂરતો જ સીમિત રાખવાનો છે. બહેતર છે કે આ સમજણનો ઉપયોગ કરવામાં આવે. જો આ સમજણનો ઉપયોગ થયો તો આપણે ત્યાં 5Gનો વિરોધ કરવા જવું નહીં પડે. આપોઆપ એનો વપરાશ કાબૂમાં આવશે અને વપરાશ કાબૂમાં આવશે એટલે એનું નુકસાન પણ કાબૂમાં રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2021 11:26 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK