° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


એક ઝુંબેશ ભેળસેળ વિરુદ્ધ : શુદ્ધ, સાત્ત્વિક અને શ્રેષ્ઠ દેશના દરેકેદરેક નાગરિકનો જન્મસિદ્ધ હક છે

25 May, 2022 07:13 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

હોટેલ, રેસ્ટોરાંમાંથી અખાદ્ય કહેવાય એવી કૅટેગરીમાંથી સામગ્રી પકડાય છે અને એ પકડાયા પછી એને નષ્ટ કરવામાં આવે છે, પણ એટલાથી શું વાત પૂરી થઈ જાય છે?

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો

હા, અને એની માગ પણ ન કરવાની હોય, કારણ કે જેમ શુદ્ધ અને સાત્ત્વિક એ દરેક નાગરિકનો હક છે એવી જ રીતે દરેક સરકારની ફરજ છે કે આ પ્રકારની ખાદ્ય સામગ્રી એકેએક નાગરિક સુધી પહોંચે એની ચીવટ રાખે અને એ દિશામાં કામ કરે. ભેળસેળની બાબતમાં આપણે કાયદાઓ હજી વધારે કડક અને અસરકારક બનાવવાની જરૂર છે. ભેળસેળની બાબતને ઓછામાં ઓછી ગંભીરતા સાથે લેવામાં આવે છે, જે અયોગ્ય છે અને જેની સીધી માઠી અસર સ્વાસ્થ્ય પર થઈ રહી છે, માણસના જીવ સાથે થઈ રહી છે એને તમે કેવી રીતે અવગણી શકો. અવગણવી પણ ન જોઈએ, પણ એની અવગણના થાય છે અને થઈ રહેલી આ અવગણનાને અટકાવવાની છે.
હોટેલ, રેસ્ટોરાંમાંથી અખાદ્ય કહેવાય એવી કૅટેગરીમાંથી સામગ્રી પકડાય છે અને એ પકડાયા પછી એને નષ્ટ કરવામાં આવે છે, પણ એટલાથી શું વાત પૂરી થઈ જાય છે? કેરીને કાર્બાઇડથી પકાવવાનું કૃત્ય કરતા લોકો પકડાય છે અને એ કેરીનો નાશ પણ થાય છે, પણ શું અહીં વાત પૂરી થઈ ગઈ? જરા વિચાર તો કરો કે એ કેરી કે પેલું રેસ્ટોરાંમાંથી પકડાયેલું ફૂડ જો લોકોના પેટ સુધી પહોંચ્યું હોત તો કેવી હાલત થઈ હોત. આ કૃત્ય જરાપણ નાનું નથી. કર્મની દૃષ્ટિએ પણ આ મહાપાપ છે અને ધર્મની દૃષ્ટિએ પણ આ અનૈતિક કૃત્ય છે. કડકમાં કડક સજા થવી જોઈએ અને એ સજાનો અમલ થાય એ પણ જોવું જોઈએ.
તમને અનુકૂળ ન હોય તો તમે ભાવ વધારી દો, પૂરતો નફો લો અને એ પછી પણ તમને ફાવે નહીં તો તમે બેફામ નફાખોરી કરો, પણ ભેળસેળ ન કરો. જો માણસમાં થતી ભેળસેળ તમે સહન ન કરી શકતા હો તો આ તો માણસના ધાનમાં થતી ભેળસેળ છે. ભેળસેળિયો ધર્મ તમને નથી ચાલતો, ભેળસેળવાળા વિચારો તમે સ્વીકારવા રાજી નથી અને ભેળસેળ સાથેની નીતિ તમને કબૂલ નથી તો પછી એ ભેળસેળ કેવી રીતે અનાજમાં થઈ શકે. ભેળસેળ જ નહીં, પાક લેવા માટે પણ વાપરવામાં આવતાં અમુક ફર્ટિલાઇઝર જીવ માટે જોખમ ઊભાં કરનારાં છે અને એ પછી પણ એનો ઉપયોગ સતત થતો રહે છે. ઉકરડાના કાંઠે અને ગટરની અટારીએ શાકભાજી ઉગાડવામાં આવે છે. આ પ્રકારે ઊગતી શાકભાજી ઘર-ઘર સુધી પહોંચે છે. અમેરિકા હતો ત્યારે એક મિત્ર સાથે આ બાબતમાં વાત થઈ ત્યારે તેણે ઇન્ટરનેટ પર અમુક એવી વરાઇટીનાં નામો કાઢી આપ્યાં જેનો જગતના મોટા ભાગના દેશોમાં બૅન કરવામાં આવ્યો છે, પણ આપણે ત્યાં એ બધી આઇટમો મળી રહી છે. ફાર્મા કંપનીઓ પણ દેશની અભણ પ્રજાનો ભરપૂર દુરુપયોગ કરી રહી છે તો પૅકેજ્ડ ફૂડ અને ડ્રિન્ક્સ સાથે જોડાયેલી કંપનીઓ પણ એનો ભરપેટ ગેરલાભ લે છે. જેની આવશ્યકતા નથી એવાં કેમિકલ અને પ્રિઝર્વેટિવ્સ વાપરવામાં આવે છે, જે અકલ્પનીય કહેવાય એવી બીમારી આપનારાં છે. સરકારે આ બાબતમાં જાગૃતિ લાવવાનું કામ કરવાની જરૂર છે. નવા નિયમો સાથે આગળ આવવાની જરૂર છે અને પ્રજાની સુખાકારી માટે જરૂરી સ્પષ્ટતા સાથેનાં લેબલ પણ બનાવવાની જરૂર છે. જો એવું થશે તો જ આપણે મહાસત્તા બનવાની દિશામાં ઉપાડેલું પગલું વાજબી ગણાશે.

25 May, 2022 07:13 PM IST | Mumbai | Manoj Joshi

અન્ય લેખો

હક ત્યારે માગી શકાય જ્યારે અધિકારભાવ આપ્યો પણ હોય

આજે આ વાત મોટા ભાગની દીકરી ભૂલી જાય છે અને અહીંથી જ મતભેદની શરૂઆત થાય છે. જીવનમાં મતભેદ ટાળવા અત્યંત જરૂરી છે, પણ એ ટાળવાની કળા હસ્તગત કરવી એ એનાથીય વધારે આવશ્યક છે

05 July, 2022 03:27 IST | Mumbai | Sarita Joshi

કૅપ્ટન રહ્યા પછી વાઇસ કૅપ્ટન બનો ત્યારે સ્પોર્ટ્‍સમૅન-સ્પિરિટની પરીક્ષા થાય

અગાઉ તમે સાહેબ રહ્યા હો એ જ ઑફિસમાં તમારે નીચેના પદ પર રહેવાનું આવે તો માણસ ક્યારેય એ સ્વીકારતો નથી

05 July, 2022 11:36 IST | Mumbai | Manoj Joshi

વિધાનસભા હાથમાં કર્યા પછી રાહતનો નહીં, ટેન્શનનો શ્વાસ લેવાનો આવ્યો છે

બીજેપી સેનાનું આ જે શાસન હાથમાં આવ્યું છે એમાં ક્યાંય મહારાષ્ટ્ર બીજેપી જશ લઈ શકે એમ નથી એ સૌકોઈ જાણે છે

04 July, 2022 12:54 IST | Mumbai | Manoj Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK