Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હાહાહા, હીહીહી, હુહુહુમાંથી આપણી ઇન્ડસ્ટ્રીને બહાર લઈ આવવાનો સમય આવી ગયો છે

હાહાહા, હીહીહી, હુહુહુમાંથી આપણી ઇન્ડસ્ટ્રીને બહાર લઈ આવવાનો સમય આવી ગયો છે

24 September, 2022 08:48 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

એકસરખી કૉમેડી કે પછી એન્ટરટેઇનિંગ ફિલ્મના નામે કૉમેડી ઘુસાડવાનો જે પ્રયાસ થાય છે એ હવે ઘટાડવાનો ખરેખર સમય આવ્યો છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

તસવીર સૌજન્ય મિડ-ડે


પાન નલિનની (Pan Nalin) ફિલ્મ ‘છેલ્લો શો’ (Chhello Show) ઑસ્કરમાં ગઈ (Oscars Nomination) અને સાહેબ, દેશભરમાં સોપો પડી ગયો. બે વર્ષ પહેલાં ‘હેલ્લારો’ (Hellaro) નૅશનલ અવૉર્ડ (National Award Winner film) લઈ આવી અને હવે, ‘છેલ્લો શો’ ઑસ્કરમાં! સિમ્પલી હૅટ્સ ઑફ ગુજરાતી ફિલ્મો (Gujarati movies) પણ મને અહીં બીજા વિષય પર વાત કરતાં કહેવું છે કે તમે જુઓ સાહેબ, સમય આવી ગયો છે. આપણી ટિપિકલ ફિલ્મોમાંથી બહાર નીકળીને નવા વિષય અને નવી દુનિયાને એક્સપ્લોર કરવાનો. એકસરખી કૉમેડી કે પછી એન્ટરટેઇનિંગ ફિલ્મના નામે કૉમેડી ઘુસાડવાનો જે પ્રયાસ થાય છે એ હવે ઘટાડવાનો ખરેખર સમય આવ્યો છે. 

છેલ્લાં થોડાં વર્ષોથી ગુજરાતી ફિલ્મમાં નવો પ્રાણ પુરાયો છે અને એનો જશ જેકોઈ ડિરેક્ટરને આપવાનો છે તેને આપણે આપી પણ દઈએ છીએ. પણ વાત અહીં નથી અટકતી. વાત આવે છે ઇન્ડસ્ટ્રી હવે ઊભી થઈ ગઈ છે તો એ દિશામાં વધારે સ્ટ્રૉન્ગ થઈને કામ કરીએ, પણ આ સ્ટ્રૉન્ગનેસ આવશે ક્યારે?



ત્યારે જ જ્યારે આપણે નવી વાત અને નવા વિષય પર કામ કરીશું. એકધારી ટિપિકલ આવતી ફિલ્મો વચ્ચે ‘હેલ્લારો’ આવી, ‘રેવા’ આવી અને એ ફિલ્મોએ આપણા સૌ માટે સન્માનનીય કામ કર્યું. બન્ને ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું અને એ પછી ‘છેલ્લો શો’ આવી અને એને ભારત સરકારે ઑસ્કરમાં મોકલી. જરા વિચાર તો કરો કે આપણી આ ફિલ્મે જે પ્રકારનું કામ કર્યું છે એ કેવું કાબિલે તારીફ છે.


સામે કેવી-કેવી ટક્કર મારે એવી ફિલ્મો હતી. હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ‘RRR’ હતી તો ૧૦૦૦ કરોડ રૂપિયાનો વકરો કરવાને સક્ષમ કહેવાય એવી ‘ધ કશ્મીર ફાઇલ્સ’ હતી. આ સિવાયની પણ એવી જ આલા દરજ્જાના મેકિંગ સાથેની ફિલ્મ હતી, પણ એક નાનકડી ગુજરાતી ફિલ્મે બધાને પાછળ રાખી દીધા. ફિલ્મમાં કોઈ મસમોટું કાસ્ટિંગ નથી, કોઈ એવા જાણીતા કલાકારો નથી. કોઈ એવો તામજામ નથી જે જોઈને આપણી આંખો ફાટી જાય. ના, કશું નથી અને એ પછી પણ ‘છેલ્લો શો’ ફિલ્મ હૃદયના છેલ્લા ખૂણા સુધી પહોંચી જાય છે. આ જ કારણ છે કે એ ફિલ્મને ઑસ્કરમાં ભારતનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. નિર્દોષ સ્તરની કહેવાય એવી આ ફિલ્મ ભારતનું પ્રતિનિધિત્વ કરે અને આપણે એ પછી પણ આપણી જૂની માનસિકતા સાથે એ જ સબ્જેક્ટ પર ફિલ્મો બનાવતા રહીએ જે હવે ઑડિયન્સ પણ જોવાથી થાકી છે?

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ `છેલ્લો શૉ` કશ્મીર ફાઇલ્સ અને RRRને પાછળ મૂકીને ઑસ્કર માટે નૉમિનેટ


ના, પ્લીઝ, પ્લીઝ, હવે એમાંથી બહાર આવો. કબૂલ કે એ ફિલ્મ જોનારો વર્ગ મોટો છે, પણ જો બધા એ જ બનાવતા રહેશે તો નૅચરલી ઑડિયન્સ પણ ત્રાસી જશે અને અત્યારે એવું જ થયું છે. એકધારી આવતી સરખી કૉમેડીની ફિલ્મોએ ત્રાસ છોડાવ્યો છે અને એ ત્રાસ વચ્ચે સૌકોઈએ સમજવું પડશે કે સમય આવ્યો છે કે નવી દિશામાં આગળ વધતા જઈએ. કબૂલ કે હવે ‘રાડો’ પણ આપણે ત્યાં બનતી થઈ છે, પણ આપણી ઑડિયન્સે એ પ્રકારના નવા વિષયને આવકારવા પણ જોઈશે. જો મેકર્સની ફરજ છે તો ઑડિયન્સનો પણ ધર્મ છે કે એ પોતાની જવાબદારી સમજે.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2022 08:48 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK