Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વન ઇઝ ઓકે ફૉર અસ!

વન ઇઝ ઓકે ફૉર અસ!

05 August, 2022 05:20 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

બેસ્ટ લાઇફસ્ટાઇલની ડિમાન્ડને પહોંચી વળવા અને સંતાનને દુનિયાની શ્રેષ્ઠ સુવિધા આપવાના ઇરાદાથી આજનાં યુગલોએ ડબલ ઇન્કમ સિંગલ કિડ કન્સેપ્ટને અપનાવી લીધો છે ત્યારે આ માઇન્ડસેટને સમજવાનો પ્રયાસ કરીએ

વન ઇઝ ઓકે ફૉર અસ!

વન ઇઝ ઓકે ફૉર અસ!


ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સથી લઈને ટૉય્ઝ સુધી મેઇડ ઇન ચાઇના ચાલે છે એવી જ રીતે ચીનની સૌથી પ્રચલિત વન ચાઇલ્ડ પૉલિસી પણ અનેક દેશોમાં એક્સપોર્ટ થઈ હોય એવો સિનારિયો જોઈ શકાય છે. ચીને વિશ્વને આપેલો DISK (ડબલ ઇન્કમ સિંગલ કિડ)નો મંત્ર ભારતના એજ્યુકેટેડ અર્બન મિડલ ક્લાસ કપલ્સમાં પૉપ્યુલર છે. ‘નૅશનલ કાઉન્સિલ ઑફ અપ્લાઇડ ઇકૉનૉમિક રિસર્ચ’નો અહેવાલ કહે છે કે ૧૦ ટકા ભારતીય યુગલો સિંગલ ચાઇલ્ડ કન્સેપ્ટને અપનાવી ચૂક્યાં છે અને આ આંકડો ઝડપથી વધી રહ્યો છે. વસ્તીવધારાની વિકરાળ સમસ્યાને નિયંત્રિત કરવા સરકાર અને અર્થશાસ્ત્રીઓ પણ આ ટ્રેન્ડને સપોર્ટ કરી રહ્યા છે ત્યારે આ વિષય પર થોડી ચર્ચા કરીએ.

રૉન્ગ મેસેજ



સિંગલ ચાઇલ્ડ હોય તો તેને વધારે સારી રીતે ઉછેરી શકાય. તેને બેસ્ટ સ્કૂલિંગ આપી શકાય. સંતાનની બધી જ રિક્વાયરમેન્ટ્સ પૂરી થઈ શકે. વિકાસશીલ દેશોની સરકાર અને નિષ્ણાતો આવી વાતો કરતા હોય ત્યારે સ્વાભાવિક છે પેરન્ટ્સ ઇન્ફ્લુઅન્સમાં આવી જાય. સાઇકોથેરપિસ્ટ ઍન્ડ પેરન્ટિંગ કોચ અમ‌િતા સંઘવી શાહ આ સંદર્ભે વાત કરતાં કહે છે, ‘સંતાનને શહેરની બેસ્ટ સ્કૂલમાં નહીં ભણાવીએ તો સોસાયટીમાંથી લેફ્ટ આઉટ થઈ જશે એવી માનસિકતા ડેવલપ થઈ રહી છે. વર્ષની બેથી પાંચ લાખની ફી હોય એવી ફૅન્સી સ્કૂલ જોઈએ છે. આજના વેલ ટુ ડૂ અને એજ્યુકેટેડ કપલ્સને પોતાના સંતાનને તમામ સુવિધા આપવી છે અને એમાં કશું ખોટું નથી. બીજી તરફ તેઓ એમ પણ માનવા લાગ્યાં છે કે વસ્તી નિયંત્રણનું એકમાત્ર સોલ્યુશન છે સિંગલ કિડ. અમે એમાં કૉન્ટ્રિબ્યુટ કરીએ છીએ. અહીં મેસેજ રૉન્ગ થઈ જાય છે. કોઈ પણ દેશની પ્રગતિમાં યંગ પૉપ્યુલેશનનો રોલ મહ‌ત્ત્વનો હોય છે. વિશ્વના દરેક દેશે રિસોર્સિસને સેવ કરવા પર ફોકસ રાખવું જોઈએ. ડબલ ઇન્કમ સિંગલ કિડની પૉલિસી ઇન્ટ્રોડ્યુસ કરનાર ચીને પણ હવે એને પડતી મૂકી છે, કારણ કે દેશમાં સિનિયર સિટિઝનની સંખ્યા વધતી જાય છે અને યુવા વર્ગ ઘટતો જાય છે. દેશના વિકાસ માટે લેબર ફોર્સ જોઈશે અને પ્રાકૃતિક સંપદાને જાળવવી પડશે એ બધાને સમજાઈ ગયું છે.’


કન્ઝ્યુમરિસ્ટિક વર્લ્ડ

મૉડર્ન વર્લ્ડમાં પેરન્ટ્સની ભૂમિકા અદા કરવી અઘરી છે. મધર વર્કિંગ હોય ત્યારે બીજું બાળક પ્રૅક્ટિકલી પૉસિબલ હોતું નથી એમ જણાવતાં તેઓ કહે છે, ‘બાળકને ઉછેરવા મની, ટાઇમ અને એનર્જી ઇન્વેસ્ટ કરવાં પડે. આપણી જૉબ એટલી ડિમાન્ડિંગ થઈ ગઈ છે કે ટાર્ગેટ પૂરો કરવામાં સમય નીકળી જાય છે. કન્ઝ્યુમરિસ્ટિક સોસાયટીમાં સૌની નીડ્સ વધી ગઈ છે. બધાને સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ ઊંચે લઈ જવું છે. લાઇફનો એજન્ડા ચેન્જ થઈ ગયો છે. સંતાનને શ્રેષ્ઠ સુવિધા આપવાની સાથે પોતાની પણ ઘણી જરૂરિયાતો છે. રિફ્રેશમેન્ટ માટે ટ્રાવેલિંગ જરૂરિયાતના લિસ્ટમાં આવી ગયું છે. ‘આટલું તો જોઈશે જ’વાળો સ્કેલ ફુલફિલ કરવા ફૅમિલી મેમ્બરની સંખ્યાને મર્યાદિત કરવી પડે. કન્ઝ્યુમરિસ્ટિક વર્લ્ડમાં બાળકોની ડિમાન્ડ પણ ખૂબ વધી ગઈ છે. એક ડિમાન્ડ પૂરી કરો ત્યાં બીજી લાઇનમાં હોય. સંતાનનો ખર્ચ માતા-પિતાની ઊંઘ ઉડાડી મૂકે એવો હોય છે. ગળાકાપ સ્પર્ધામાં ખૂબ પૈસા કમાવા પડે છે. આવાં અનેક કારણો છે.’


ડ્રોબૅક

ટેક્નૉલૉજીના જમાનામાં પેરન્ટિંગ કૉમ્પ્લીકેટેડ થઈ ગયું છે એમ જણાવતાં અમ‌િતા કહે છે, ‘ઓવર-પૅમ્પરિંગમાં ચાઇલ્ડ કયા પ્રકારના ઇન્ફ્લુઅન્સમાં આવી જશે એ જજ કરવું મુશ્કેલ છે. અમારી પાસે આવતા અનેક પેરન્ટ્સને આ ડર સતાવે છે. સિંગલ કિડનું મૅચ્યોરિટી લેવલ જુદું હોય છે. ઘણી વાર તેઓ સફોકેશન ફીલ કરે છે. પેરન્ટ્સનાં ડ્રીમ ફુલફિલ કરવાનું પ્રેશર પણ તેના પર આવી જાય છે. તેની પાસેથી પેરન્ટ્સ અને સોસાયટીની અપેક્ષાઓ વધી જાય છે. સિંગલ ચાઇલ્ડ બૅડ છે કે ગુડ એ દલીલનો વિષય નથી. આ સિચુએશન છે જેને બધાએ ફેસ કરવાની છે. મારી પાસે એવા પેરન્ટ્સ પણ આવે છે જેમાં એક સિંગલ ચાઇલ્ડની ફેવરમાં હોય અને બીજાને બે ચાઇલ્ડ જોઈએ છે. કાઉન્સેલિંગ દરમિયાન કિડ્સની સંખ્યા કેટલી હોવી જોઈએ એની સલાહ નથી આપતાં પણ સિચુએશન પર વાત કરીએ. નજીકના ભવિષ્યમાં ડબલ ઇન્કમ સિંગલ કિડ કન્સેપ્ટ પણ આઉટ થઈ જવાનો છે. હવે ડબલ ઇન્કમ નો કિડ્સ ટ્રેન્ડમાં આવી જાય તો નવાઈ નહીં લાગે.’

ક્લ‌િયર ડિસિઝન 

લગ્ન કરતી વખતે જ હું અને હર્મિશ અમારા કરીઅર અને કિડને લઈને ક્લ‌િયર હતાં એવી વાત કરતાં અંધેરીનાં નમ્રતા વોરા કહે છે, ‘અત્યારની લાઇફસ્ટાઇલમાં હસબન્ડ-વાઇફ બેમાંથી કોઈ પણ કરીઅરને સાઇડ ટ્રૅક કરી બાળકના ઉછેરમાં ધ્યાન આપી શકવાનું નથી. અમારે જૉબ ચાલુ જ રાખવી છે એ નક્કી હતું. વર્કિંગ કપલ માટે સિંગલ કિડને ઉછેરવું ચૅલેન્જિંગ છે. આર્થિક દૃષ્ટિએ કદાચિત બે બાળકો હોય તોય પહોંચી શકીએ પરંતુ અમે સંતાનને પૂરતો સમય આપવા માગીએ છીએ. વર્તમાન માહોલમાં ફાઇનૅન્સ કરતાં ટાઇમનું મહ‌ત્ત્વ વધુ છે. તમામ સુવિધા આપવાની સાથે અટેન્શન આપવું એટલું જ જરૂરી છે. અત્યારે મારાં મમ્મી સપોર્ટ સિસ્ટમ છે એટલે સચવાઈ જાય છે. કિઆન છે માત્ર સાત વર્ષનો જ પણ તેની સાથે ગેમ્સ રમવા માટે સમય કાઢવો પડે. ટાઇમની ક્વૉલિટી સફર ન થાય એવા હેતુથી સિંગલ કિડ કન્સેપ્ટ અપનાવ્યો છે. સિંગલ ચાઇલ્ડ વધુ ડિમાન્ડિંગ ​હોય એ વાત સાથે સહમત છું. આ ઉંમરે તેને નવા-નવા ગૅજેટ્સ અને આઇપૅડ જોઈએ છે. ફૉરેનમાં રહેતા કઝિન્સને મળવા જવું હોય. એ લોકોનું ઘર જોઈને કહે, આપણું ઘર નાનું છે. ડોમેસ્ટિક ટ્રાવેલિંગ તો ખરું જ. ફ્રેન્ડ્સનો પ્રભાવ પણ જબરદસ્ત હોય છે. કમ્પૅરિઝન અને એક્સપોઝર વધી જતાં એની ઘણીબધી વાતોમાં ઍગ્રી થવું પડે છે. વૈશ્વિક ટ્રેન્ડને ટ્રેન્ડને ફૉલો કરવાની આ વાત નથી. કપલ્સ પોતાની પ્રાયોરિટી અને દરેક પાસાને નજરમાં રાખીને નિર્ણય લેતાં હોય છે. ડબલ ઇન્કમ સિંગલ કિડ એ સમયની માગ છે.’

દાદા-દાદીના અવસાન પછી શું?

ડબલ ઇન્કમ સિંગલ કિડ કન્સેપ્ટ પૉપ્યુલર નહોતો એ જમાનામાં એક જ સંતાનનો નિર્ણય લેનારાં નાલાસોપારાનાં મેહુલ અને દર્શના મહેતાને હવે લાગે છે કે બે બાળકો હોવાં જોઈએ. ૧૬ વર્ષના દીકરા દેવનાં મમ્મી દર્શના કહે છે, ‘અમારાં લગ્ન થયાં ત્યારે મેહુલની ઇન્કમ ઘણી ઓછી હતી. આર્થિક ટેકો આપવા વાર-તહેવારે અને પ્રસંગોપાત્ત હું મેંદી મૂકવા જતી હતી. મધ્યમ વર્ગના પેરન્ટ્સના જીવનનું એકમાત્ર ધ્યેય હોય છે, પોતાના સંતાનને શ્રેષ્ઠ શિક્ષણ આપવું. એજ્યુકેશનના ખર્ચને પહોંચી વળવું અઘરું લાગતાં સિંગલ કિડ કન્સેપ્ટને અપનાવી લીધો. દેવનો જન્મ થયો ત્યારે સાસુ-સસરાની હયાતી હતી તેથી અમે બહાર હોઈએ ત્યારે સંતાનની સંભાળ કોણ રાખશે એવી ચિંતા નહોતી. જોકે આજના પેરન્ટ્સની જેમ અમે તેને હાઇફાઇ સ્કૂલમાં નથી ભણાવી શક્યાં. પ્રાઇવેટ ટ્યુશન્સ પણ અમારી પહોંચ બહારની વાત હતી. એસએસસી બોર્ડની સામાન્ય સ્કૂલમાં પોતાની જાતે ભણીને આ વર્ષે સારા માર્ક્સ સાથે ટેન્થ પાસ કર્યું. ખાસ્સી મહેનત બાદ લાઇફ થોડી સેટલ થઈ છે. હજી ઘણી લાંબી મજલ કાપવાની હોવાથી નોકરી છોડી શકાય એમ નથી. પેરન્ટ્સ તરીકે મહદ અંશે સફળ રહ્યાં પણ અંદરખાને ઘણી વાર થાય કે દેવ એકલો પડી ગયો. સિંગલ ચાઇલ્ડનો નિર્ણય લેતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે દાદા-દાદીના અવસાન પછી સંતાનને ઘરમાં એકલા રહેવું પડશે. ભવિષ્યમાં આપણે નહીં હોઈએ ત્યારે એની સપોર્ટિવ સિસ્ટમ કોણ બનશે? મને લાગે છે કે આર્થિક સ્થિતિ સારી હોય તો ગાડરિયા પ્રવાહમાં તણાવું ન જોઈએ. બાકી આજના સમયમાં એક્સપોઝર એટલું વધી ગયું છે કે ગમે એટલી આવક હોય ઓછી જ લાગશે.’

કન્ઝ્યુમરિસ્ટિક સોસાયટીમાં નીડ્સ વધી ગઈ છે. સંતાનને શ્રેષ્ઠ સુવિધા આપવાની સાથે આટલું તો જોઈશે જ વાળો સ્કેલ ફુલફિલ કરવા આજનાં કપલ્સ સિંગલ ચાઇલ્ડ કન્સેપ્ટ અપનાવવા લાગ્યાં છે. : અમિતા સંઘવી શાહ

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2022 05:20 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK