° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


શું તમને સ્કિનકૅર ફ્રિજની જરૂર છે?

11 January, 2022 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નૅચરલ ઑર્ગેનિક પ્રોડક્ટ્સ, આઇ-ક્રીમ, સીરમ, માસ્ક-શીટ્સ જેવી ચીજો સ્કિનકૅર રૂટીનમાં આવતી હોય તો ટચૂકડું બ્યુટી ફ્રિજ વસાવી લેવું જોઈએ. ઍવરેજ મેકઅપ બૉક્સની સાઇઝનું આ ફ્રિજ પોર્ટેબલ પણ છે. એમાં શું રાખવું ને શું નહીં એ પહેલેથી સમજી લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

નૉર્મલ કરતાં ઠંડા તાપમાને કોઈ પણ ચીજ રાખવાથી એ સારી રહે છે અને એટલે જ આપણા કિચનના ફ્રિજમાં હવે એટએટલી ચીજો ભરાયેલી હોય છે કે ન પૂછો વાત. શેકેલા રવાથી લઈને પાપડ સુધીની ચીજો હવે કિચનના ફ્રિજમાં મુકાવા લાગી છે ત્યારે સ્કિનકૅર માટેની પ્રોડક્ટ્સ માટે ક્યાંથી જગ્યા રહે? ઇન ફૅક્ટ, અત્યાર સુધી મેકઅપ અને સ્કિનકૅરનો સામાન ઠંડો રાખવાનું ચલણ પણ બહુ ઓછું હતું કેમ કે મોટા ભાગે ઑઇલ અને પાઉડર બેઝ્ડ ચીજો વપરાતી. જોકે હવે વધુ ને વધુ લોકો નૅચરલ અને ઑર્ગેનિક પ્રોડક્ટ્સ વાપરવા લાગ્યા છે. એ મૉઇશ્ચરાઇઝર હોય, સ્ક્રબર હોય કે પછી ક્રીમ હોય; જો એ ઑર્ગેનિક પ્રોડક્ટ્સથી બન્યાં હોય અને એમાં પ્રિઝર્વેટિવ્સ ન ઉમેરાયાં હોય તો એને ફ્રિજમાં રાખવાં જરૂરી બની જાય છે. બાથરૂમના કપબોર્ડમાં કે ડ્રેસિંગ ટેબલ પર ખુલ્લામાં બ્યુટી પ્રોડક્ટ્સ રાખવાથી કેટલીક પ્રોડક્ટ્સ જલદી બગડી જાય છે તો કેટલીક પ્રોડક્ટ્સમાં ધૂળની રજકણ અને સનલાઇટ પડવાથી એની શેલ્ફ-લાઇફ ઘટી જાય છે. 
માર્કેટમાં ખાસ સ્કિનકૅર પ્રોડક્ટ્સ માટે મિની રેફ્રિજરેટર આવી ગયાં છે. એ વૉટર બેઝ્ડ પ્રોડક્ટ્સની શેલ્ફ-લાઇફ પણ વધારે છે અને ઠંડી પ્રોડક્ટ્સ સ્કિન પર અપ્લાય કરવાથી એની અસરકારકતા પણ વધે છે. ફેસ માસ્ક શીટ ફ્રિજમાં મૂકીને પછી ચહેરા પર લગાવવાથી એ ત્વચાના ઓપન પોર્સને વધુ સારી રીતે ટાઇટ કરી શકે છે. ફ્રિજમાં ઠંડી થયેલી પ્રોડક્ટ રક્તવાહિનીઓમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને ત્વચાની અંદર જો કોઈ પણ પ્રકારનું ઇન્ફ્લમેશન હોય તો એ દૂર કરે છે. ખાસ કરીને આઇ ક્રીમ્સ ઠંડાં રાખવાથી એ સારાં અને અસરકારક રહે છે. કુદરતી ચીજોનો ઉપયોગ કરીને બનાવેલાં મૉઇશ્ચરાઇઝિંગ ક્રીમ્સની આમેય શેલ્ફ-લાઇફ ઓછી હોય છે અને જે થોડા સમય માટે એ વપરાય છે એને પણ ફ્રિજમાં રાખવાનું જ કહેવામાં આવે છે.  
કઈ ચીજો ફ્રિજમાં રખાય?
આઇ ક્રીમ, માસ્ક શીટ્સ, વૉટર બેઝ્ડ ક્રીમ્સ, ત્વચા પર ડાયરેક્ટ લગાવી શકાય એવી વિટામિન સી, ઈ અને મલ્ટિવિટામિનની કૅપ્સુલ્સ અને ક્રીમ્સ, સ્કિન રોલર્સ, સ્ટોન્સ, આઇસપૅક્સ, નૅચરલ સ્ક્રબ્સ, ગરમીની સીઝનમાં લિપસ્ટિક, મેકઅપ રિમૂવર જેવી ચીજો.
કઈ ચીજો ન રખાય?
ઑઇલ બેઝ્ડ સીરમ ધરાવતી ચીજો ફ્રિજમાં ન મૂકવી. ઑઇલવાળી ચીજો ઠંડી થઈને વધુ ઘટ્ટ થઈ જાય છે અને એમાંથી ઑઇલ-પાણી છૂટાં પડી જાય છે. 
ફ્રિજની ખાસિયત શું?
૮ ઇંચ પહોળું અને ૧૧ ઇંચ ઊંચું અને દસથી ૧૧ ઇંચ ઊંડું આ મિની ફ્રિજ પોર્ટેબલ છે એટલે  ગમે ત્યાં સાથે લઈ જઈ શકાય એમ છે. 

કિંમત શું?
૬૦ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૪,૫૦૦ રૂપિયા 

11 January, 2022 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બાળકોને ફૉરેન્સિક સાયન્સ શીખવે છે આ બહેન

ક્રાઇમના ઇન્વેસ્ટિગેશનમાં વપરાતા આ વિજ્ઞાનની ટ્રેઇનિંગ કિલનિકલ રિચર્સર અલોકી દોશી બાળકોને આપે છે જે તેમની નિરીક્ષણશક્તિ અને ક્રિટિકલ થિન્કિંગમાં જોરદાર ઉપયોગી સાબિત થઈ શકે એમ છે

25 January, 2022 05:47 IST | Mumbai | Ruchita Shah

ભાવતું ખાવું હોય તો એ ડાઇજેસ્ટ કરવાની તૈયારી રાખવાની

મન ભાવે એ બધું કૌશિકી ખાય છે એટલે જ દિવસમાં મિનિમમ બેથી અઢી કલાક વર્કઆઉટ કરે છે

25 January, 2022 05:27 IST | Mumbai | Rashmin Shah

હારી નહીં એટલે જીતી ગઈ

માત્ર દસમું ભણેલાં બોરીવલીનાં સિંગલ મધર રાજેશ્રી દાવડાએ બગીચાની બહાર હેલ્ધી જૂસ અને સૂપ વેચીને બે દીકરીઓને એમબીએ સુધી ભણાવી. કપરા સમયનો હિંમતભેર સામનો કરનારી આ મહિલાની દાસ્તાન પ્રેરણાદાયી છે

25 January, 2022 05:15 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK