° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

લૉકડાઉન, ભવિષ્ય અને વાસ્તવિકતા: વધતા આંકડાઓ મુંબઈની આવતી કાલ નક્કી કરશે

28 February, 2021 10:45 AM IST | Mumbai | Manoj Joshi

લૉકડાઉન, ભવિષ્ય અને વાસ્તવિકતા: વધતા આંકડાઓ મુંબઈની આવતી કાલ નક્કી કરશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

આજે ફેબ્રુઆરીનો અંતિમ દિવસ છે. આ અંતિમ દિવસના જે કોવિડના આંકડા આવશે એના પરથી નક્કી થશે કે હવે મુંબઈમાં લૉકડાઉન આવશે કે નહીં, આજના આંકડાઓ પરથી નક્કી થશે કે મુંબઈમાં કરફ્યુ આવશે કે નહીં અને આજે આવનારા આંકડાઓ પરથી નક્કી થશે કે મુંબઈમાં લોકલ ટ્રેનમાં દાખલ થવા માટે હજી કેટલા વધારે લોકોને પરમિશન મળશે. સામાન્ય લોકો માટે લોકલની પરમિશન મળશે કે નહીં?

લૉકડાઉન, મુંબઈનું ભવિષ્ય આજની વાસ્તવિકતાના આધારે નક્કી થશે અને આ વાસ્તવિકતાનું જે પરિણામ આવશે એ પરિણામ માટે આપણે જવાબદાર હોઈશું. ચોક્કસપણે આપણે અને બિલકુલ આપણે. મુંબઈકરે સમજવું પડશે કે લૉકડાઉનની ‌બીક દેખાડીને ઘરમાં લોકોને સંઘરી રાખવા પડે એવી નોબત કયા કારણસર આવી? મુંબઈકરે એ પણ સમજવું પડશે કે લૉકડાઉન આવી જશે તો કેવી રીતે ખર્ચના બે છેડા ભેગા કરશે? જો આ સમજણ મુંબઈકર નહીં વાપરે તો ચોક્કસપણે આપણે આકરાં અને અઘરાં પગલાં માટે તૈયારી કરી લેવી પડશે.

અત્યારે જેટલું કામ બંધ દીવાલો વચ્ચેથી થઈ શકે છે એટલું કામ બંધ દીવાલો વચ્ચેથી કરવામાં સાર છે. અત્યારે જેટલું કામ ઘરની બહાર નીકળ્યા વિના થઈ શકતું હશે અને કરવામાં આવશે એટલું જ કામ કરવાનો સમય છે. કબૂલ કે વૅક્સિન આવી ગઈ છે, પણ એ વૅક્સિન હજી દરેકેદરેકને લાગી નથી. માન્યું કે હર્ડ ઇમ્યુનિટીનો ફન્ડા આડકતરી રીતે દેશમાં વાપરી લેવામાં આવ્યો છે, પણ સાથોસાથ એ પણ માનવું પડે કે એ હર્ડ ઇમ્યુનિટીમાંથી બહાર એ જ આવવાનું છે જેની રોગપ્રતિકારક શક્તિ કોવિડના વાઇરસની સામે લડવાની સમર્થતા પામી ચૂકી છે. કોવિડના વધતા કેસ અને કોવિડના ફેલાતા વાઇરસ વચ્ચે આપણને સમજાવે છે, દેખાડે છે કે આપણે હજી એ સમર્થતા નથી પામ્યા જેમાં કોવિડથી આપણે રિલૅક્સ થઈ શકીએ અને કોવિડની હાજરી વચ્ચે જીવી પણ શકીએ. ભૂલતા નહીં, દેશની વસ્તીમાંથી ઑલમોસ્ટ ૪૫થી ૫૦ ટકા વર્ગ એવો છે જેની ઉંમર ૫૦થી વધારે છે. યાદ કરો, કોવિડના કેસ દેખાવા શરૂ થયા એ સમયની સૂચનાઓે. ત્યારે જ કહેવામાં આવતું હતું કે જો તમે ૫૦થી વધારે વયના હો, જો તમે કોઈ લાંબી અને અસાધ્ય બીમારીથી પીડાતા હો તો ઘરની બહાર ન નીકળો અને કોવિડથી તમારી જાતને સુરક્ષ‌િત રાખો. આપણે આ સૂચના ભૂલી ગયા અને એનું પરિણામ એ આવ્યું કે કાબૂમાં આવી ગયેલી મહામારી ફરીથી મોઢું ઊંચકીને વિકરાળ થવા માંડી. આ વિકરાળતા ભયાનક ત્યારે બનશે જ્યારે એને અટકાવવા માટે લૉકડાઉનનો માર્ગ પસંદ કરવાનો આવશે અને આ પસંદગી પણ રાજીખુશીથી નથી થવાની. આ પસંદગી પણ નાછૂટકે અને કમને થવાની છે, જેને માટે જવાબદાર આપણે છીએ.

હવે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ ભોગે આપણે કોવિડથી દૂર રહીએ અને કોવિડથી દૂર રહેવાનો એકમાત્ર ઉપાય છે, બહારના સંપર્કથી દૂર રહેવું. બહેતર છે કે બહાર નીકળવાનું અત્યારથી જ બંધ કરી દો અને બહાર જનારાઓને પણ ઘરમાં આવતાં રોકવાનું શરૂ કરી દો. ભૂલવું નહીં, જાન હૈ તો જહાન હૈ.

28 February, 2021 10:45 AM IST | Mumbai | Manoj Joshi

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK