° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


બુક્સ : રિયલ ફ્રેન્ડ, રિયલ પાર્ટનર

19 June, 2022 12:57 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

આજે મોટા ભાગના લોકોની રીડિંગની આદત છૂટતી જાય છે, પણ જો તમે કોઈને વાંચતા કરશો તો ડેફિનેટલી એનો બેનિફિટ દેશ અને સોસાયટીને થશે

પ્રતીકાત્મક તસવીર આરંભ હૈ પ્રચંડ

પ્રતીકાત્મક તસવીર

મગજમાં ફક્ત લોહી પરિભ્રમણ કરે એ જ એનો ખોરાક એવું માનતા નહીં, કારણ કે એ તો મગજને એના કામમાં કોઈ તકલીફ ન પડે એ માટેની પ્રક્રિયા થઈ. એ કામની સાથોસાથ મગજ વિકસિત થાય, વધુ તેજ થાય અને એ વધુ પાવરફુલ બને એ માટે પણ કામ કરવાનું છે અને એ કામ એટલે રીડિંગ. રીડિંગ તમારા મગજનું ફ્યુઅલ છે અને એ તમારે એને સતત આપતા રહેવું પડે.

રીડિંગ ઇઝ મસ્ટ.

આવું કહે છે બધા, પણ ખરેખર એ કરે છે કેટલા એ જોવાની જરૂર છે. વાંચવાના બેનિફિટ્સ પણ બધા નરેટ કરતા રહે છે અને રીડિંગથી થતા ફાયદાઓની વાતો પણ બધા કરે છે, પણ રીડિંગ થતું નથી એ એટલું જ સાચું છે. રીડિંગ ઘટવા પાછળનું જો કોઈ કારણ હોય તો એ ગૅજેટ્સ છે. આજે વેબસિરીઝમાં તમે જોશો તો તમને દેખાશે કે દસમાંથી આઠ વેબસિરીઝ કોઈ નૉવેલ કે નૉન-ફિક્શનલ બુક પર બેઝ હોય છે. કારણ શું? કારણ એ જ કે નૉવેલ કે નૉન-ફિક્શનલ બુક કોઈ પણ ફિલ્મ કે સિરિયલ કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ છે અને જો એવું જ હોય તો પછી એ વેબસિરીઝ જોવાને બદલે આપણે શું કામ એ બુક વાંચવાનું કામ ન કરીએ? પણ ના, એમ છતાં નથી થતું અને એની પાછળનું સૌથી મોટું કોઈ કારણ હોય તો એ છે આળસ. અત્યારે હું ગુજરાતમાં છું અને બૅક-ટુ-બૅક મારે ચાર ફિલ્મો પર કામ કરવાનું છે એટલે હું હમણાં લાંબો સમય ગુજરાતમાં જ રહું એવું મને લાગે છે. ગુજરાતમાં મને જો કોઈ વાત સૌથી વધારે ગમતી હોય તો એ છે રીડિંગ. આપણે ત્યાં જેટલું રીડિંગ છે એના કરતાં ગુજરાતમાં લોકો વધારે વાંચે છે. મેં ઑબ્ઝર્વ કર્યું છે કે સવાર પડે એટલે ટીનેજર્સથી લઈને એલ્ડર્સ સુધીના સૌકોઈ ન્યુઝપેપર પર એક નજર કરી જ લે. આપણે ત્યાં પણ એવું બને છે, પણ આપણે ત્યાં ફિલ્મ કે ટીવીના ન્યુઝ વધારે વંચાય છે અને કાં તો એ જ વંચાય છે. જોકે ગુજરાતમાં એવું નથી. ખબર ન પડતી હોય એવા ઇશ્યુ વિશે પણ તેઓ વાંચે અને એ ઇશ્યુ કયા પૉઇન્ટ પર ઊભો થયો એ સમજવાની કોશિશ કરતા હોય છે. આ યંગસ્ટર્સને જોઈને હું એક વાત તો માનતો થઈ ગયો કે રીડિંગથી જે-તે વ્યક્તિને થાય કે ન થાય; પણ એનો બેનિફિટ દેશ, સ્ટેટ કે પછી સોસાયટીને તો થતો જ હોય છે. 

વાંચવું જોઈએ, વાંચવું બહુ મહત્ત્વનું છે અને વાંચવાથી ઉત્તમ બીજો કોઈ સમજણનો રસ્તો હોતો નથી. હમણાં ગુજરાતના એક જાણીતા મોટિવેશનલ સ્પીકર સાથે એમ જ વાત થતી હતી ત્યારે તેમણે સરસ સવાલ કર્યો. 

એક બુકનું સર્જન કેવી રીતે થાય?

તેમણે મને જે જવાબ આપ્યો એ ખરેખર સમજવો બહુ જરૂરી છે.
એક બુક તૈયાર કરવા માટે એના ક્રીએટરે ખૂબબધું રિસર્ચ કરવું પડે, ઇન્ફર્મેશન એકઠી કરવી પડે અને ઇન્ફર્મેશનને રસપ્રદ રીતે લખવી પડે, જેના માટે તેણે દિવસ-રાત મહેનત કરવી પડે. બધું લખાઈ જાય એ પછી પણ કામ પૂરું નથી થતું. એ તૈયાર કરી લીધા પછી એ ક્રીએટરે પબ્લિશર શોધવા જવું પડે અને એને સહમત કરવો પડે કે એ બુક કેટલી ઉપયોગી છે અને એનાથી રીડરની સાથોસાથ એ પબ્લિશરને પણ કેટલો બેનિફિટ કરાવશે? પબ્લિશર કન્વિન્સ થાય એટલે તે પોતાનું કામ શરૂ કરે. જોકે એનો અર્થ એવો નથી કે ક્રીએશન જેણે કર્યું છે તેની વાત સાચી માની લેવામાં આવે. ક્રીએટરના સર્જનને પબ્લિશર બે-ચાર જગ્યાએ વાંચવા મોકલશે અને તેમનો ઓપિનિયન લેશે. બધી જગ્યાએથી પૉઝિટિવ જવાબ આવે પછી એ બુક પબ્લિશ થશે અને ત્યારે પછી એ બધી દુકાનો સુધી પહોંચે એવી ગોઠવણ કરશે. 

આ આખી પ્રોસેસ એક વાત સમજાવે છે કે રાઇટર માટે એ બુક તેની બેબીથી સહેજ પણ ઓછી નથી. આ બેબીનું સર્જન પણ કેવી રીતે થાય એ પણ મને મોટિવેશનલ સ્પીકરે સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે એક પેજ લખવા માટે તમારે મિનિમમ દસ પેજ વાંચવા પડે. એનો સીધો હિસાબ એ થયો કે એક બુક ત્યારે જ લખી શકાય જ્યારે તમે ઓછામાં ઓછી દસ બુક વાંચી હોય. બીજો હિસાબ એવો પણ બેસે કે એક બુકમાં પેલી દસ બુકનો નિચોડ પણ આવી જતો હોય. આવા સમયે રીડિંગનું ઇમ્પોર્ટન્સ ઑટોમૅટિકલી સમજાઈ જાય અને એને લીધે જ કહું છું કે આજની ફાસ્ટ લાઇફમાં તમારી જેટલી પણ ચિંતાઓ છે એ બધાનો જવાબ છે એક જ છે - રીડિંગ. તમને સવાલ થાય કે કઈ રીતે અને કેવી રીતે આ રીડિંગ મદદરૂપ થાય? તો એનો પણ જવાબ છે જ. 
સવારે આપણે બ્રેકફાસ્ટ, પછી લન્ચ, બ્રન્ચ અને રાત્રે ડિનર કરો છો એનું શું કારણ છે? બહુ સીધો જવાબ છે કે આપણે શરીરને ચલાવવા માટે એને પાવર આપવો પડે. 
કોને ચલાવવા માટે? શરીરને, પણ મગજનું શું? 

તમારા મગજમાં ફક્ત લોહી પરિભ્રમણ કરે એ જ એનો ખોરાક નથી અને એવું માનતા પણ નહીં, કારણ કે એ તો મગજને એના કામમાં કોઈ તકલીફ ન પડે એ માટેની પ્રક્રિયા થઈ. એ કામની સાથોસાથ મગજ વિકસિત થાય, વધુ તેજવાન થાય અને એ વધુ પાવરધું બને એ માટે પણ કામ કરવાનું છે અને એ કામ એટલે રીડિંગ. રીડિંગ તમારા મગજનું ફ્યુઅલ છે અને એ તમારે એને સતત આપતા રહેવું પડે. તમે જેટલી નવી વાતો વાંચશો, જેટલા નવા-નવા પાઠ તમારા મગજમાં જમા કરશો એટલું જ તમારું મગજ ડેવલપ થશે. તમારી જેટલી ચિંતા છે એના નિરકારણ કે પછી એના જવાબ શોધવા માટે તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી. એ બધાં જ નિરાકરણ અને એના બધા જ જવાબો તમારી પાસે જ છે, પણ એ મેળવવા માટે તમારે બસ વિચારવાની જરૂર છે અને વિચારવા માટે કે પછી સ્પષ્ટ વિચારો કરવા માટે તમારું જેટલું વધારે રીડિંગ હશે એટલી જ તમને આસાની રહેશે. જો રીડિંગ હશે તો તમારા વિચારોમાં સ્પષ્ટતા હશે, તમારી વાતમાં સ્પષ્ટતા હશે અને રીડિંગ હશે તો વિચારોના એકધારા ચાલુ રહેતા વંટોળ વચ્ચે તમને મદદરૂપ થાય એ વિચાર મળતાં વાર પણ નહીં લાગે. એને લીધે જેટલી ઝડપથી ચિંતાઓ આવી હતી એટલી જ ઝડપથી એ ચાલી પણ જશે. 

મારું માનો તો દરરોજ રીડિંગનો જેટલો લાભ મળે એ લઈ લેવા જેવો છે. જેટલું મળે અને જેવું મળે એ લઈ લો. જેમ આંતરડાં તમારા શરીરમાંથી સારું અને ખરાબ દૂર કરવાનું કામ કરે છે એમ મગજમાં ગયેલી વાતમાંથી સારી અને ખરાબ વાત કઈ એ તમારું મગજ નક્કી કરી લેશે અને નક્કી કરીને એ અલગ પાડવાનું કામ પણ કરી લેશે. જોકે જરૂરી છે આપવું. મગજને રીડિંગ આપશો તો આ કામ થશે. જીવનમાં આવતી મુશ્કેલીઓ, તકલીફો અને દુખો સામે લડવા માટે તમારે માત્ર શારીરિક રીતે નહીં, પરંતુ માનસિક રીતે પણ સક્ષમ રહેવું જરૂરી છે. જીવન કેમ જીવવું અને જીવનમાં આવતી આપત્તિઓથી દૂર કેમ રહેવું એ રીડિંગ થકી જ નક્કી થવાનું છે. તમે કોઈ પણ મહાન માણસનું જીવન જોઈ લેજો. તેમણે તકલીફ સામે લડવાનું બંધ નહીં કરીને માત્ર એક અલગ રસ્તો શોધ્યો અને એટલે જ તેમનું કામ થયું. આ જ કારણે તો તેઓ મહાન વિભૂતિની યાદીમાં સામેલ થયા. તેમના અને આપણામાં જો કોઈ ફરક હોય તો એક જ કે તેઓ વાંચતા અને આપણે એમાં આળસ કરી ગયા છીએ. આ ફરક દૂર થઈ શકે છે અને એ તમારા હાથમાં જ છે.

મારું માનો તો હવેથી એક નિયમ કરો કે જ્યારે પણ તમારી ખરીદી કરવા માટે જાઓ કે કોઈ તહેવાર-પ્રસંગની ખરીદી કરતા હો ત્યારે બુક્સની ખરીદી પણ અચૂક કરો. કોઈને ભેટ આપવાનું થાય તો એમાં બુક્સ જ આપો. અરે, તમારે પોતાને ગિફ્ટ આપવાનું થાય તો પણ બુક જ આપો. ઘરમાં આવેલાં પુસ્તકો આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે પણ વંચાશે જ અને ધારો કે તમે એ ન વાંચો તો તમારે ત્યાં આવેલી કે પછી ઘરમાં રહેલી કે પછી પાડોશી કે બીજું કોઈ પણ વાંચશે ખરું. એવું પણ બનશે કે કોઈ તમને પૂછે કે આ બુકમાં શું છે? ત્યારે એનો જવાબ આપવા અને શરમજનક અવસ્થામાં નહીં મુકાવા પણ તમારે એ વાંચવું પડશે. બુક તમારી એકલતાનો બેસ્ટ ફ્રેન્ડ છે. એ તમારી વાત સાંભળે છે, માને છે અને ખોટી દલીલો કરવાનું કામ પણ નથી કરતો. 

બુકથી વધુ સારો મિત્ર આજ સુધી મને મળ્યો નથી. તમે પણ ચેક કરી લો. એની તોલે કોઈ નહીં આવે - ગૅરન્ટી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

19 June, 2022 12:57 PM IST | Mumbai | Bhavya Gandhi

અન્ય લેખો

કહો જોઈએ, તમારું બચ્ચું કેટલાં વર્ષનું છે?

આજકાલ અર્લી મૅચ્યૉરિટી સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે

26 June, 2022 12:52 IST | Mumbai | Bhavya Gandhi

સિંહ અને હરણ, શિકાર અને બચાવ

જો તમે સર્વાઇવલની વૉરમાં ક્યાંય પણ પાછળ રહી ગયા તો તમારો શિકાર નક્કી છે અને જો તમે શિકાર ન કરી શક્યા તો તમારે ભૂખે મરવાનો વારો આવશે એ પણ નક્કી છે. મતલબ એટલો જ કે તમારો પર્ફોર્મન્સ એ-વન ક્વૉલિટીનો હોવો જોઈશે

12 June, 2022 01:43 IST | Mumbai | Bhavya Gandhi

ટૉપ ફાઇવ સેવિંગ્સ

આપણે ત્યાં હંમેશાં વડીલો એવું કહ્યા કરે છે કે પૈસા બચાવો. ખોટી વાત નથી; પણ હા, અધૂરી વાત તો છે જ. એટલે તો પૈસા સિવાય સેવિંગ્સ કરવું પડે એવી પાંચ અગત્યની વાતની ચર્ચા આપણે આજે કરવાની છે

05 June, 2022 01:30 IST | Mumbai | Bhavya Gandhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK